Yoga Day 2021: કોરોના મહામારી દરમિયાન યોગ આશાનું કિરણ બન્યો, વિશ્વને મળશે M-Yoga એપની શક્તિ- PM મોદી

પીએમ મોદી (PM Modi) આજે સવારે વિશ્વ યોગ દિવસના અવસરે આયોજિત થનારા એક કાર્યક્રમને સંબોધન કર્યું. આ વખતે યોગ દિવસની થીમ  (Yoga Day 2021 Theme) 'Yoga For Wellness’ છે.

Yoga Day 2021: કોરોના મહામારી દરમિયાન યોગ આશાનું કિરણ બન્યો, વિશ્વને મળશે M-Yoga એપની શક્તિ- PM મોદી

નવી દિલ્હી: પીએમ મોદી (PM Modi) આજે સવારે વિશ્વ યોગ દિવસના અવસરે આયોજિત થનારા એક કાર્યક્રમને સંબોધન કર્યું. આ વખતે યોગ દિવસની થીમ  (Yoga Day 2021 Theme) 'Yoga For Wellness’ છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે 21 જૂનના રોજ આપણે સાતમો યોગ દિવસ ઉજવીશું. આ વર્ષની થીમ છે યોગા ફોર વેલનેસ. જે શારીરિક અને માનસિક વેલનેસ માટે યોગાભ્યાસ પર કેન્દ્રિત છે.

યોગ આત્મબળનું એક મોટું માધ્યમ બન્યો
વિશ્વ યોગ દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોના મહામારીના સંકટ વચ્ચે યોગ આશાની કિરણ બન્યું છે. કોરોનાકાળમાં ભલે જાહેર કાર્યક્રમનું આયોજન ન થયું હોય પરંતુ યોગ દિવસને લઈને ઉત્સાહ ઓછો થયો નથી. તેમણે કહ્યું કે જ્યારે કોરોનાના અદ્રશ્ય વાયરસે દુનિયામાં દસ્તક આપી હતી ત્યારે કોઈ પણ દશ, સાધનોથી, સામર્થ્યથી અને માનસિક અવસ્થાથી તે માટે તૈયાર નહતો. આપણે બધાએ જોયું કે આવા કપરા સમયમાં યોગ આત્મબળનું એક મોટું માધ્યમ બન્યો. 

दो वर्ष से दुनिया भर के देशो में और भारत में भले ही बड़ा सार्वजनिक कार्यक्रम आयोजित नहीं हुआ हों लेकिन योग दिवस के प्रति उत्साह कम नहीं हुआ है: PM @narendramodi #YogaDay

— PMO India (@PMOIndia) June 21, 2021

પીએમ મોદીએ કહ્યું કે દુનિયાના મોટાભાગના દેશો માટે યોગ દિવસ કોઈ તેમનું સદીઓ જૂનું સાંસ્કૃતિક પર્વ નથી. આ મુશ્કેલ ઘડીમાં આટલી પરેશાનીમાં લોકો તેને ભૂલી શકતા હતા, તેની ઉપેક્ષા કરી શકતા હતા. પરંતુ તેનાથી ઉલ્ટું લોકોમાં યોગ પ્રત્યે ઉત્સાહ વધ્યો છે. યોગથી પ્રેમ વધ્યો છે. 

ફિલિકલ હેલ્થની સાથે મેન્ટલ હેલ્થ ઉપર પણ ભાર
પીએમ મોદીએ કહ્યું કે મહાન તમિલ સંત શ્રી તિરુવલ્લુરજીએ કહ્યું છે કે જો કોઈ બીમારી હોય તો તેના મૂળ સુધી જાઓ, બીમારીનું કારણ શું છે તે જાણો, પછી તેની સારવાર શરૂ કરો. યોગ એ જ રસ્તો બતાવે છે. ભારતના ઋષિઓએ ભારતને જ્યારે પણ સ્વાસ્થ્યની વાત કરી તો તેનો અર્થ ફક્ત શારીરિક સ્વાસ્થ્ય જ નથી રહ્યો. યોગમાં ફિઝિકલ હેલ્થની સાથે સાથે મેન્ટલ હેલ્થ ઉપર પણ એટલો જ ભાર મૂકવામાં આવ્યો છે. 

