Saif Ali Khan: સૈફને 6 વાર મારવામાં આવી ચાકુ, 2 ઘા ઊંડા છે, ઓપરેશન કરનાર ડોક્ટર્સે કર્યા શોકિંગ ખુલાસા

Saif Ali Khan Health Update: સૈફ અલી ખાનના ઘરમાં ઘુસીને એક અજાણી વ્યક્તિએ તેના પર હુમલો કર્યો હતો. હુમલા પછી સૈફને લીલાવતી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત કેવી છે તે અંગે ડોક્ટર્સે જાણકારી આપી છે.  

Saif Ali Khan: સૈફને 6 વાર મારવામાં આવી ચાકુ, 2 ઘા ઊંડા છે, ઓપરેશન કરનાર ડોક્ટર્સે કર્યા શોકિંગ ખુલાસા

Saif Ali Khan Health Update: બોલીવુડ એક્ટર સૈફ અલી ખાન પર જીવલેણ હુમલો થયો છે. ગત મોડી રાત્રે એક અજાણી વ્યક્તિ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના બાંદ્રા સ્થિત ઘરમાં ઘૂસી ગઈ હતી. જ્યાં તેણે સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો કરી દીધો. હુમલા બાદ સૈફ અલી ખાન ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો અને તેને તુરંત જ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જોકે સેફ અલી ખાનની હાલત સ્થિર હોવાનું ડોક્ટરોએ જણાવ્યું છે. સૈફ અલી ખાનની સારવાર કરતા ડોક્ટરોએ નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે સૈફ અલી ખાન સાથે જ શું થયું હતું અને તેની હાલત હવે કેવી છે ?

મીડિયા રિપોર્ટ અનુસાર લીલાવતી હોસ્પિટલના સીઓઓ ડોક્ટર નીરજ ઉત્ત્માનીએ સૈફ અલી ખાનની હાલત અંગે નિવેદન આપ્યું હતું. ડોક્ટરે જણાવ્યું હતું કે સૈફ અલી ખાનને સવારે સાડા ત્રણ વાગ્યે હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. સૈફ અલી ખાનને 6 વખત ચાકુ મારવામાં આવી હતી અને જેમાંથી બે ઘા ખૂબ જ ઊંડા છે. એક ઘા સૈફ અલી ખાનને કરોડરજ્જૂ પાસે લાગ્યો છે. ન્યુરોસર્જન ડોક્ટર નીતિન ડાંગે અને કોસ્મેટિક સર્જન ડોક્ટર લીના જૈનની ટીમે સૈફ અલી ખાનનું ઓપરેશન કર્યું. 

ગુરુવારે સવારે ખબર સામે આવી હતી કે સૈફ અલી ખાનના બાંદ્રા સ્થિત ઘરમાં બુધવારે મોડી રાત્રે ચોરી કરવાના ઇરાદે અજાણ્યો ઘૂસી ગયો હતો. આ વ્યક્તિએ જ સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો કરી દીધો. ત્યાર પછી સૈફ અલી ખાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 

આ ઘટના પછી સૈફ અલી ખાનની ટીમે પણ સત્તાવાર નિવેદન આપ્યું છે. સૈફ અલી ખાનની ટીમ એ કહ્યું છે કે, સૈફ અલી ખાનની સારવાર થઈ રહી છે અને પરિવારના બાકી સભ્યો સુરક્ષિત છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. ઘરમાં ચોરીનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો તે દરમિયાન સૈફ અલી ખાન ઘાયલ થયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news