Team India ના દક્ષિણ આફ્રીકા પ્રવાસને લઇને મોટો નિર્ણય, BCCI એ કરી આ જાહેરાત

કોરોના વાયરસ  (Coronavirus) ના ઓમિક્રોન વેરિએન્ટ (Omicron Variant) ના ખતરા વચ્ચે ભારતના દક્ષિણ આફ્રીકા પ્રવાસ (India tour of South Africa) ને લઇને મહત્વપૂર્ણ નિર્ણય આવ્યો છે. બીસીસીઆઇ  એજીએમ (BCCI AGM) માં બોર્ડે ટૂરને લીલીઝંડી આપી દીધી છે. 

Team India ના દક્ષિણ આફ્રીકા પ્રવાસને લઇને મોટો નિર્ણય, BCCI એ કરી આ જાહેરાત

નવી દિલ્હી: કોરોના વાયરસ  (Coronavirus) ના ઓમિક્રોન વેરિએન્ટ (Omicron Variant) ના ખતરા વચ્ચે ભારતના દક્ષિણ આફ્રીકા પ્રવાસ (India tour of South Africa) ને લઇને મહત્વપૂર્ણ નિર્ણય આવ્યો છે. બીસીસીઆઇ  એજીએમ (BCCI AGM) માં બોર્ડે ટૂરને લીલીઝંડી આપી દીધી છે. 

ન્યૂઝીલેંડના વિરૂદ્ધ હાલની ટેસ્ટ સીરીઝ પુરી થયા બાદ ટીમ ઇન્ડીયા (Team India) ને દક્ષિણ આફ્રીકા (South Africa) માટે રવાના થવાનું છે. જૂના શિડ્યૂલ અનુસાર આ ટૂર દરમિયાન લગભગ 7 અઠવાડિયામાં 3 ટેસ્ટ, 3 વનડે અને 4ટી20 ઇન્ટરનેશનલ મેચ રમાવવાની હતી, પરંતુ પ્રોગ્રામમાં હવે ઘટાડો કરવામાં આવ્યો છે. 

બીસીસીઆઇના સચિવ જય શાહ (BCCI Secretary Jay Shah) એ ન્યૂઝ એજન્સી એએનઆઇએ જણાવ્યું કે 'ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રીકાના પ્રવાસ (South Africa Tour) પર જશે જ્યાં તે 3 ટેસ્ટ અને 3 વનડે મેચોની સીરીઝ રમશે, તો બીજી ટી-20 ઇન્ટરનેશનલ સીરીઝ પછી રમાશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં જીવલેણ કોરોના વાયરસ (Coronavirus) નો પ્રકોપ યથાવત છે. જોકે હવે કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસના 8,603 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 415 લોકોના મોત થયા છે. જાણો આજે દેશમાં કોરોનાની તાજી સ્થિતિ શું છે.   

— ANI (@ANI) December 4, 2021

અત્યાર સુધી 4 લાખ 70 હજાર 530 મોત
કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં અત્યારે એક્ટિવ કેસની સંખ્યા 99,974 છે. તો બીજી તરફ આ મહામારીથી જીવ ગુમાવનારની સંખ્યા વધીને 4 લાખ 70 હજાર 530 થઇ ગઇ છે. આંકડા અનુસાર અત્યાર સુધી 3 કરોડ 40 લાખ 53 હજાર 856 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. 

અત્યાર સુધી 126 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી 126 કરોડથી વધુ લોકો કોરોનાની વેક્સીન લીધી છે. ગઇકાલે 73 લાખ 63 હજાર 706 ડોઝ આપવામાં આવ્યા છે. ત્યારબાદથી અત્યાર સુધી વેક્સીનના 126 કરોડ 53 લાખ 44 હજાર 975 ડોઝ આપવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news