SpiceJet નો આગામી પ્લાન, ગુજરાતમાં શરૂ કરશે સી-પ્લેનની સુવિધા

સસ્તી વિમાન સેવા પુરી પાડનાર કંપની સ્પાઇસજેટ ટૂંક સમયમાં ઉડાન-3 સ્કીમ હેઠળ 36 નવા રૂટ્સ પર વિમાન સેવા શરૂ કરશે. આ ઉપરાંત ટૂંક સમયમાં કંપની અસમ અને ગુજરાતથી સી-પ્લેનની સુવિધા પણ શરૂ કરશે. સ્પાઇસજેટ એવી પહેલી એરલાઇન બની ગઇ છે, જે રીજનલ કનેક્ટિવિટી સ્કીમ હેઠળ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઓપરેશન શરૂ કરશે. 
SpiceJet નો આગામી પ્લાન, ગુજરાતમાં શરૂ કરશે સી-પ્લેનની સુવિધા

સમીર દીક્ષિત: સસ્તી વિમાન સેવા પુરી પાડનાર કંપની સ્પાઇસજેટ ટૂંક સમયમાં ઉડાન-3 સ્કીમ હેઠળ 36 નવા રૂટ્સ પર વિમાન સેવા શરૂ કરશે. આ ઉપરાંત ટૂંક સમયમાં કંપની અસમ અને ગુજરાતથી સી-પ્લેનની સુવિધા પણ શરૂ કરશે. સ્પાઇસજેટ એવી પહેલી એરલાઇન બની ગઇ છે, જે રીજનલ કનેક્ટિવિટી સ્કીમ હેઠળ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઓપરેશન શરૂ કરશે. 

ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સની સેવા બે રૂટ્સ પર મળશે. પહેલી ગુવાહાટીથી બેંકકોગ અને બીજી, ગુવાહાટીથી ઢાકા. ઝી બિઝનેસ સાથે ખાસ વાતચીતમાં કંપનીના CMD અજય સિંહે જણાવ્યું હતું કે તેમને આશા છે કે ટૂંક સમયમાં જ સરકાર ATF ને પણ GST માં સામેલ કરશે. તેનાથી એવિશન સેક્ટરમાં મોટી રાહત મળશે. 

વિમાનોના બેડામાં થશે વિસ્તાર
સ્પાઇસજેટ પોતાના બેડા અને રૂટ્સના વિસ્તાર પર કામ કરી રહી છે. કંપનીના CMD અજય સિંહના જણાવ્યા અનુસાર કંપનીએ 200 વિમાનોનો ઓર્ડર આપ્યો છે જે 2024 સુધી આવી જશે. તેમાંથી 10 વિમાન ડિસેમ્બર 2018માં મળી ચૂક્યા છે, જ્યારે 50 નાના વિમાન ઉડાન યોજના હેઠળ ઉડાડવામાં આવશે. 

ફાયદામાં છે કંપની
CMD અજય સિંહના જણાવ્યા અનુસાર સ્પાઇસજેટ ગત 14-15 ત્રિમાસિકથી લાભમાં છે. ફક્ત ગત બે-ત્રણ ત્રિમાસિકથી જ થોડા મુશ્કેલીભર્યા રહ્યા, તેનું પણ મોટું કારણ ઓઇલના ભાવમાં ધરખમ વધારો છે. જો ઓઇલની કિંમતમાં સુધારો થાય છે તો હાલત ફરીથી સુધરી જશે. સાથે જ કંપની નવી ટેક્નોલોજી પર પણ કામ કરી રહી છે. નવા વિમાનોમાં એવી ટેક્નિક સામેલ છે જે 15-20 ટકા ઇંધણની બચત કરશે. 

ઉડાન યોજના હેઠળ 235 નવા હવાઇ માર્ગોને મંજૂરી
સરકારે ઉડાનના ત્રીજા તબક્કામાં 235 નવા હવાઇ માર્ગ શરૂ કરવાની મંજૂરી આપી છે. આ રૂટ્સ પર સ્પાઇસજેટ, ઇંડિગો, જેટ એરવેઝ, એર ઇંડિયા સહિત 11 હવાઇ યાત્રા શરૂ કરશે. યોજના હેઠળ મંત્રલાયે સ્પાઇસજેટ અને ટર્બો એવિએશનને સી-પ્લેનના પરિચાલનને પણ મંજૂરી આપી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુના અનુસાર આ નવા માર્ગો પર 69.30 લાખ સીટ ઉમેરાશે. તેમાંથી એક લાખથી વધુ સીટો સી-પ્લેન દ્વારા ઉમેરાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news