Kitchen Garden: કયા મહિનામાં કયું શાક વાવવું ? આ લિસ્ટ ફોલો કરશો તો ઘરના નાનકડા ગાર્ડનમાં પણ ભરપુર ઉગશે શાકભાજી

Kitchen Garden: આજના સમયમાં ઘણી ગૃહિણીઓ ઘરના નાનકડા ગાર્ડનમાં પણ શાકભાજી અને ફળ ઉગાડે છે. પરંતુ કિચન ગાર્ડનમાં ક્યારે શું વાવવું તે વાતની યોગ્ય જાણકારી હોતી નથી. જેના કારણે શાકભાજી અને ફળનો પાક પણ સારો થતો નથી. તો આજે તમને જણાવીએ કયા મહિનામાં કઈ વસ્તુ વાવવી જોઈએ?

Kitchen Garden: કયા મહિનામાં કયું શાક વાવવું ? આ લિસ્ટ ફોલો કરશો તો ઘરના નાનકડા ગાર્ડનમાં પણ ભરપુર ઉગશે શાકભાજી

Kitchen Garden: વર્તમાન સમયમાં કિચન ગાર્ડનનું ચલણ વધી ગયું છે. લોકો ઘરમાં જ શાક, ફળ અને અન્ય છોડનું વાવેતર કરે છે. મોટાભાગે કિચન ગાર્ડનમાં શાકભાજી ઉગાડવાને મહત્વ આપવામાં આવે છે જેથી ઘરમાં શુદ્ધ અને કીટનાશક રહિત શાકભાજી ઉગે. તો ચાલો આજે તમને જણાવીએ કે કયું શાક કયા મહિનામાં વાવવું જોઈએ જેથી નાનકડા છોડમાંથી પણ સારું ઉત્પાદન મળે. જો તમે આ લિસ્ટને ફોલો કરશો તો તમારા કિચન ગાર્ડનમાં પણ ભરપૂર શાકભાજી અને ફળ ઉગશે. 

જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનું શાકભાજીનું લિસ્ટ 

જાન્યુઆરી 

જાન્યુઆરી મહિનામાં કિચન ગાર્ડનમાં રીંગણ, મરચાં, ગાજર, મુળા, પાલક, ટમેટા જેવી વસ્તુઓ વાવી શકાય છે. આ સમય આવા શાકભાજી માટે યોગ્ય છે. 

ફેબ્રુઆરી 

ફેબ્રુઆરી મહિનામાં ધાણા, ટમેટા, બીન્સ, દૂધી, મૂળા જેવા શાકભાજી વાવવા જોઈએ જેથી પાક સારો મળે. 

માર્ચ 

માર્ચ મહિનામાં ગરમીની શરૂઆત થઈ ચૂકી હોય છે આ સમય તરબૂચ, કાકડી, કારેલા, તુરીયા ઉગાડવા માટે બેસ્ટ હોય છે. 

એપ્રિલ 

એપ્રિલ મહિનામાં પણ ટીંડા, તરબૂચ, તુરીયા, કારેલા અને કાકડીનો પાક સારો આવે છે. 

મે 

મે મહિનામાં ગરમી સૌથી વધુ હોય છે આ ઋતુ દરમિયાન પણ કાકડી, દૂધી, કારેલા, તુરીયા જેવા શાકભાજીનું ઉત્પાદન સરળતાથી થઈ શકે છે. 

જૂન 

જૂન મહિનો ભીંડા, કારેલા જેવા શાકભાજી માટે સારો ગણાય છે. 

જુલાઈ 

જુલાઈ મહિનામાં પણ ભીંડીનું ઉત્પાદન સારું થાય છે આ સિવાય દુધી, તરબૂચ પણ આ મહિનામાં સારી રીતે ઉગે છે. 

ઓગસ્ટ 

ઓગસ્ટ મહિનામાં પાલક, ગાજર, મેથી, ધાણા, ચોળી જેવા શાકભાજી લગાવવા જોઈએ. તેમાં પાક સારો અને વધારે આવે છે. 

સપ્ટેમ્બર 

સપ્ટેમ્બર મહિનામાં બટેટા, ટમેટા, લીલા વટાણા, કોબી જેવા શાક ઝડપથી થાય છે. 

ઓક્ટોબર 

ઓક્ટોબર મહિનામાં કોબી, પાલક, બ્રોકલી, ધાણા ઉગાડવાનો સૌથી સારો સમય હોય છે. 

નવેમ્બર 

નવેમ્બર મહિનામાં વટાણા, ધાણા, બ્રોકલી, પાલક અને ગાજર સારું ઉત્પાદન આપે છે. 

ડિસેમ્બર 

ડિસેમ્બર મહિનો રીંગણા, ટમેટા, લીલા વટાણા, કોબી માટે બેસ્ટ છે. આ સમયે આ શાકભાજી વાવવાથી સારો પાક આવશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news