ભાજપ કાર્યકર્તા સમ્મેલનમાં ગર્જયા શાહ: રાહુલ-પ્રિયંકા લોકોને ભડકાવી રહ્યા છે
વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહે તાલકટોરા સ્ટેડિયમમાં પાર્ટીના બૂથ લેવલના કાર્યકર્તા સમ્મેલનને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અંગે જનતાને ગુમરાહ કરીને તોફાનો કરાવવાનો આરોપ લગાવ્યો હતો. શાહે કહ્યું કે, દિલ્હીનાં મુખ્યમંત્રી કેજરીવાલે 5 વર્ષ દિલ્હીનાં લોકોને છેતર્યા છે અને ભાજપ તેમની પાસેથી હિસાબ માંગશે. નનકાના સાહેબ પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરીને તેમણે વિપક્ષ પર પ્રહારો કર્યા હતા.
Trending Photos
નવી દિલ્હી : વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહે તાલકટોરા સ્ટેડિયમમાં પાર્ટીના બૂથ લેવલના કાર્યકર્તા સમ્મેલનને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અંગે જનતાને ગુમરાહ કરીને તોફાનો કરાવવાનો આરોપ લગાવ્યો હતો. શાહે કહ્યું કે, દિલ્હીનાં મુખ્યમંત્રી કેજરીવાલે 5 વર્ષ દિલ્હીનાં લોકોને છેતર્યા છે અને ભાજપ તેમની પાસેથી હિસાબ માંગશે. નનકાના સાહેબ પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરીને તેમણે વિપક્ષ પર પ્રહારો કર્યા હતા.
અમિત શાહે કહ્યું કે, હજુ હમણા જ વડાપ્રધાન CAA લઇને આવ્યા. કેબિનેટે તેને મંજુરી આપી અને લોકસભાએ પસાર કરી દીધું. ત્યાર બાદ કેજરીવાલ, રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રાએ લોકોને ગુમરાહ કરીને તોફાન કરવાનું કામ કર્યું. હું દિલ્હીની જનતાને પુછવા માંગુ છું કે તેઓ દિલ્હીમાં હુલ્લડ કરાવે તેવી સરકાર ઇચ્છો છો.
આપ અને કોંગ્રેસ દલિત વિરોધી હોવાનો આરોપ
નાગરિકતા કાયદાના વિરોધ અંગે શાહે કહ્યું કે, વિપક્ષના લોકો કહે છે કે પાકિસ્તાનમાં લઘુમતી પર અત્યાર નથી થતા. કેજરીવાલ, રાહુલ-સોનિયા ગાંધી આંખો ખોલી જોઇ લો, હમણા જ નનકાના સાહિબ જેવા પવિત્ર સ્થળ પર હુમલો કરીને શીખ ભાઇઓને આતંકિત કરવાનું કામ પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું છે. શાહે કહ્યું કે, કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીએ પણ આ કાયદાનો વિરોધ કર્યો. મોદીજી પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવેલા શરણાર્થીઓને નાગરિકતા આપવા જઇ રહ્યા છીએ તો દલિત વિરોધી કેજરીવાલ-રાહુલ ગાંધી પણ તેનો વિરોધ કરી રહ્યા છે.
કોંગ્રેસે રામ મંદિરનો મુદ્દો અટકાવ્યો
અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસે રામ જન્મભૂમિ મુદ્દે ઘણા વર્ષોથી રોકી રાખ્યા હતા. સુપ્રીમ કોર્ટ હવે ચુકાદો આપી દીધો છે કે રામ જન્મભુમિ અંગે મંદિર બનવું જોઇએ. આ દેશનાં કરોડો લોકોની ઇચ્છા હતી, જો કે કોંગ્રેસ પાર્ટી તેનો વિરોધ કરતી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે