ફ્લાવર શો જોવાનો આવો મોકો ફરી નઈ મળે...ઉત્તરાયણના દિવસે 1.32 લાખ લોકોએ લીધી મુલાકાત
અમદાવાદ મહાનગરપાલિકાને ફળી ઉત્તરાયણ. 14 જાન્યુઆરીએ ફ્લાવર શોની સવા લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત. ઉત્તરાયણના દિવસે 1 લાખ 32 હજાર 456 લોકોએ લીધી મુલાકાત. અત્યાર સુધીના સૌથી વધુ વિઝિટર્સનો રેકોર્ડ નોંધાયો. ઉત્તરાયણના દિવસે પાલિકાને 86 લાખની આવક થઈ.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકાને ઉત્તરાયણનો તહેવાર ફળ્યો છે. જી હા...14 જાન્યુઆરીએ ફ્લાવર શોની સવા લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. ઉત્તરાયણનો તહેવાર હોવા છતાં એ દિવસે 1 લાખ 32 હજાર 456 લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. અત્યાર સુધીના સૌથી વધુ વિઝિટર્સનો રેકોર્ડ અમદાવાદમાં અને એ પણ ઉત્તરાયનનો તહેવાર હોવા છતાં નોંધાયો છે. જેના કારણે ઉત્તરાયણના દિવસે પાલિકાને 86 લાખની આવક થઈ છે.
મહાનગરપાલિકાને ઉત્તરાયણનો તહેવાર ફળ્યો છે અને ફ્લાવર શોના કારણે AMCની તિજોરી ભરાઈ છે. દર કલાકે સરેરાશ 9 હજાર મુલાકાતીઓ નોંધાયા છે. ફ્લાવર શોની સાથે અટલ બ્રિજ પર માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. અત્યાર સુધીમાં 8 લાખથી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી છે. ઉત્તરાયણની રજાના દિવસે સવારથી જ ફ્લાવર શો જોવા મોટી સંખ્યામાં લોકોની ભીડ રિવરફ્રન્ટ પર ઊમટી પડી હતી. સૌથી વધારે ભીડ ઉત્તરાયણની સાંજે જોવા મળી હતી. મોડીરાત સુધી મોટી સંખ્યામાં મુલાકાતીઓ ફ્લાવર શો જોવા માટે આવ્યા હતા.
રિવરફ્રન્ટ અને ફ્લાવર શોમાં જાણે માણસોનું કીડિયારું ઊભરાયું હોય એવાં દ્રશ્યો સર્જાયા હતાં. ફ્લાવર શોની સાથે અટલબિજ ઉપર પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. એક જ દિવસમાં એક લાખથી વધારે લોકો આવતાં 86 લાખની આવક થઈ હતી, જેમાં 48 લાખ રોકડ, 12 લાખ UPI અને 26 લાખ ઓનલાઇનથી આવક થઈ હતી.
મહત્વનું છે કે 14 જાન્યુઆરીના ઉત્તરાયણની રજાના દિવસે ફ્લાવર શો જોવા સવારે 9થી રાતે 11 વાગ્યા સુધીમાં 1.01 લાખ લોકોએ મુલાકાત લીધી હતી. એના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનને એક જ દિવસમાં 86 લાખની આવક થઈ છે. ફ્લાવર શો જોવા માટેનો સૌથી મોટો રેકોર્ડ નોંધાયો છે. એક જ દિવસમાં સૌથી વધુ 1.32 લાખ લોકોએ મુલાકાત લીધી છે.
ઉલ્લેખનીય છે કે 3 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધીમાં 8.10 લાખ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી છે, જેનાથી રૂપિયા 6 કરોડની આવક મ્યુનિસિપલ કોર્પોરેશનને થઈ છે. ફ્લાવર શોની અત્યારસુધીમાં સૌથી વધુ લોકો 14 જાન્યુઆરી 2025ના રોજ એક જ દિવસમાં મુલાકાત લેવા આવ્યા હોવાનો રેકોર્ડ નોંધાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે