Rakesh Tikait On Farmers Protest: રાકેશ ટિકૈતે સરકાર સમક્ષ મૂકી 3 માંગ, કહ્યું- તેના વગર પાછા નહીં હટીએ...

યુનાઇટેડ કિસાન મોરચાએ આજે ​​(શનિવારે) ખેડૂતોની બેઠક બોલાવી છે, જેમાં આ તમામ મુદ્દાઓ અને ખેડૂતોના ઘરે પરત ફરવા અંગે ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન, ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે જણાવ્યું છે કે જ્યાં સુધી MSP કાયદો લાગુ નહીં થાય, ત્યાં સુધી ખેડૂતોનું આંદોલન સમાપ્ત થશે નહીં.

Rakesh Tikait On Farmers Protest: રાકેશ ટિકૈતે સરકાર સમક્ષ મૂકી 3 માંગ, કહ્યું- તેના વગર પાછા નહીં હટીએ...

નવી દિલ્હી: ત્રણેય કૃષિ કાયદા રદ્દ થયા પછી પણ ખેડૂતોનું આંદોલન ચાલુ છે. કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે ખેડૂતો ધરણા છોડીને પોતાના ઘરે પાછા જાય. જ્યારે, ખેડૂતો MSP , વળતર અને તેમની સામેના કેસ પાછા ખેંચવાની માંગ પર અડગ છે. યુનાઇટેડ કિસાન મોરચાએ આજે ​​(શનિવારે) ખેડૂતોની બેઠક બોલાવી છે, જેમાં આ તમામ મુદ્દાઓ અને ખેડૂતોના ઘરે પરત ફરવા અંગે ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન, ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે જણાવ્યું છે કે જ્યાં સુધી MSP કાયદો લાગુ નહીં થાય, ત્યાં સુધી ખેડૂતોનું આંદોલન સમાપ્ત થશે નહીં.

રાકેશ ટિકૈત એ શું કહ્યું?
રાકેશ ટિકૈતએ જણાવ્યું કે, હજું આંદોલન પુરું થયું નથી. સરકાર સાથે વાતચીત શરૂ થઈ છે. વાતચીત દ્વારા જ સમાધાન આવશે. સંયુક્ત કિસાન મોર્ચાની મીટિંગમાં આજે આગળની રણનીતિ નક્કી થશે. કેસ પાછા ખેંચવાની વાત પર વિચાર વિમર્શ ચાલી રહ્યા છે. હરિયાણા સરકાર સાથે આ મુદ્દે વાતચીત થઈ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતો વિરુદ્ધ કરવામાં આવેલા કેસ પરત લેવા પડશે. ખેડૂતોને વળતર આપવું પડશે અને એમએસપી પર કાયદો બનાવવો જ પડશે.

SKM ની બેઠકમાં આ મુદ્દા પર થઈ શકે છે ચર્ચા
કિસાન આંદોલનને લઈને સરકાર અને ખેડૂતોની વચ્ચે ખેંચતાણ વચ્ચે આજે સંયુક્ત કિસાન મોર્ચાની બેઠક થશે, જેમાં આંદોલનની આગળની રણનીતિ અને ખેડૂતોની ઘર વાપસી  જેવા મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા થશે.

હરિયાણા સરકાર સાથેની બેઠકમાં કોઈ હલ ન નીકળ્યો
ઉલ્લેખનીય છે કે ખેડૂતોના આંદોલનને લઈને હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અને ખેડૂતો વચ્ચે શુક્રવારે કલાકો સુધી ચાલેલી બેઠકમાં કોઈ નિર્ણય આવ્યો નહોતો. બેઠકમાં કિસાન આંદોલન દરમિયાન ખેડૂતો પર નોંધવામાં આવેલી ફરિયાદ સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ પરંતુ કોઈ હલ નીકળ્યો નહોતો.

બેઠક બાદ હરિયાણાન ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢનીએ જણાવ્યું છે કે સરકારની સાતે બેઠક સંતોષજનક રહી નથી. સંયુક્ત કિસાન મોર્ચાની આજની બેઠકોમાં આગળની રણનીતિ પર નિર્ણય થશે.

કૃષિ કાયદો પાછો ખેચ્યા બાદ સરકાર ઈચ્છી રહી છે કે ખેડૂતો ધરણા છોડીને પાછા તેમના ઘરે જતા રહે. જ્યારે ખેડૂત નેતા રાકેશ ટિકૈત MSPના મુદ્દા પર અડગ છે. રાકેશ ટિકૈતનું કહેવું છે કે ખેડૂતોને વળતર, MSP અને ખેડૂતો વિરુદ્ધ થયેલા કેસની વાપસી જેવા મુ્દાઓ હજુ ઉકેલવાના બાકી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news