14 હજાર રેમડેસિવિર લઈ જવા બિહારનું ખાસ ચાર્ટર્ડ પ્લેન ગુજરાત પહોંચ્યુ

કોરોનાના વધતા પ્રભાવ વચ્ચે બિહારમાં રેમડેસિવિર ઈન્જેક્શનની માંગ વધી રહી છે. સપ્લાયથી વધુ માંગને કારણે દવાની કાળાબજારી શરૂ થઈ ગઈ છે. આ કારણે અનેક મેડિકલ સુવિધાઓની અછત સર્જાઈ રહી છે. ત્યારે હવે ગુજરાતથી 14 હજાર વાઈલ રેમડેસિવિર ઈન્જેક્શન બિહાર મોકલવામાં આવશે. ત્યારે બિહાર સરકારનું વિશેષ ચાર્ટર્ડ પ્લેન ગુજરાતમાં ઈન્જેક્સનની ડિલીવરી લેવા આવી ગયું છે.  
14 હજાર રેમડેસિવિર લઈ જવા બિહારનું ખાસ ચાર્ટર્ડ પ્લેન ગુજરાત પહોંચ્યુ

અમિત રાજપૂત/અમદાવાદ :કોરોનાના વધતા પ્રભાવ વચ્ચે બિહારમાં રેમડેસિવિર ઈન્જેક્શનની માંગ વધી રહી છે. સપ્લાયથી વધુ માંગને કારણે દવાની કાળાબજારી શરૂ થઈ ગઈ છે. આ કારણે અનેક મેડિકલ સુવિધાઓની અછત સર્જાઈ રહી છે. ત્યારે હવે ગુજરાતથી 14 હજાર વાઈલ રેમડેસિવિર ઈન્જેક્શન બિહાર મોકલવામાં આવશે. ત્યારે બિહાર સરકારનું વિશેષ ચાર્ટર્ડ પ્લેન ગુજરાતમાં ઈન્જેક્સનની ડિલીવરી લેવા આવી ગયું છે.  

અમદાવાદ એરપોર્ટ પર બિહાર સરકારના ખાસ ચાર્ટર્ડ પ્લેનનું આગમન થઈ ચૂક્યું છે. પટનાની રેમડેસિવર ઇન્જેક્શનનો જથ્થો લેવા વિશેષ ચાર્ટર્ડ પ્લેન બિહાર સરકાર દ્વારા મોકલાયું છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે બિહારના કોરોના દર્દીઓ માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસે મદદની માંગ કરી હતી. લગભગ 14 હજાર રેમડેસિવર વાઇલ ચાર્ટર્ડ પ્લેન દ્વારા બિહાર લઈ જવાશે. 

આ પણ વાંચો : સાવધાન! અમદાવાદના નાઈટ કરફ્યૂમાં જેની પાસે સ્ટીકર હશે તે જ બહાર નીકળી શકશે

બિહાર માટે ગુજરાતથી 14 હજાર વાઈલ રેમડેસિવિર ઈન્જેક્શન જશે. આ મામલે સીએમઓ બિહારે પોતાના અધિકારિક ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને માહિતી આપી હતી. સીએમઓ બિહારે ટ્વીટમાં કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ વિશેષ વિમાન મોકલીને અમદાવાદથી 14000 રેમડેસિવિર દવા તાત્કાલિક લાવવાનો આદેશ આપ્યો છે. 

આ પણ વાંચો : ડોક્ટરની અપીલ : 2 ટકા લોકોને જ ICU ની જરૂર, 98 ટકા ઘરે રહીને સાજા થઈ શકે છે

ઝારખંડના મુખ્યમંત્રીએ પણ મદદ માંગી
ઝારખંડમાં પણ મેડિકલ સુવિધાઓની ઘટ પડી રહી છે. ત્યારે ગુજરાતની કંપનીઓને ઝારખંડ તરફથી આ માટે ઓર્ડર આપવામાં આવ્યો છે. મુખ્યમંત્ર હેમંત સોરેને પત્રમા લખ્યું કે, કોરોનાના સંકટમાંથી બહાર નીકળવા માટે તમામે સાથે મળીને કામ કરવાની જરૂર છે. ઝારખંડમાં ઓક્સિજનની જરૂરિયાત વધુ છે. તો મેડિકલ કંપનીઓ ઝારખંડમાં આપૂર્તિ વધારવા માટે હસ્તક્ષેપ કરવાનો આગ્રહ કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news