Delhi પહોંચી 'ઓક્સિજન એક્સપ્રેસ', પ્રાણવાયુ માટે ટળવળતા દર્દીઓને મળશે રાહત
એક રાહતના સમાચાર એ છે કે પ્રાણવાયુ લઈને ઓક્સિજન એક્સપ્રેસ દિલ્હી પહોંચી ગઈ છે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં હાલ કોરોના વાયરસની લહેર નહીં પરંતુ સુનામી જોવા મળી રહી છે. આ મહાસંકટ વચ્ચે દિલ્હી અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં હાલ દૈનિક કેસ અને મૃત્યુનો આંકડો ચિંતા વધારી રહ્યા છે. હોસ્પિટલોમાં ઓક્સિજન સંકટ જોવા મળી રહ્યું છે. આ બધા વચ્ચે એક રાહતના સમાચાર એ છે કે પ્રાણવાયુ લઈને ઓક્સિજન એક્સપ્રેસ દિલ્હી પહોંચી ગઈ છે.
છત્તીસગઢની પહોંચી દિલ્હી
છત્તીસગઢના રાયગઢની જિંદાલ સ્ટીલ પ્લાન્ટથી ઓક્સિજનનો પૂરવઠો લઈને આ ઓક્સિજન એક્સપ્રેસ દિલ્હી કેન્ટોન્મેન્ટ પહોંચી ગઈ. આ ઓક્સિજન દિલ્હીની અલગ અલગ હોસ્પિટલોમાં તાકીદે પહોંચાડવામાં આવશે.
#WATCH | 'Oxygen Express' from Jindal Steel Plant in Raigarh of Chhattisgarh reached Delhi today. Oxygen tankers were sent to different hospitals of the national capital. #COVID19 pic.twitter.com/SIcWzj7wKQ
— ANI (@ANI) April 27, 2021
છેલ્લા 24 કલાકમાં 20 હજારથી વધુ કેસ
દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોના વાયરસના નવા 20201 કેસ નોંધાયા છે. એક જ દિવસમાં 380 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 92358 છે. જ્યારે કુલ કેસનો આંકડો 10,47,916 પર પહોંચ્યો છે. નવા કેસનો આંકડો ભલે ઓછો જોવા મળ્યો હોય પરંતુ તેની પાછળ રવિવારે થયેલા ઓછા ટેસ્ટિંગની અસર પણ હોઈ શકે છે. આમ છતાં મોતની સંખ્યા અને પોઝિટિવિટી રેટ ચિંતાજનક છે. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 35 ટકાથી વધુ રહ્યો છે. સરેરાશ 75 હજારથી વધુ ટેસ્ટ કરાય છે પરંતુ હાલ 57 હજાર ટેસ્ટ જ કરાયા છે.
દિલ્હીમાં હજુ પણ ઓક્સિજન સંકટ છે. સોમવારે રાતે દિલ્હીમાં ઓક્સિજન એક્સપ્રેસ પહોંચી જેમાં ચાર ઓક્સિજન કન્ટેનર્સ હતા. દિલ્હીની અનેક હોસ્પિટલોમાં હજુ પણ અંતિમ ઘડીએ ઓક્સિજન પહોંચે છે. બેડ્સની વાત કરીએ તો સ્થિતિ ખરાબ છે. આજે સવારે સાડા સાત વાગે દિલ્હીની હોસ્પિટલોમાં ફક્ત 12 આઈસીયુ બેડ ખાલી હતા. જ્યારે ઓક્સિજન બેડની સંખ્યા ફક્ત 1727 હતી. જો કે હાલમાં જ દિલ્હીમાં સરદાર પટેલ કોવિડ સેન્ટરની શરૂઆત થઈ છે જેમાં 500 ઓક્સિજન બેડની સુવિધા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે