રાફેલ ડીલ કેસ: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સોગંદનામું રજૂ કરવા આપી મંજૂરી

કેન્દ્ર સરકારની તરફથી આજે ચીફ જસ્ટિસની બેંચથી સોગંદનામું દાખલ કરવાની મંજૂરી મળી ગઇ હતી. જેને કોર્ટે મંજૂર કરી છે. આવતીકાલે આ મામલે બપોર 3 વાગે સુનાવણી કરવામાં આવશે.

રાફેલ ડીલ કેસ: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સોગંદનામું રજૂ કરવા આપી મંજૂરી

નવી દિલ્હી: રાફેલ ડીલ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સોગંદનામું રજૂ કરવા મંજૂરી આપી દીધી છે. હકિકતમાં, કેન્દ્ર સરકારની તરફથી આજે ચીફ જસ્ટિસની બેંચથી સોગંદનામું રજૂ કરવાની મંજૂરી મળી ગઇ હતી. જેને કોર્ટે મંજૂર આપી દીધી છે. આવતીકાલે આ મામલે બપોર 3 વાગે સુનાવણી કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે આ સમયે સુપ્રીમ કોર્ટ રાફેલ ડીલની સામે દાખલ પૂન:વિચાર અરજી પર સુનાવણી કરી રહ્યું છે.

ગત સુનાવણીમાં અરજીકર્તા પ્રશાંત ભૂષણે સોદા વિશે રક્ષા મંત્રાલયની તે ફાઇલ નોટિંગ પ્રસ્તુત કરી જેને હિન્દુ સમાચારે છાપી હતી. પરંતુ એટર્ની જનરલે તેના પર વાંધો ઉઠાવ્યો અને કહ્યું હતું કે, આ ચોરી કરેલી છે. તપાસ ચાલી રહી છે, કેસ દાખલ કરવામાં આવશે. એટર્ની જનરલે સંરક્ષણ મંત્રાલયના નોંધની નોંધ લેવાનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ ગોપનીય દસ્તાવેજ છે.

રાફેલ ડીલ મામલે આપ નેતા સંજય સિંહની પૂન:વિચાર અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણીથી ઇન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે, ન્યાયપાલિકાની સામે આપત્તિજનક ટિપ્પણીના અંતર્ગત સંજય સિંહની પુન:વિચાર અરજી પર સુનાવણી કરવામાં આવશે નહીં. કોર્ટે સંજય સિંહથી પૂછ્યું કે, કેમ તમારી સામે અપમાનની કાર્યવાહી કરવામાં ના આવે? કોર્ટે સંજય સિંહથી જવાબ માગ્યો હતો. તો બીજીબાજૂ, એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કોર્ટમાં જણાવ્યું હતું કે, ગોપનીય દસ્તાવેજ લીક કરવાના મામલે બે સમાચારો સામે કડક કાર્યવાહી કરશે.

સુપ્રીમ કોર્ટે આપના નેતા સંજય સિંહના વકિલ સંજય હેગડેથી પુછ્યુ હતું કે, આપ કઇ પાર્ટીના છો? હેગડેએ કહ્યું હતું કે આમ આદમી પાર્ટી. CJIએ કહ્યું હતું કે, અમે તમારી અરજી નહીં સાંભળીએ, તમે અમારા નિર્ણય પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. અમે નિશ્ચિત રીતથી આ વિશેમાં કોઇ કાર્યવાહી કરીશું. અર્ટાર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું હતું કે, જે દસ્તાવેજો પર ‘ધ હિન્દુ’એ સમાચાર છાપ્યા, તેના પર સ્પષ્ટ પણે ‘ગોપનીય’ લખ્યું હતું. તેને સાર્વજનિક કરવામાં આવી શકે નહીં. તેની અવગણના કરી સમાચાર લખવામાં આવ્યા. તે ઓફિશિયલ સીક્રેટ્સ એક્ટના વિરુદ્ધમાં છે, આ દસ્તાવેજોને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news