IND vs SL T20 Live: સ્ટાફની એક ભુલનાં કારણે વર્ષની પહેલી મેચ રદ્દ
Trending Photos
નવી દિલ્હી : આ વર્ષની પહેલી મેચ ગુવાહાટીમાં શ્રીલંકાની વિરુદ્ધ વરસાદનાં કારણે રદ્દ થઇ છે. આ મેચ પણ મેદાનનાં કર્મચારીઓની માત્ર એક ભુલનાં કારણે રદ્દ કરવાની ફરજ પડી હતી. આમ તો વરસાદ મેચ ચાલુ થવાનાં નિર્ધારિત સમય પહેલા જ બે કલાક પહેલા જ અટકી ગઇ હતી. જો કે કવર્સ હટાવવા દરમિયાન પીચ પર પાણી પડી ગયું હતું. જેને સુકવવા માટે કર્મચારીઓ સતત કામ કરતા રહ્યા. જો કે તેમના પ્રયાસ અમ્પાયરોને સંતુષ્ટ કરી શક્યા નહોતા. અને આખરે મેચ રદ જ કરવી પડી હતી.
ભારતીય ટીમની આ વર્ષની પહેલી મેચ ગુવાહાટીમાં શ્રીલંકાની વિરુદ્ધ (India vs Sri Lanka) વરસાદના કારણે સમયે ચાલુ થઇ શક્યો નહોતો. આમ તો પહેલાથી જ વરસાદની આશા નહોતી, પરંતુ તેમ છતા પણ વરસાદ એકદમ સમાન્યથી ચાલુ થઇને ધીરે ધીરે વધી ગઇ હતી. પહેલા 15 મિનિટમાં તો વરસાદ સતત થતો રહ્યો અને પછી અચાનક વધી ગયો, પરંતુ ત્યાર બાદ વરસાદ ધીમો પડ્યો નહોતો. મળતી માહિતી અનુસાર મેદાનની ડ્રેનેજ સિસ્ટમ ખુબ જ સારી છે. જેથી આશા છે કે વરસાદ અટક્યા બાદ તુરંત જ મેચ ઝડપથી ચાલુ થઇ શકે છે.
વિરાટ કોહલીએ ટોસ જીત્યો, પહેલા કરશે બોલિંગ
આ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીની શ્રીલંકાને બેટિંગ કરવા જણાવ્યું છે. ભારતીય ટીમમાં જસપ્રીત બુમરાહ અને શીખર ધવનની વાપસી થઇ છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીની પહેલા બોલિંગનો નિર્ણય લીધો છે. તેને યોગ્ય ગણાવતા કહ્યું કે, તેમની ટીમનાં ગત્ત ઘણા સમયથી ગુવાહાટીમાં નથી રમાયો. પરંતુ ગત્ત ગણા સમયથી ટીમે સફળતાપુર્વક લક્ષ્યાંકને સફળતાપુર્વક પાર પાડ્યો હતો. વિરાટ વન ડે મેચની વાત કરી રહ્યા હતા.
બંન્ને ટીમમાં પહેલીવાર અહીં ટી20 મેચ રમાઇ રહી છે. આ પહેલા વર્ષ 2017માં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ રમી હતી. જે અત્યાર સુધી આ મેદાન પર ભારતીય ટીમની એકમાત્ર મેચ છે. જો અત્યાર સુધી આ દરમિયાન ભારતીય ટીમની એકમાત્ર મેચ છે. તે લો સ્કોરિંગ મેચમાં વિરાટ કોહલીની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે