ચેન્નઇ સુપર કિંગ્સ હશે સૌથી મજબૂત ટીમ, સુરેશ રૈના સીએસકે માટે સાબિત થશે મહત્વપૂર્ણ

સીએસકે (Chennai Super Kings) માટે ગત સીઝન બિલકુલ સારી રહી ન હતી. ગત સિઝનમાં સીએસકેના ટીમ પ્લેઓફ સુધી પહોંચી શકી ન હતી, એવામાં આ વર્ષે સીએસકેના ફેન્સને ટીમમાં સારુ પ્રદર્શન કરવાની આશા છે.

ચેન્નઇ સુપર કિંગ્સ હશે સૌથી મજબૂત ટીમ, સુરેશ રૈના સીએસકે માટે સાબિત થશે મહત્વપૂર્ણ

નવી દિલ્હી: ઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL 2021)ની 14મી સિઝનની શરૂ થવામાં હવે વધુ સમય બાકી નથી. ટૂર્નામેન્ટની શરૂઆત 9 એપ્રિલના રોજ મુંબઇ ઇન્ડીયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. જ્યારે ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) પોતાની પહેલી મેચ 10 એપ્રિલના રોજ દિલ્હી કેપિટલ્સ વિરૂદ્ધ રમશે. સીએસકે (Chennai Super Kings) માટે ગત સીઝન બિલકુલ સારી રહી ન હતી. ગત સિઝનમાં સીએસકેના ટીમ પ્લેઓફ સુધી પહોંચી શકી ન હતી, એવામાં આ વર્ષે સીએસકેના ફેન્સને ટીમમાં સારુ પ્રદર્શન કરવાની આશા છે. પાર્થિવ પટેલે કહ્યું હતું કે આ સીઝનમાં સીએસકે ટીમ સૌથી મજબૂત ટીમમાંથી એક બનીને સામે આવે છે. 

સ્ટાર સ્પોર્ટસના શો ક્રિકેટ કનેક્ટેડમાં ખાસ વાતચિત કરતાં ભારતીય ટીમના ભૂતપૂર્વ વિકેટ કીપર પાર્થિવ પટેલે જણાવ્યુ હતું કે સીએસકે થોડીક હતાશ રહેશે કારણ કે તેમણે ચેન્નાઈ બહાર રમવુ પડવાનુ છે.

"સ્વાભાવિક છે કે સીએસકે થોડાક હતાશ હોય શકે છે કે તેમણે ચેન્નાઈ બહાર રમવુ પડી રહ્યુ છે કારણકે તેમની ટીમમાં મોઈન અલી છે, તેમની ટીમમાં કે ગોવથન પણ છે. ગયા વર્ષે સીએસકેને તકલીફ શું પડી હતી કે તેઓ બોર્ડ પર પૂરતા રન નોંધાવી શકી રહ્યા ન હતા. તે પછી ટુર્નામેન્ટના પાછલા અડધા હિસ્સાની  મેચોમાં તેમને રુતુરાજ ગાયકવાડ મળી ગયો. હવે સુરેશ રૈના તેમેની ટીમમાં આવી રહ્યો છે. 

મને લાગે છે કે તે સીએસકે (Chennai Super Kings) ના લાઈન-અપમાં એક મોટુ પરિબળ બની જશે અને આઈપીએલ ના વર્ષ દરમ્યાન તેણે શું કર્યું છે તેનો અનુભવ આપણે કર્યો છે.  તેના પાછા આવાથી તથા રુતુરાજ અને એમએસ ધોની ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણી સારી રમત રમી રહ્યા છે. 

તમે વધુ સમય સુધી તેમને ગણતરીની બહાર રાખી શકો નહી. ગયા વર્ષે તેમની સીઝન ઉદાસીન રહી હતી. તે હવે સીએસકેને શરૂઆતથી જ આગળ ધપાવવા માટે  બહાર આવશે. ( મે તેમની સાથે કેટલીક વાર વાત પણ કરી છે) આ એવી  ટીમ છે કે જેમણે સારી રમત રમી છે. તે જાણે છે કે તે પહેલી કે બીજી મેચ જીતે તે પછી તેમનું મનોબળ વધી શકે છે. આથી સીએસકે ને હકારાત્મક રીતે ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં વધુ સમય લાગશે નહીં."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news