CAA મુદ્દે PM મોદીએ કહ્યું, કોંગ્રેસ માટે જે મુસ્લિમ, તે અમારા માટે હિંદુસ્તાની
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ લોકસભામાં બોલી રહ્યા છે. ત્યારબાદ ધન્યવાદ પ્રસ્તાવને લોકસભામાંથી મંજૂર કરવામાં આવ્યો છે. લોકસભામાં પીએમ મોદીએ કહ્યું કે આ સરકાર ઝડપથી કામ કરી રહી છે. ગતિના લીધે 37 કરોડ લોકોના બેન્ક એકાઉન્ટ ખુલ્યા, 11 કરોડ લોકોને શૌચાલય મળ્યા, 8 કરોડ પરિવારોને રસોઇ ગેસ મળ્યા.
Trending Photos
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ લોકસભામાં બોલી રહ્યા છે. ત્યારબાદ ધન્યવાદ પ્રસ્તાવને લોકસભામાંથી મંજૂર કરવામાં આવ્યો છે. લોકસભામાં પીએમ મોદીએ કહ્યું કે આ સરકાર ઝડપથી કામ કરી રહી છે. ગતિના લીધે 37 કરોડ લોકોના બેન્ક એકાઉન્ટ ખુલ્યા, 11 કરોડ લોકોને શૌચાલય મળ્યા, 8 કરોડ પરિવારોને રસોઇ ગેસ મળ્યા.
લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ બાદ લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવને પાસ કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદ સંસદના નીચલા સદન લોકસભાને એક કલાક માટે સ્થગિત કરી દેવામાં આવી છે.
CAA થી ભારતીય નાગરિકોને કોઇ ખતરો નથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને સંબોધિત કરતાં કહ્યું કે તે મોટી જવાબદારી સાથે કહેવા માંગે છે કે CAA થી હિન્દુસ્તાનના કોઇપણ નાગરિક પર કોઇપણ પ્રકારનો પ્રભાવ નહી પડે. ભલે હિન્દુ હોય કે મુસ્લિમ. તેમછતાં જેમને દેશની જનતાને નકારી કાઢી છે તે વોટ બેન્ક માટે આવું રાજકારણ કરે છે.
શું પંડિત નહેરૂ હિન્દુ રાષ્ટ્ર બનાવવા ઇચ્છતા હતા- PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પહેલા વડાપ્રધાન જવાહર લાલ નહેરૂ અને અસમના તત્કાલીન ગોપીનાથ બોરદોલાઇ વચ્ચે પત્ર વ્યવહારનો ઉલ્લેખ કરતાં કહ્યું કે પંડિતજીએ હરૂને પત્રને લખીને કહ્યું હતું કે તેમને અલ્પસંખ્યકોની રક્ષા કરવી જોઇએ. પીએમ મોદીએ કહ્યું કે પંડિત નહેરૂ પોતે પાકિસ્તાનમાં હિંદુ અલ્પસંખ્યકોની રક્ષાના પક્ષમાં હતા. પીએમએ કહ્યું કે તે કોંગ્રેસને પૂછવા માંગે છે કે શું પંડિત નહેરૂ સાંપ્રદાયિક હતા, શું તે હિંદુ રાષ્ટ્ર બનાવવા માંગે છે.
કોઇને PM બનાવવા હતા એટલા માટે હિંદુસ્તાન પર લકીર ખેંચવામાં આવ્યો-પીએમ
વડાપ્રધાને કહ્યું કે કોઇને વડાપ્રધાનમંત્રી બનવું હતું, એટલા માટે હિંદુસ્તાનમાં લકીર ખેંચવામાં આવી અને હિંદુસ્તાનના ભાગલા કરી દેવામાં આવ્યા.