યોગ બન્યું સુરક્ષા કવચ
પીએમ મોદીએ ક્હયું કે કોરોના સંકટ જેવા મુશ્કેલ સમયમાં લોકો યોગને ભૂલી શકતા હતા, પરંતુ આ દરમિયાન લોકોનો યોગ પ્રત્યે ઉત્સાહ વધ્યો છે. કોરોના વિરુદ્ધ લડતમાં યોગ પણ એક સુરક્ષાકવચ બન્યું છે. ડોક્ટરો અને દર્દીઓ બંને માટે ફાયદાકારક બન્યું છે. 

પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે ભારતે યુનાઈટેડ નેશન્સમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ રજુ કર્યો હતો ત્યારે તેની પાછળ એ જ ભાવના હતી કે આ યોગ વિજ્ઞાનનો લાભ સમગ્ર વિશ્વ માટે સુલભ થાય. આજે આ દિશામાં ભારતે યુનાઈટેડ નેશન્સ, WHO સાથે મળીને એક વધુ મહત્વપૂર્ણ પગલું  ભર્યું છે. 

इस ऐप में कॉमन योग प्रोटोकॉल के आधार पर योग प्रशिक्षण के कई विडियोज दुनिया की अलग अलग भाषाओं में उपलब्ध होंगे: PM @narendramodi #YogaDay

— PMO India (@PMOIndia) June 21, 2021

M-yoga એપની શરૂઆત, દુનિયાને થશે ફાયદો
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે યોગ ફક્ત શારીરિક શક્તિ જ નથી, પરંતુ માનસિક રીતે પણ તંદુરસ્તી આપે છે. પીએમ મોદીએ કહ્યું કે યોગ આપણને સ્ટ્રેસથી સ્ટ્રેન્થ અને નેગેટિવિટીથી ક્રિએટિવિટીનો રસ્તો દેખાડે છે. યોગ આપણને હતાશામાંથી ઉમંગ અને પ્રમાદથી પ્રસાદ સુધી લઈ જાય છે. 

પીએમ મોદીએ કહ્યું કે ભારત હવે વિશ્વ આરોગ્ય સંગોઠન સાથે મળીને M-Yoga એપની શરૂઆત કરવા જઈ રહ્યું છે. આ મોબાઈલ એપમાં યોગના અલગ અલગ આસન અને અન્ય જાણકારીઓ મળશે. જે અલગ અલગ ભાષામાં ઉપલબ્ધ થશે. પીએમ મોદીએ કહ્યું કે બધાએ સાથે લઈને ચાલનારી આ યોગ યાત્રાને આપણે આગળ વધારવાની છે. 

જુઓ Video

આ વખતે જાહેર કાર્યક્રમોનું આયોજન નહીં
દેશભરમાં અલગ અલગ સ્થળો પર થનારા કાર્યક્રમોમાં વિસ્તારની હસ્તીઓ સામેલ થશે. જો કે કોરોના પ્રોટોકોલનું ધ્યાન રાખતા એક સ્થળ પર 20 લોકો જ કાર્યક્રમમાં સામેલ થઈ શકશે. નોંધનીય છે કે કોરોનાના કારણે આ વખતે કોઈ જાહેર યોગ કાર્યક્રમ થશે નહીં. પીએમ મોદી અને અન્ય લોકોના સંબોધન બાદ સવારે યોગ કરવામાં આવશે. લોકો ઘરે રહીને જ વર્ચ્યુઅલી યોગ કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ આધ્યાત્મિક અને યોગ ગુરુઓનું સંબોધન થશે. યોગ દિવસના અવસરે ભારત સરકારનું સંસ્કૃતિ મંત્રાલય 75 ઐતિહાસિક સ્થળો પર યોગા એન ઈન્ડિયન હેરિટેજ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. જે હેઠળ સમગ્ર દેશમાં 75 સ્થળો જેમાં વિશ્ ધરોહર સ્થળ, સ્મારક, સાંસ્કૃતિક, ઐતિહાસિક સ્થળ સામેલ છે. 

ભારતની પહેલથી શરૂ થયો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
21 જૂન એટલે કે યોગ દિવસ. પહેલો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન 2015ના રોજ ઉજવવામાં આવ્યો હતો. યોગ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ સૌથી પહેલા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 27 ડિસેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પોતાના સંબોધનમાં રજુ કર્યો હતો. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રે આ અંગે એક પ્રસ્તાવ લાવીને 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની જાહેરાત કરી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news