રોહિત શર્મા પછી ગૌતમ ગંભીરનો ફેવરિટ પ્લેયર બનશે કેપ્ટન? BCCIની સામે છે આ બે ખેલાડી મોટા દાવેદાર

Team India Next Captain: ન્યુઝીલેન્ડ સામેની હોમ સિરીઝ અને ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની હાર બાદ રોહિત શર્માની કેપ્ટનશીપ પર તલવાર લટકી રહી છે. સતત બે સિરીઝમાં ટીમ ઈન્ડિયાની હાર અને રોહિત શર્માના ફોમને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હવે નવા કેપ્ટનની શોધ શરૂ કરી દેવામાં આવી છે.

રોહિત શર્મા પછી ગૌતમ ગંભીરનો ફેવરિટ પ્લેયર બનશે કેપ્ટન? BCCIની સામે છે આ બે ખેલાડી મોટા દાવેદાર

Team India Next Captain: ન્યુઝીલેન્ડ સામેની હોમ સિરીઝ અને ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની હાર બાદ રોહિત શર્માની કેપ્ટનશીપ પર તલવાર લટકી રહી છે. BCCIના મુખ્ય સિલેક્ટર અજીત અગરકરની સાથે મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પણ નવા કેપ્ટનની શોધ શરૂ કરી દીધી છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે, જસપ્રીત બુમરાહ ટીમનો ભાવિ કેપ્ટન છે, પરંતુ હવે તેના નામ પર બધા એકમત નથી થઈ રહ્યા.

ક્યાં સુધી રોહિત શર્મા રહેશે કેપ્ટન?
મુંબઈમાં તાજેતરની BCCI સમીક્ષા બેઠક દરમિયાન ચર્ચા કરાયેલા ઘણા વિષયોમાંનો એક ટેસ્ટ અને ODI ક્રિકેટમાં ભાવિ ભારતીય કેપ્ટન અંગે હતો. રોહિત શર્માએ સિલેક્ટરોને કહ્યું કે, જ્યાં સુધી બોર્ડ તેના ઉત્તાધિકારીની નિમણૂક નહીં કરે ત્યાં સુધી તે કેપ્ટન રહેશે. જો કે, તાજેતરના મીડિયા અહેવાલમાં જાણવા મળ્યું છે કે, કોચ ગૌતમ ગંભીર અને અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ રોહિતના વિકલ્પની શોધી લીધો, પરંતુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

રોહિતના ફોર્મે વધાર્યું ટેન્શન
રવિવારે એવું બહાર આવ્યું કે, રોહિતે સિલેક્ટરોને કહ્યું કે, જ્યાં સુધી બોર્ડ ટેસ્ટ અને ODIમાં આગામી કેપ્ટન પસંદ ન કરે ત્યાં સુધી તે કેપ્ટન રહેશે. 37 વર્ષીય રોહિતના ફોર્મે સિલેક્ટરોને ચિંતામાં મૂકી દીધા છે. તેમણે વધુમાં કહ્યું કે, તેઓ તેમના ઉત્તરાધિકારીને સંપૂર્ણ સમર્થન આપશે. આ પછી નક્કી કરવામાં આવ્યું હતું કે, રોહિત ચેમ્પિયન્સ ટ્રોફી માટે વનડેમાં કેપ્ટન રહેશે, જ્યારે સિલેક્ટરોએ ટૂર્નામેન્ટ સમાપ્ત થયા પછી તેના ભવિષ્ય વિશે નિર્ણય લેશે.

બે ખેલાડીઓ કેપ્ટન પદના દાવેદાર
સોમવારે દૈનિક જાગરણના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, સમીક્ષા બેઠક દરમિયાન રોહિત સાથે જસપ્રિત બુમરાહને કેપ્ટનશિપની જવાબદારી સોંપવાની સંભાવના પર ચર્ચા કરવામાં આવી હતી. આ સમય દરમિયાન બધા બુમરાહના વર્કલોડ મેનેજમેન્ટને લઈને ચિંતિત જોવા મળ્યા હતા. બુમરાહે ઓસ્ટ્રેલિયામાં સતત 5 ટેસ્ટ મેચ રમી હતી. છેલ્લી ટેસ્ટ દરમિયાન તે અનફિટ થઈ ગયો હતો અને બીજી ઈનિંગમાં બોલિંગ કરી શક્યો નહોતો. આનું પરિણામ ટીમ ઈન્ડિયાને ભોગવવું પડ્યું. સિડની ટેસ્ટમાં ભારતનો પરાજય થયો હતો. જો કે, જ્યારે સિલેક્ટરોએ ઋષભ પંતને ટેસ્ટ ક્રિકેટમાં આગામી કેપ્ટન બનાવવાનો નિર્ણય કર્યો ત્યારે ગંભીરે યશસ્વી જયસ્વાલનું સમર્થન કર્યું.

પંતને કેપ્ટનશિપનો અનુભવ
ઘરેલુ ક્રિકેટમાં દિલ્હીની ટીમનું નેતૃત્વ કરી રહેલા ઋષભ પંતે જૂન 2022માં દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે રમાયેલી T20 સિરીઝમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. તે સિરીઝ માટે નિયુક્ત કેપ્ટન કેએલ રાહુલ ઈજાના કારણે મેચમાંથી બહાર થઈ ગયો હતો. જ્યારે યશસ્વી પાસે હજુ સુધી કેપ્ટનશિપનો કોઈ અનુભવ નથી. હવે જોવાનું એ રહે છે કે, સિલેક્ટરો અને હેડ કોચ વચ્ચે કોના નામ પર સહમતિ સધાય છે.

શું સૂર્યકુમાર યાદવ બનશે ODI કેપ્ટન?
રોહિતે T20 વર્લ્ડ કપ સમાપ્ત થયા બાદ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ગયા વર્ષે જુલાઈમાં સૂર્યકુમારને ભારતીય ટીમનો T20 કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતો. જો કે, હજુ સુધી વનડે ટીમમાં તેનું સ્થાન નિશ્ચિત થયું નથી. આ કારણે તેના માટે 50 ઓવરની ક્રિકેટમાં કેપ્ટન બનવું મુશ્કેલ છે. સિલેક્ટરોએ બુમરાહને ODIનો પણ કેપ્ટન બનાવવા માંગે છે. આ સિવાય મેનેજમેન્ટ એક વાઈસ કેપ્ટનની નિમણૂક કરશે જે બુમરાહને આરામ આપવામાં આવે તો કેપ્ટન્સી સંભાળી શકે. ઓસ્ટ્રેલિયામાં પેટ કમિન્સ સાથે પણ આવું જ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news