ડંડા ખાવા માટે પીઠ મજબૂત કરી લઇશ: પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાહુલ ગાંધીના એક નિવેદનનો ઉલ્લેખ સંસદમાં કર્યો. રાહુલે બુધવારે એક ચુંટની રેલીમાં કહ્યું હતું કે 6 મહિના બાદ દેશના યુવાનો પીએમ મોદીને ડંડા મારશે. પીએમએ કહ્યું કે મેં નક્કી કરી લીધું કે સૂર્યનમસ્કારની સંખ્યા વધારી દઇશ. જેથી મારી પીઠને માર સહન કરવાની શક્તિ વધી જાય. પીએમ મોદીએ કહ્યું કે 20 વર્ષથી ગાળો સાંભળવાની આદત પડી ગઇ છે. રાહુલ પર પર તંજ કસતા કહ્યું કે 35 મિનિટથી બોલી રહ્યો છું પરંતુ હવે જઇને કરંટ લાગ્યો છે.
અમે મોંઘવારીને કાબૂમાં રાખી- પીએમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે મોંઘવારીને કાબૂમાં રાખી છે. તેના પર વિપક્ષના સભ્યોએ હંગામો કર્યો. તેમણે કહ્યું કે અમે નાણાકીય નુકસાનને કાબૂમાં રાખ્યો છે. મેક્રો ઇકોનોમિક સ્તર પર સ્થિરતા છે. અમે રોકાણકારોનો વિશ્વાસ વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દેશની અર્થવ્યવસ્થા મજબૂત થાય તેના માટે અમે ઘણા પગલાં ભર્યા છે.
વિપક્ષને ટીકાકાર નહી, માર્ગદર્શક માનું છું- પીએમ
વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે વિપક્ષ મને પૂછે છે કે આ કામ કેમ ન થયું, તો તેને હું ટીકાકાર સમજતો નથી, પરંતુ તેને હું માર્ગદર્શક માનુ છું. કારણ કે તમે વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તમે સમજ્યા છો કે કામ કરશે તો આ જ કરશે. પીએમ મોદીએ કહ્યું કે હું બધુ જ કરીશ, પરંતુ એક કામ નહી કરીશ, અને તે કામ છે કે હું તમારી બેરોજગારી પણ ખતમ પણ નહી કરું.
45000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં- પીએમ
વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કિસાન સન્માન યોજના હેઠળ તેમના ખાતમાં વચોટીયા વિના તેમના ખાતામાં 45000 હજાર કરોડ રૂપિયા ટ્રાંસફર કરવામાં આવ્યા. વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તે રાજ્યોના સાંસદોને સંબોધિત કર્યા, જ્યાં ખેડૂત સન્માન યોજના લાગૂ નથી. પીએમ મોદીએ કહ્યું કે આ રાજ્યોના ખેડૂતોને તેનો લાભ ન મળવો જોઇએ. તેમણે કહ્યું કે રાજકારણના લીધે ખેડૂતોને તેનો ફાયદો મળી શકતો નથી.
અહીં સ્વામી વિવેકાનંદના ખભા પર બંદૂક ચલાવવામાં આવી- પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે બુધવારે અહીં સ્વામી વિવેકાનંદના ખભા પર બંદૂક ચલાવી. તેમણે કહ્યું કે જે તેમને સમજી શકે છે એવું જ નિવેદન આપે છે. આ પહેલાં પીએમ મોદીએ કહ્યું કે આ વખતે બોડો કરારમાં તમામ હથિયાર બંદ ગ્રુપ સાથે આવ્યા છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તેમાં લખવામાં આવ્યું છે કે ત્યારબાદ બોડોની કોઇ માંગ બાકી રહી નથી. આજે નવી સવાર પણ આવી છે, નવું અજવાળુ પણ આવ્યું છે. અને તે પ્રકારશ, જ્યારે તમે તમારા ચશ્મા બદલશો ત્યારે જોવા મળશે.
