UP CAA હિંસામાં જીવ ગુમાવનાર દરેકને 5-5 લાખની સહાય આપશે સપા

ઉત્તરપ્રદેશમાં (Uttar Pradesh) નાગરિકતા સંશોધન કાયદાની (CAA) વિરુદ્ધ થયેલા હિંસક પ્રદર્શન બાદ હવે રાજનીતિ અટકી નથી રહી. સમાજવાદી પાર્ટીએ (Samajwadi party) હિંસામાં જીવ ગુમાવનાર લોકોનાં પરિવારજનો માટે આર્થિક મદદની જાહેરાત કરી છે. 

UP CAA હિંસામાં જીવ ગુમાવનાર દરેકને 5-5 લાખની સહાય આપશે સપા

લખનઉ : ઉત્તરપ્રદેશમાં (Uttar Pradesh) નાગરિકતા સંશોધન કાયદાની (CAA) વિરુદ્ધ થયેલા હિંસક પ્રદર્શન બાદ હવે રાજનીતિ અટકી નથી રહી. સમાજવાદી પાર્ટીએ (Samajwadi party) હિંસામાં જીવ ગુમાવનાર લોકોનાં પરિવારજનો માટે આર્થિક મદદની જાહેરાત કરી છે. રવિવારે પાર્ટીનાં ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યું છે, સંવિધાન બચાવવા માટે સીએએ-એનઆરસી વિરોધી આંદોલન દરમિયાન સરકારનાં ક્રુર વલણમાં જીવ ગુમાવનારાઓની પીડિત પરિવારો અને મૃતક આશ્રિકોને પાંચ લાખની આર્થિક મદદ કરશે સમાજવાદી પાર્ટી.

— Samajwadi Party (@samajwadiparty) January 5, 2020

અમિત શાહે સાધ્યુ નિશાન, 'કેજરીવાલજી દિલ્હી માટે તમે શું કર્યું તે તો જણાવો'
બીજી તરફ આજે સમાજવાદી પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે (Akhilesh Yadav) લખનઉમાં CAA વિરુદ્ધ થયેલા હિંસક પ્રદ્રશનમાં મોહમ્મદ વકીલનાં ઘરે પહોંચીને પીડિત પરિવારને સાંત્વના પાઠવી હતી. આ પ્રસંકે અખિલેશ યાદવે કહ્યું કે, જે પ્રકારે એન્જીનીયરની હત્યા પર તેને મકાન ઉપરાંત નોકરી અપાઇ હતી. આ પ્રકારે આ પરિવારને પણ મકાનની સાથે નોકરી આપવામાં આવે. અખિલેશ યાદવે પુછ્યું કે, આખરે બંન્નેમાં સરકાર ભેગભાવ શા માટે કરી રહી છે. અખિલેશ યાદવે પુછ્યું કે, આખરે સરકાર બંન્નેમાં ભેગભાવ શા માટે કરે છે. અખિલેસ યાદવે સમાજવાદી પાર્ટી તરફથી પરિવારને દરેક વિશ્વાસ પણ આપ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news