નેપાળમાં નવી સરકારનો રસ્તો સાફ, પ્રચંડ હશે આગામી PM, આ ફોર્મૂલા પર 6 પક્ષ તૈયાર

Pushpa Kamal Dahal: નવા ગઠબંધનમાં પ્રચંડના સમર્થનમાં સીપીએન-યૂએમએલના 78, માઓવાદી કેન્દ્રના 32, રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના 20, રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીના 14, જનતા સમાજવાદી પાર્ટીના 12, જનમત પાર્ટીના 6 અને નાગરિક ઉન્મુક્તિ પાર્ટીના 4 સાંસદ છે. કુલ મળીને પ્રચંડને 166 સાંસદોનું સમર્થન છે. 

નેપાળમાં નવી સરકારનો રસ્તો સાફ, પ્રચંડ હશે આગામી PM, આ ફોર્મૂલા પર 6 પક્ષ તૈયાર

Next Nepal Prime minister of nepal: નેપાળમાં રવિવારે યોજાયેલી 6 પાર્ટીઓની બેઠકમાં આગામી પ્રધાનમંત્રીના ચહેરા પર મોહર લગાવવામાં આવી છે. છ પાર્ટીઓના ગઠબંધને પુષ્પ કમલ દહલ ઉર્ફ પ્રચંડ (Pushpa Kamal Dahal)ને આગામી પ્રધાનમંત્રી સ્વિકારવામાં આવ્યા છે. એટલે કે નેપાળના આગામી પ્રધાનમંત્રી પુશ્પ કમલ દહલ ઉર્ફ પ્રચંડ હશે. તે અઢી વર્ષ સુધી પદ પર રહેશે. ત્યારબાદ બીજા દળના નેતાને પ્રધાનમંત્રી બનાવવામાં આવશે. જોકે નેપાળમાં તાજેતરમાં જ યોજાયેલી ચૂંટૅણીમાં કોઇપણ પાર્ટીને બહુમત મળી શક્યો નથી. ત્યારબાદ 6 પક્ષોના ગઠબંધને નેપાળના માઓવાદી કેન્દ્રના નેતા પુષ્પ કમલ દહલને સમર્થન કરવાનો નિર્ણય કર્યો. 

નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી કેન્દ્ર)ના નેતા બર્શમન પુને કહ્યું કે 6 પક્ષોના ગઠબંધને પુષ્પ કમલ દહલને આગામી પ્રધાનમંત્રીના રૂપમાં સિલેક્ટ કર્યા છે. આ કરાર પર મોહર લાગી ગઇ છે. દહલ અઢી વર્ષ સુધી સરકારનું નેતૃત્વ કરશે અને અઢી વર્ષ સીપીએન-યૂએમએલ નેતૃત્વ કરશે. એટલે કે અઢી વર્ષ બાદ સત્તા પર સીપીએન-યૂએમએલનું રાજ હશે. 

નેપાળી સંસદમાં કોના કેટલા સાંસદ? 
નવા ગઠબંધનમાં પ્રચંડના સમર્થનમાં સીપીએન-યૂએમએલના 78, માઓવાદી કેન્દ્રના 32, રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના 20, રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીના 14, જનતા સમાજવાદી પાર્ટીના 12, જનમત પાર્ટીના 6 અને નાગરિક ઉન્મુક્તિ પાર્ટીના 4 સાંસદ છે. કુલ મળીને પ્રચંડને 166 સાંસદોનું સમર્થન છે. 

આ પહેલાં મોઓવાદી સેન્ટર સત્તારૂઢ ગઠબંધનમાં નેપાળી કોંગ્રેસ સાથે મળીને સરકાર ચલાવી રહી હતી. પરંતુ બંને પાર્ટીઓ વચ્ચે યોજાયેલી બેઠકથી પુષ્પ કમલ દહલ ઉર્ફ પ્રચંડ ઉભા થઇને જતા રહ્યા અને કહ્યું કે ગઠબંધને પોતાની પ્રાસંગિકતા ગુમાવી દીધી છે. એટલું જ કહીને તેમણે નેપાળી કોંગ્રેસ સાથે પોતાનું ગઠબંધન પણ તોડી દીધું. 

ત્યારબાદ ચર્ચા થવા લાગી કે નેપાળમાં આગામી પ્રધાનમંત્રી કોણ હશે. આ દરમિયાન 6 પક્ષોના નેતા આગળ આવ્યા અને એક નવા ગઠબંધનને એક નવું રૂપ આપ્યું. સાથે જ આ ગઠબંધને પુષ્પ કમલ દહલને પોતાના નેતા ચૂંટતા તેમને પ્રધાનમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો. તમને જણાવી દઇએ કે 275 થી નેપાળી કોંગ્રેસના 89 સાંસદ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news