સંતોષ અરેઠીયાનો ખુલાસો, હું ભાજપમા નથી જવાની, ભાજપવાળાએ ખોટી અફવા ફેલાવી છે
ગુજરાત કોંગ્રેસમાં રાજીનામા પડવાનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસના ગઢનો રોજ એક પત્થર પડી રહ્યો છે. ગઈકાલે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવીયા બાદ હવે રાપરના ધારાસભ્ય સંતોકબેન અરેઠીયા પણ રાજીનામુ આપે તેવી શક્યતા છે.
Trending Photos
નિધીરેશ રાવલ/ભૂજ :ગુજરાત કોંગ્રેસમાં રાજીનામા પડવાનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસના ગઢનો રોજ એક પત્થર પડી રહ્યો છે. ગઈકાલે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવીયા બાદ હવે રાપરના ધારાસભ્ય સંતોકબેન અરેઠીયા પણ રાજીનામુ આપે તેવી શક્યતા છે. ત્યારે ખુદ સંતોકબેને આ વાતને નકારી કાઢી છે.
આજે ગુજરાતમા કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાવા જઈ રહી છે, ત્યારે આજે સંતોકબેનના રાજીનામાની અફવા ચાલી રહી છે. તો આ મામલે રાપર ધારાસભ્ય સંતોકબેને ખુદ ખુલાસો કર્યો હતો કે, હું કોંગ્રેસમાં જ છું અને રહેવાની છું. આ મામલે તેમણે ભાજપવાળાઓએ ખોટી અફવા ફેલાવી હોવાનો આક્ષેપ કર્યો છે. તો બીજી તરફ, સંતોકબેન આરેઠીયાના રાજીનામાની વાત અફવા હોવાથી તેમના પતિએ કહ્યું છે. મહિલા ધારાસભ્યના પતિએ રાજીનામાની વાતને અફવા ગણાવી છે. સંતોકબેન અત્યારે કોગ્રેસની સભામા હાજર છે તેવો દાવો સંતોકબેનના પતિ ભચુ આરેઠીયાએ સ્પષ્ટતા કરી છે.
કેટલા રાજીનામા પડ્યા....
- શંકરસિંહ વાઘેલા, બળવંતસિંહ રાજપૂત
- કુવરજી બાવળિયા
- જસા બારડ
- દેવજી ફતેપરા
- રામસિંહ પરમાર
- હકુભા જાડેજા
- તેજશ્રી પટેલ
- મહેન્દ્ર સિંહ વાઘેલા
- અમિત ચોધરી
- આશા પટેલ
- જવાહર ચાવડા
- પરસોત્તમ સાબરિયા
- વલ્લભ ધારવિયા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે