ઈસરોએ ઈતિહાસ રચ્યો, અંતરિક્ષમાં જોડી દીધા બંને સેટેલાઈટ, આમ કરનારો ચોથો દેશ બન્યો ભારત

SpaDeX Mission: ભારતીય સ્પેસ એજન્સી ઈસરોએ એકવાર ફરીથી અદભૂત મિશનને અંજામ આપીને ઈતિહાસ રચી નાખ્યો છે.  ઈસરોએ બે સેટેલાઈટને સફળતાપૂર્વક ડોક કરવાની પ્રક્રિયા પૂરી કરી. આ મિશન બાદ હવે ભારત અમેરિકા, ચીન,  રશિયા બાદ ચોથો એવો દેશ બન્યો છે જેણે આ ઉપલબ્ધિ મેળવી છે. 

ઈસરોએ ઈતિહાસ રચ્યો, અંતરિક્ષમાં જોડી દીધા બંને સેટેલાઈટ, આમ કરનારો ચોથો દેશ બન્યો ભારત

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)એ ગુરુવારે ફરી એકવાર ઈતિહાસ રચી નાખ્યો છે. ઈસરોએ SpaDeX (સ્પેસ ડોકિંગ એક્સર્સાઈઝ) મિશન હેઠળ બે સેટેલાઈટને સફળતાપૂર્વક ડોક કરવાની પ્રક્રિયા પૂરી કરી છે. અમેરિકા, રશિયા, અને ચીન બાદ ભારત ચોથો એવો દેશ બન્યો છે જેણે આ સિદ્ધિ મેળવી છે. 

આ અગાઉ ઈસરોએ બે વાર ડોકિંગનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ટેક્નિકલ સમસ્યાઓના કારણે 7 અને 9 જાન્યુઆરીએ શક્ય બન્યું નહતું. 12 જાન્યુઆરીએ ઈસરોએ સેટેલાઈટને 15 મીટર અને 3 મીટરના અંતર સુધી લાવવામાં સફળતા મેળવી હતી. ઈસરોએ કહ્યું હતું કે 15 મીટર અને પછી 3 મીટર સુધીના અંતરને સફળતાપૂર્વક અચીવ કરાયું. ત્યારબાદ સેટેલાઈટને સુરક્ષિત અંતર પર લઈ જવામાં આવ્યા. ડેટાનું વિશ્લેષણ કર્યા બાદ ડોકિંગની પ્રક્રિયા પૂરી કરાશે. 

SpaDeX મિશનનું મહત્વ
SpaDeX મિશનને ઈસરોએ 30 ડિસેમ્બર 2024ના રોજ લોન્ચ કર્યુ હતું. જેમાં બે નાના સેટેલાઈટ SDX01 (ચેસર) અને SDX02 (ટાર્ગેટ)-ને પૃથ્વીની નીચેની કક્ષામાં સ્થાપિત કરાયા હતા. આ મિશનનો હેતુ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમ માટે ડોકિંગ ટેક્નોલોજીનું પ્રદર્શન કરવાનો છે. 

ડોકિંગ ટેક્નોલોજીની ચંદ્રયાન-4 જેવી મિશનમાં જરૂર પડશે. જેમાં ચંદ્રમાથી સેમ્પલ લઈને પૃથ્વી પર પાછા લાવવાના છે. આ ઉપરાંત ભારતના અંતરિક્ષ સ્ટેશન ભારતીય અંતરિક્ષ સ્ટેશનની સ્થાપના માટે પણ આ ટેક્નોલોજી મહત્વની રહેશે, જેને 2028 સુધીમાં લોન્ચ કરવાની યોજના છે. 

ડોકિંગ પ્રક્રિયાા પડકારો
મિશન હેઠળ પહેલા બંને સેટેલાઈટને 20 કિલોમીટરના અંતરે રાખવામાં આવ્યા. ત્યારબાદ ચેઝર સેટેલાઈટે ટાર્ગેટ સેટેલાઈટ પાસે જઈને 5 કિમી, 1.5 કિમી, 500 મીટર, 225 મીટર, 15 મીટર અને છેલ્લે 3 મીટર સુધીનું અંતર કાપ્યું. ત્યારબાદ બંને સેટેલાઈટને એક સાથે જોડવામાં આવ્યા. ડોકિંગ બાદ સેટેલાઈટ વચ્ચે વીજળીના ટ્રાન્સફરનું પ્રદર્શન કરાયું અને પછી બંનેને અલગ કરીને તેમના સંબંધિત પેલોડ સંચાલન શરૂ કરવામાં આવ્યા. 

ભવિષ્યની યોજનાઓ
ચંદ્રયાન 4 મિશનમાં ડોકિંગ અને અંડોકિંગ પ્રક્રિયાઓ મહત્વપૂર્ણ ભાગ ભજવશે. આ મિશનમાં બે મોડ્યુલ્સને અલગ અલગ લોન્ચ વ્હીકલથી લોન્ચ કરાશે. જે જિયોસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (GTO)માં ડોક કરશે. ચંદ્રમા પર સેમ્પલ ભેગા કરવા અને પછી તેમને પૃથ્વી પર પાછા લાવવા માટે ડોકિંગ ટેક્નોલોજીનો ઉપયોગ થશે. આ ઉપરાંત માનવ મિશન, અને અંતરિક્ષ સ્ટેશન માટે પણ આ ટેક્નોલોજીને આગળ વધારવાની યોજના છે. SpaDeX મિશનના સફળ ડોકિંગ પરિક્ષણે ભારતને અંતરિક્ષ વિજ્ઞાનમાં એક વધુ મહત્વપૂર્ણ ઉપલબ્ધિ મેળવવામાં મદદ કરી છે. આ મિશન આવનારા સમયમાં ઈસરોના મહત્વકાંક્ષી અંતરિક્ષ અભિયાનો માટે માઈલ સ્ટોન સાબિત થશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news