8th Pay Commission: આઠમા પગાર પંચ અંગે આવું થઈ શકે? સરકારી કર્મચારીઓના પગાર વધારા માટે આવી શકે નવી સિસ્ટમ!
સામાન્ય રીતે દર 10 વર્ષ પર એક નવા પંચની રચના થાય છે. જો આ ટ્રેન્ડ યથાવત રહે તો નવા પગાર પંચની જાહેરાત જલદી થઈ શકે અને 2026 સુધીમાં તે લાગૂ થઈ શકે છે. જો કે એવું લાગે છે કે આ વખતે સરકાર અલગ રીત અપનાવી શકે છે.
Trending Photos
કેન્દ્રીય કર્મચારીઓના પગાર વધારાને લઈને ચર્ચાઓ ગરમ છે. અનેક સરકારી કર્મચારીઓ આઠમાં પગાર પંચ વિશે પણ વિચારી રહ્યા છે. અત્રે જણાવવાનું કે સાતમું પગાર પંચ 2016માં લાગૂ કરાયું હતું અને કર્મચારીઓને હવે આગામી રિવિઝનની આશા છે. સાતમા પગાર પંચના આવ્યા બાદ કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ પગાર 7000 રૂપિયાથી વધીને 18000 રૂપિયા પ્રતિમાસ થયા હતા જ્યારે ટોચના અધિકારીઓના મહત્તમ પગાર 2.5 લાખ રૂપિયા પ્રતિ માસ સુધી પહોંચી ગયા હતા.
અત્રે જણાવવાનું કે પે કમીશન એટલે કે પગાર પંચ સરકાર દ્વારા રચાતી એક સંસ્થા છે જે કેન્દ્રીય કર્મચારીઓ માટે સેલેરી સ્ટ્રક્ચરનું સૂચન આપવાની સાથે સાથે તેનો રિવ્યૂ પણ કરે છે. આઝાદી બાદથી અત્યાર સુધીમાં ભારતમાં કુલ 7 પગાર પંચ બની ચૂક્યા છે એટલે કે દરેકનો કાર્યકાળ લગભગ 10 વર્ષનો હોય છે. આ પંચની ભલામણોથી જ લાખો કર્મચારીઓ અને પેન્શનર્સ માટે લિવિંગ સ્ટાન્ડર્ડ અને આવક પર અસર પડે છે.
ક્યારે બનશે આઠમું પગાર પંચ?
હજુ સુધી સરકાર તરફથી આઠમાં પગાર પંચ અંગે કોઈ પણ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી. સામાન્ય રીતે દર 10 વર્ષ પર એક નવા પંચની રચના થાય છે. જો આ ટ્રેન્ડ યથાવત રહે તો નવા પગાર પંચની જાહેરાત જલદી થઈ શકે અને 2026 સુધીમાં તે લાગૂ થઈ શકે છે. જો કે એવું લાગે છે કે આ વખતે સરકાર અલગ રીત અપનાવી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ કેટલાક મોટા સરકારી અધિકારીઓએ સંકેત આપ્યા છે કે સરકાર કર્મચારીના પગાર વધારા માટે નવા પગાર પંચની રચનાની જગ્યાએ પરફોર્મન્સને આધાર બનાવી શકે છે. અત્રે જણાવવાનું કે હજુ સુધી કોઈ જ અધિકૃત જાહેરાત થઈ નથી જેથી કરીને હાલ કર્મચારીઓમાં અસમંજસની સ્થિતિ છે. અત્રે જણાવવાનું કે નાણા મંત્રાલયે હાલમાં જ સંસદમાં કહ્યું હતું કે હાલ આઠમાં પગાર પંચને લઈને કોઈ યોજના નથી. ત્યારબાદ એવી ચર્ચાઓ તેજ છે કે શું સરકાર પગાર વધારવા માટે એક નવી સિસ્ટમ લાગૂ કરશે કે શું?
મીડિયા રિપોર્ટ મુજબ સરકાર એક નવી પરફોર્મન્સ બેસ્ડ સિસ્ટમ લાવી શકે છે કે પછી મોંઘવારી દરને આધાર બનાવી શકે છે. આમ થાય તો નિયમિત સિલરી એડજસ્ટમેન્ટ માટે 10 વર્ષ સુધી રાહ જોવી પડશે નહીં. જો કે અહીં એ ખાસ ધ્યાનમાં લેવું જરૂરી છે કે હાલ આ અંગે કોઈ જ સ્પષ્ટ કે અધિકૃત જાણકારી સામે આવી નથી.
આઠમું પંચ બને તો કઈ ભલામણો લાવી શકે?
1- લઘુત્તમ વેતનમાં વધારો- યુનિયને લઘુત્તમ પગારને 18000 રૂપિયાથી વધારીને 26000 રૂપિયાથી 30000 રૂપિયા પ્રતિ માસ કરાની માંગણી કરી છે. વધતી મોંઘવારી અને જીવન નિર્વાહના ખર્ચ તેનું મુખ્ય કારણ છે.
2- ફિટમેન્ટ ફેક્ટર- હાલ ફિટમેન્ટ ફેક્ટર 2.57 છે. તેને વધારીને 3.5 કે 3.8 કરવામાં આવી શકે. ફિટમેન્ટ ફેક્ટરથી એ નક્કી થાય છે કે પગારને એડજસ્ટ કેવી રીતે કરવો.
- મોંઘવારી ભથ્થું- મોંઘવારીની ભરપાઈ માટે કર્મચારીઓને વર્ષમાં બેવાર મોંઘવારી ભથ્થામાં વધારો મળે છે. નવું પંચ ડીએને મોંઘવારી પ્રત્યે વધુ રિસ્પોન્સિવ બનવાનું સૂચન આપી શકે છે.
- પેન્શનમાં ફેરફાર- પેન્શનર્સ, ખાસ કરીને જે સાતમા પગાર પંચ પહેલા સેવાનિવૃત્ત થયા હતા, તેમને ફેરફારથી ફાયદો થઈ શકે. પેન્શનમાં સમાનતાની લાંબા સમયથી માંગણી છે.
- હાઉસિંગ અને ટ્રાવેલ એલાઉન્સ- પંચ હાલના ખર્ચા પ્રમાણે હાઉસ રેન્ટ અલાઉન્સ (HRA) અને ટ્રાવેલ અલાઉન્સ (TA)ને અપડેટ કરી શકે છે.
હાલ જો કે આઠમાં પગાર પંચ વિશે કોઈ જ જાણકારી સામે આવી નથી. બની શકે કે સરકાર જૂની સિસ્ટમ પર આગળ વધે કે પછી નવી સિસ્ટમને અપનાવે. નિર્ણય ગમે તે હોય પરંતુ લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ હાલ તો આતુરતાપૂર્વક આ અંગે સરકાર તરફથી જાહેરાત થાય તેની કાગડોળે રાહ જુએ છે. હાલ સરકારી કર્મચારીઓને લાંબા સમયથી ગૂડ ન્યૂઝનો ઈન્તેજાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે