PM Kisan Scheme: કિસાનોના ખાતામાં જમા થયાં 2 હજાર રૂપિયા, તમારા ખાતાની આ રીતે તપાસ કરો કે પૈસા પહોંચ્યા કે નહીં

PM Kisan Samman Yojana 9th Installment: પ્રધાનમંત્રીએ કિસાન સન્માન નિધિનો 9 મો હપ્તો બહાર પાડ્યો છે. એટલે કે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા આવવા લાગ્યા છે.
 

PM Kisan Scheme: કિસાનોના ખાતામાં જમા થયાં 2 હજાર રૂપિયા, તમારા ખાતાની આ રીતે તપાસ કરો કે પૈસા પહોંચ્યા કે નહીં

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કિસાનો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2021નો બીજો હપ્તો જારી કરી દીધો છે. પ્રધાનમંત્રી મોદીએ ડીબીટી હેઠળ આ યોજના સાથે જોડાયેલા 9.75 કરોડથી વધુ લાભાર્થી કિસાનોને લગભગ 19 હજાર 500 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યાં છે. 

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2021 હેઠળ બીજો હપ્તો મોકલ્યા બાદ પીએમ મોદીએ દેશના ઘણા કિસાનો સાથે વાતચીત કરી. તો પીએમ મોદીએ આ દરમિયાન રાષ્ટ્રને સંબોધન કર્યુ. કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર રહ્યા હતા. 

તેવામાં તમારા માટે તે જાણવુ જરૂરી છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ટ્રાન્સફર કરવામાં આવેલા પૈસા તમારા ખાતામાં પહોંચ્યા છે કે નહીં. તેવામાં રકમ કઈ રીતે ચેક કરવી તે પ્રક્રિયા અમે તમને જણાવીશું. 

— ANI (@ANI) August 9, 2021

આ રીતે કરો ચેક
સૌથી પહેલા પાસબુક લઈને બેન્ક જાવ. 

ત્યાં પહોંચીને તમારી પાસબુક અપડેટ કરાવો. 

પાસબુક અપડેટ કરાવ્યા બાદ ખાતામાં પહોંચેલી લેટેસ્ટ રકમ ચેક કરો. 

ઓનલાઇન માધ્યમ
તો તમે ઓનલાઇન ચેક કરવા ઈચ્છો તોસૌથી પહેલા પોતાની બેન્ક એપ પર જાવ.

એપમાં લોગઇન કરો. 

લોગઇન કર્યા બાદ સ્ટેટમેન્ટ સેક્શનમાં જાવ.

ત્યાં તમને લેટેસ્ટ રકમ જોવા મળી જશે, જેનાથી તમને ખ્યાલ આવશે કે તમારા ખાતામાં પૈસા પહોંચ્યા છે કે નહીં. 

આ સિવાય પૈસા જમા થવા પર તમારા રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર ટેક્સ્ટ મેસેજ પણ આવશે કે તમારા ખાતામાં પીએમ કિસાન નિધિ યોજનાના કેટલા પૈસા જમા થયા છે. 

શું છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે કિસાનોને ત્રણ હપ્તામાં 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ હપ્તો બે-બે હજાર રૂપિયાનો હોય છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ કિસાનોના ખાતામાં આ પૈસા ટ્રાન્સફર કરે છે. આ યોજનામાં થતો ખર્ચ કેન્દ્ર સરકાર વહન કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news