બેક ટુ બેક મીટિંગો કરી રહ્યાં છે ગુજરાત ભાજપના પ્રભારી, શું પાટીદાર ઈફેક્ટ કારણ છે?
Trending Photos
- ભાજપના આંતરિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગાંધીનગરમાં ચાર જગ્યાએ ભાજપની બેઠકોનો દોર શરૂ થયો
- ગુજરાત ભાજપના પ્રભારીને કારણે ગાંધીનગરના સેક્ટર 19 માં આવેલા કે 20 બંગલો ભાજપની ચર્ચાનું કેન્દ્ર બન્યો છે
હિતલ પારેખ/હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાત પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. તેમની ગુજરાતના નેતાઓ સાથે મુલાકાતનો દોર ચાલી રહ્યો છે. એક તરફ ખોડલધામમાં પાટીદાર આગેવાનોની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં પાટીદાર સમાજમાંથી મુખ્યમંત્રી આપવાની માંગ ઉઠી છે. તો બીજી તરફ ભુપેન્દ્ર યાદવે ભાજપના પાટીદાર નેતાઓ સાથે બેઠકનો દોર શરૂ કર્યો છે. તેઓ બેક ટુ બેક મીટિંગ યોજી રહ્યાં છે. આજે મંત્રી કૌશિક પટેલ બાદ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા સાથે બેઠક કરી. તો વહેલી સવારે પ્રદેશ પ્રમુખ પાટીલ સાથે બેઠક કરી હતી.
ગાંધીનગરમાં 4 જગયાએ બેઠકોનો દોર શરૂ
ભાજપના આંતરિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગાંધીનગરમાં ચાર જગ્યાએ ભાજપની બેઠકોનો દોર શરૂ થયો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નિવાસ્થાને, સેક્ટર 19 ના કે 20 બંગલામાં, ગાંધીનગર સર્કિટ હાઉસમા પણ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ગાંધીનગર સર્કિટ હાઉસમાં ભાજપના પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા, સાંસદ કિરીટ સોલંકી, ભાજપના ધારાસભ્ય અને સી.આર.પાટિલના અંગત હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાની મીટિંગ યોજાઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાન તેમજ મંત્રી મંડળ વિસ્તારમાં પણ ભાજપના નેતાઓની બેઠકો ચાલી રહી છે.
15 જૂનની ધારાસભ્યોની બેઠકમાં હાજર રહેશે પ્રભારી
આ સાથે જ જાણવા મળ્યું કે, ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ધારાસભ્યોની બેઠકમાં હાજર રહેશે. 15 જૂને ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યોની બેઠક મળવાની છે. આવતીકાલે સવારે પ્રભારી દિલ્હી જવા રવાના થશે.
પ્રભારી સતત મીટિંગોમાં વ્યસ્ત
પ્રભારી ભુપેન્દ્ર યાદવની ગુજરાત મુલાકાતનો બીજો દિવસ છે. સવારે પ્રભારી યાદવ પ્રમુખ સી આર પાટીલના નિવાસસ્થાને પહોચ્યા હતા. પાટીલ સાથે ટૂંકી મુલાકાત બાદ ત્યાથી રવાના થયા હતા. જેના બાદ પ્રભારીને મળવા માટે મહામંત્રી ભાર્ગવ ભટ્ટ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા પહોચ્યા હતા. દિવસભર અલગ અલગ લોકો સાથે પ્રભારીની મુલાકાત ચાલી રહી છે.
આ પણ વાંચો : નાગણે લીધો નાગના મોતનો બદલો, કાકી-ભત્રીજીને દંશથી મારી નાંખી, માનવામાં ન આવે તેવી ઘટના બની
આ સાથે જ ગાંધીનગરના સેક્ટર 19 માં આવેલા કે 20 બંગલો ભાજપની ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાન K 19 પર ભાજપના નેતાઓ બેઠકો માટે એક બાદ એક પહોંચી રહ્યા છે. ભૂપેન્દ્ર યાદવ સાથે વન-ટુ-વન બેઠક અહીં ચાલી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે