બાળકો માટે સ્કૂલમાં મંગાવ્યું મધ્યાહન ભોજન, પંરતુ આ વસ્તુ જોઇ સૌ કોઈ ચોંકી ઉઠ્યા

મહારાષ્ટ્રના (Maharashtra) પુણેમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક સ્કૂલમાં મધ્યાહન ભોજનમાં (Mid Day Meal) આપવામાં આવતી સામગ્રીમાં પ્રાણીઓને આપવામાં આવતું ખાવાનું મોકલવામાં આવ્યું હતું

બાળકો માટે સ્કૂલમાં મંગાવ્યું મધ્યાહન ભોજન, પંરતુ આ વસ્તુ જોઇ સૌ કોઈ ચોંકી ઉઠ્યા

મુંબઇ: મહારાષ્ટ્રના (Maharashtra) પુણેમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક સ્કૂલમાં મધ્યાહન ભોજનમાં (Mid Day Meal) આપવામાં આવતી સામગ્રીમાં પ્રાણીઓને આપવામાં આવતું ખાવાનું મોકલવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલો પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (Pune Municipal Corporation) અંતર્ગત આવતી સ્કૂલ નંબર 58 નો છે. અહીં બાળકો મધ્યાહન ભોજન માટે સમાગ્રી મંગાવવામાં આવી જે પહોંચાડવામાં આવી પરંતુ તેમાં પ્રાણીઓને આપવામાં આવતું ખાવાનું (Animal Battle Food) મોકલવામાં આવ્યું હતું. આ ઘટના સામે આવ્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના અધિકારીએ સ્થળ પર પહોંચી તમામ જથ્થો જપ્ત કર્યો.

મધ્યાહન ભોજન (Mid Day Meal) યોજના રાજ્ય સરકાર ચલાવે છે, જેના અંતર્ગત સ્કૂલના (School) બાળકોને એક સમયનું ભોજન મફતમાં આપવામાં આવે છે. કેમ કે, કોરોના મહામારીના કારણે અત્યારે સ્કૂલો બંધ છે, તેથી આ ભોજન સામગ્રીને બાળકોના ઘર સુધી પહોંચાડવામાં આવી રહી છે.

આ વિશે પુણેના મેયર મુરલીધર મોહોલે કહ્યું કે, મધ્યાહન ભોજન યોજના રાજ્ય સરકાર ચલાવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ખાવાનું બાળકો સુધી પહોંચાડવાની જવાબદારી હોય છે. આ ખુબજ શરમજનક છે કે, બાળકોને મધ્યાહન ભોજનમાં પ્રાણીઓને આપવામાં આવતું ખાવાનું મોકલાવવામાં આવ્યું. અમે માંગ કરીએ છે કે, આ મામલે તપાસ કરવામાં આવે અને દોષિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news