નોર્થ ઇસ્ટ હવે દરવાજા પર આવીને ઉભી થઇ ગઇ છે- પીએમ
પીએમ મોદીએ કહ્યું કે નોર્થ ઇસ્ટમાં ગત પાંચ વર્ષમાં જે દિલ્હી તેમને દૂર લાગતી હતી, આજે દિલ્હી તેમના દરવાજે આવીને ઉભી રહી ગઇ છે. પીએમ મોદીએ કહ્યું કે વિજળીની વાત હોય, રેલની વાત હોઇ, એરપોર્ટની વાત હોય, મોબાઇલ કનેક્ટિવિટીની વાત હોય, આ બધુ કરવાનો અમારો પ્રયત્ન છે.
સ્પીડ પણ વધી અને સ્કેલ પણ વધ્યો
પીએમ મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જો અમે કોંગ્રેસના માર્ગે ચાલતા તો શત્રુ સંપત્તિ કાનૂન ન બન્યો હોત. ચીફ ઓફ ડિફેન્સ સ્ટોફની નિયુક્તિ ન થઇ હોત. અમે તમારા માટે નવી લીક બનાવીને ચાલીએ છીએ અને તે વિચાર લીકથી અલગ હોય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જો અમે કોંગ્રેસના માર્ગે ચાલતા તો આજે 50 વર્ષ બાદ પણ દેશને શત્રુ સંપત્તિની રાહ જોવી પડતી. 28 વર્ષ બાદ બેનામી સંપત્તિ કાનૂન લાગૂ ન થાત. ચીફ ઓફ સ્ટાફની નિયુક્તિ ન થાત. અમારી સરકાર તેજ ગતિના લીધે અમારો પ્રયત્ન છે કે સ્પીડ પણ વધે સ્કેલ પણ વધે.
પીએમ મોદીએ કહ્યું કે જે તેજ ગતિથી કામ કર્યું તેનું પરિણામ છે કે દેશની જનતાએ 5 વર્ષોમાં જોયું જોયા બાદ તે પ્રકારે કરવા માટે વધુ તાકાત સાથે અમને ફરીથી સેવા કરવાની તક મળી.
તમારા પગલે ચાલતા તો આર્ટિકલ-370 દૂર ન થાત
વડાપ્રધાને કોંગ્રેસ પર હુમલો કરતાં કહ્યું કે આ દેશમાં ફક્ત સરકાર જ બદલાતી નથી ચિંતા પણ બદલાય છે. તેમણે કહ્યું કે જો આ સરકાર પણ ગત સરકારની માફક ચાલતી તો જમ્મૂ કાશ્મીરમાંથી 370 દૂર ન થાત.
વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં કવિ સર્વેશ્વર દયાલ સક્સેનાની કેટલીક પંક્તિઓ વાંચી. પીએમએ સર્વેશવર દાયલને ઉદ્ધૂત કરતાં કહ્યું- લીક પર ચલે જિનકે ચરણ દુર્બલ ઔર હારે હૈ. અમે તો જો અમારી યાત્રા સે બને, એસે અનિર્મિત પથ હી પ્યારે હૈ.
ગાંધી અમારા માટે જીંદગી- મોદી
લોકસભામાં વડાપ્રધાનમંત્રી પોતાના વિચાર રાખી રહ્યા છે. પીએમ જ્યારે લોકસભામાં આવ્યા તો સત્તા પક્ષના સાંસદોએ જયશ્રી રામના નારા લગાવ્યા. તેના જવાબમાં વિપક્ષના સાંસદોએ મહાત્મા ગાંધીની જયના નારા લગાવ્યા. ત્યારબાદ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે આ તો ટ્રેલર છે. તેના પર પીએમ મોદીએ કહ્યં કે તમારા માટે ટ્રેલર હોઇ શકે છે, અમારા માટે જીંદગી છે.
BSNL નો અર્થ ભાઇ સાહબ નહી લગેગા
રાજ્યસભામાં સરકાર ટેલિફોન કંપની BSNL પર ચર્ચા દરમિયાન જેડીયૂ સાંસદ રામનાથ ઠાકુરે કહ્યું કે BSNL નો અર્થ થાય છે ભાઇ સાહબ નહી લગેગા. તેમણે કહ્યું કે શું સરકાર હજુ પણ સ્થિતિ બદલવાનો પ્રયત્ન કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે