નવજોત સિંહ સિદ્ધૂએ પટિયાલા કોર્ટમાં કર્યું સરેંડર, SC એ સંભળાવી 1 વર્ષની સજા

Navjot Singh Sidhu surrenders: કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધૂની મુશ્કેલ વધતી જાય છે. વર્ષો જૂના રોડ રેઝ કેસમાં સુપ્રીમ કોર્ટે તેમને એક વર્ષની સજા ફટકારી છે. કોર્ટે તેમને આત્મસમર્પણ કરવા માટે કહ્યું હતું. સિદ્ધૂએ આજે શુક્રવારે પટીયાલા કોર્ટમાં સરેંડર કર્યું હતું. 
 

નવજોત સિંહ સિદ્ધૂએ પટિયાલા કોર્ટમાં કર્યું સરેંડર, SC એ સંભળાવી 1 વર્ષની સજા

Navjot Singh Sidhu surrenders: કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધૂની મુશ્કેલ વધતી જાય છે. વર્ષો જૂના રોડ રેઝ કેસમાં સુપ્રીમ કોર્ટે તેમને એક વર્ષની સજા ફટકારી છે. કોર્ટે તેમને આત્મસમર્પણ કરવા માટે કહ્યું હતું. સિદ્ધૂએ આજે શુક્રવારે પટીયાલા કોર્ટમાં સરેંડર કર્યું હતું. 

આ પહેલાં તેમણે રોડ રેઝ કેસમાં સરેંડર કરવા માટે સુપ્રીમ કોર્ટ પાસે સમય આપવાનો અનુરોધ કર્યો હતો. તેના પર જસ્ટિસ એ એમ ખાનવિલકરની બેંચે સુનાવણી માટે ચીફ જસ્ટિસ એન વી રમના પાસે જવા માટે કહ્યું હતું. જોકે આજે એસસીમાં ચીફ જસ્ટિસે કોઇપણ કેસની મેંશનિંગ સાંભળવાની મનાઇ કરી હતી એવામાં સિદ્ધૂની અરજી પર આજે સુનાવણે થઇ શકી નહી જેથી તેમને પટિયાલા સેશન કોર્ટમાં સરેંડર કરી દીધું. સમાચાર એજન્સી એએનઆઇના અનુસાર તે થોડીવાર પહેલાં કોર્ટમાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા. 

સજા બાદ સિદ્ધૂએ શું કહ્યું? 
સુપ્રીમ કોર્ટે ગુરૂવારે નવજોત સિંહ સિદ્ધૂને 1988 ના રોડ રેઝ કેસમાં એક વર્ષની સશ્રમ કારાવાસની સજા સંભળાવી છે. આ ઘટનામાં 65 વર્ષીય એક વ્યક્તિનું મોત થયું હતું. ટોચની કોર્ટે કહ્યું હતું કે ઓછી સજા આપવા માટે કોઇપણ પ્રકારની સહાનુભૂતિ ન્યાય પ્રમાણીને વધુ નુકસાન પહોંચાડશે અને કાનૂના પ્રભાવને લઇને જનતાના વિશ્વાસને નબળો પાડશે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પર કોંગ્રેસ નેતા સિદ્ધૂએ ટ્વીટ કર્યું હતું. 'કાનૂનનું સન્માન કરીશ.'

શું હતું મામલો?
સિદ્ધૂ અને તેમના સહયોગી રૂપિંદર સિંહ સંધૂ 27 ડિસેમ્બર 1988 ના રોજ પટિયાલામાં શેરાંવાલા ગેટ ક્રોંસિંગ પાસે એક રોડ વચ્ચે ઉભેલી જિપ્સીમાં હતા. તે સમયે ગુરનામ સિંહ અને બે અન્ય લોકો પૈસા નિકાળવા માટે બેંક જઇ રહ્યા હતા. 

જ્યારે તે ચોક પર પહોંચ્યા તો મારૂતિ કાર ચલાવી રહેલા ગુરનામ સિંહે જિપ્સીને રોડ વચ્ચે ઉભેલી જોઇ અને તેમાં સવાર સિદ્ધૂ અને સંધૂને તેને હટાવવા કહ્યું. આ બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઇ અને વાત મારામારી સુધી પહોંચી ગઇ. ગુરનામ સિંહને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા જ્યાં તેમનું મોત નિપજ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news