MLA કમાન્ડો સુરેન્દ્રએ AAP પર લગાવ્યા પૈસા લઇને ટિકીટ આપવાનો આરોપ, પુરાવા પણ આપ્યા
દિલ્હી વિધાનસભા ચુંટણી 2020 (Delhi Assembly Election 2020)ની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે, દરરોજ નવા નવા ખુલાસા પણ થઇ રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી કેન્ટથી એમએલએ સુરેન્દ્ર સિંહ કમાન્ડોને ટિકીટ ન મળતાં હવે પોતાની જ પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચુંટણી 2020 (Delhi Assembly Election 2020)ની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે, દરરોજ નવા નવા ખુલાસા પણ થઇ રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી કેન્ટથી એમએલએ સુરેન્દ્ર સિંહ કમાન્ડોને ટિકીટ ન મળતાં હવે પોતાની જ પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા છે. કમાન્ડોએ કહ્યું કે આમ આદમી પાર્તી પૈસા લઇને ટિકીટ વેચવામાં આવે છે. કમાન્ડો સુરેન્દ્ર સિંહનું કહેવું છે કે પાર્ટીએ મારી જગ્યાએ હારેલા વ્યક્તિને પૈસા આપીને ટિકીટ આપવામાં આવી છે.
કમાન્ડોના અનુસાર તેનાથી પૈસાની માંગ કરવામાં આવી તો તેને પાર્ટીને પોતાનું ખેતર ગિરવે મુકી અને મિત્રો પાસેથી 25 લાખ રૂપિયા ઉધાર લીધા. પરંતુ પાર્ટીએ તેમની પાસે 3 થી 4 કરોડ રૂપિયાની માંગ કરી અને જ્યારે તે આટલા રૂપિયા આપી ન શક્યા તો આપે તેમની ટિકીટ કાપી દીધી.
કમાન્ડોનો આરોપ છે કે પૈસાના બદલામાં પાર્ટી દ્વારા દાનની ટિકીટ પણ આપવામાં આવી હતી. કમાન્ડોએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે તેણે પાર્ટીને કહ્યું હતું કે તેણે કહ્યું કે તેમની પાસે કરોડો રૂપિયા આપવા માટે નથી તો તેમને કહેવામાં આવ્યું કે સરકાર આવ્યા બાદ કામ કરવાના નામે કોઇને કમિટમેન્ટ કરી તેની પાસેથી પૈસા લઇને પાર્ટીને આપી અને ટિકીટ લો. પરંતુ જનતા સાથે દગો ન કરવા અને વધુ પૈસા ન આપતા તેમની ટિકીટ કાપવામાં આવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે