મિડલ ક્લાસ માટે ઘર ખરીદવું બનશે સરળ મોદી સરકાર લાવવા જઇ રહી છે મોટી યોજના

મોદી સરકારનાં કાર્યકાળ દરમિયાન પ્રોપર્ટીની કિંમતોમાં ઘટાડો થયો છે ત્યારે હવે સરકાર બીજી મોટી રાહત આપવાની તૈયારીમાં છે

મિડલ ક્લાસ માટે ઘર ખરીદવું બનશે સરળ મોદી સરકાર લાવવા જઇ રહી છે મોટી યોજના

નવી દિલ્હી : ચૂંટણીનું વર્ષ છે અને 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી અરૂણ જેટલી વચગાળાનું બજેટ રજુ કરશે. બજેટમાં મોદી સરકાર મધ્યમ વર્ગને આકર્ષવા માટે મોટી જાહેરાતો કરી શકે છે. મળતી માહિતી અનુસાર સરકારે મિડલ ક્લાસને ખુશ કરવા માટેની સંપુર્ણ તૈયારી કરી લીધી છે. 2014ની લોકસભામાં મિડલ ક્લાસે મોદી સરકારનું ભરપુર સમર્થન કર્યું હતું, જેના કારણે મોદી પુર્ણ બહુમતી સાથે ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી હતી. જો કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી ભાજપને મળેલો પરાજય ઘણો સુચક છે. જેના પગલે હવે નવેસરથી વિચારવા માટે ભાજપ મજબુર થયું છે. પોતાની વોટબેંક તેવા મધ્યમ વર્ગને આકર્ષવા માટે પહેલ કરી શકે છે. 

આ 3 રાજ્યોના પરિણામ બાદ મોદી સરકારે મધ્યમવર્ગને મનાવવા માટે વિવિધ પગલા ઉઠાવી રહી છે. સૌથી પહેલા મિડલ ક્લાસ માટે ઇનકમ ટેક્સમાં મળનારી છુટને વધારીને 3 લાખ કરવામાં આવી શકે છે. આ સાથે જ કામચલાઉ બજેટમાં પેંશન ધારકોને ટેક્સમાં વધારાની છુટ મળી શકે છે. સૌથી પહેલી ગીફ્ટ મિડલ ક્લાસનાં તે લોકોને મળી શકે છે જે પોતાનું ઘર ખરીદવા માંગે છે. સરકાર મિડલ ક્લાસને હોમ લોનનાં વ્યાજદરમાં મોટી રાહત આપવાની તૈયારીમાં છે. 

2014 લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે તમામ લોકોને ઘર આપવાનું વચન આપ્યું હતું. આ વચન પર અમલ કરતા સરકારે હોમ લોનનો રેટ ઘટાડી શકે છે. જેથી મિડલ ક્લાસનાં લોકો પોતાનું ઘર લઇ શકે. ઉલ્લેખનીય છે કે, આ જીએસટી લાગુ થયા બાદ મોદી સરકારનું બીજુ બજેટ હશે. જો મોદી સરકાર દરમિયાન પ્રોપર્ટીનાં રેટમાં ભારે ઘટાડો થયો છે. ઘર ખરીદવાનો આ યોગ્ય સમય માનવામાં આવી રહ્યો છે. એવામાં જો મિડલ ક્લાસને હોમ લોનમાં વધારાની છુટ મળે તો તેઓ વધારે સરળતાથી પોતાનું ઘર ખરીદી શકશે.

આ અગાઉ કેન્દ્રની મોદી સરકારે વર્ષ 2022 સુધી તમામ લોકો માટે આવાસનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે મધ્યમ આવક વર્ગનાં મકાન બનાવવા માટે લોનમાં વ્યાજની છુટ માર્ચ 2020 સુધી વધારવાનો નિર્ણય લીધો છે. જેના હેઠળ મધ્યમ આવક વર્ગ માટે નવા મકાન બનાવવા તથા જુનાનું પુન: નિર્માણ કરવા માટે લોન આપવામાં આવતી હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news