જયંતિ ભાનુશાળી પંચમહાભૂતમાં વિલીન, પુત્રી અગ્નિદાહ આપ્યા બાદ તરત બેભાન થઈ

કચ્છના રાજકારણમાં દિગ્ગજ નેતા ગણાતા અબડાસાના પૂર્વ ધારાસભ્ય તથા કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ જયંતિ ભાનુશાળીનું સોમવારે મોડી રાતે સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી નાખવાના બનાવે ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ મચાવી દીધી છે. 

જયંતિ ભાનુશાળી પંચમહાભૂતમાં વિલીન, પુત્રી અગ્નિદાહ આપ્યા બાદ તરત બેભાન થઈ

અમદાવાદ: કચ્છના રાજકારણમાં દિગ્ગજ નેતા ગણાતા અબડાસાના પૂર્વ ધારાસભ્ય તથા કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ જયંતિ ભાનુશાળીની સોમવારે મોડી રાતે સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી નાખવાના બનાવે ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ મચાવી દીધી છે. જયંતિ પટેલનો મૃતદેહ પરિવારજનો દ્વારા હાલ સિવિલ હોસ્પિટલથી તેમના નરોડા ખાતેના ઘરે લાવવામાં આવ્યો. અને અંતિમ દર્શન માટે રખાયો હતો અને હવે તેમના પાર્થિવ દેહને નિવાસસ્થાનેથી નરોડા સ્મશાન ગૃહ ખાતે લઈ જવાઈ હતો.  અંતિમ યાત્રામાં મોટા પાયે લોકો હાજર હતાં આર સી ફળદુ સહિત અનેક નેતાઓએ હાજરી આપી અને પરિવારને સાંત્વના પાઠવી.મૃતદેહના નરોડા સ્મશાન ગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. જયંતિ ભાનુશાળીની અંતિમ વિધિ વખતે પરિવારના સભ્યો હાજર હતાં અને તેમની પુત્રી ખુશાલીએ તેમને ભગ્નહ્રદયે મુખાગ્નિ આપી હતી. વાતાવરણ એકદમ ગમગીન બની ગયું હતું. મુખાગ્નિ આપ્યા બાદ તરત ખુશાલી બેભાન થઈ ગઈ હતી. તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. 

નરોડા સ્મશાન ગૃહ ખાતે  અંતિમ વિધિ, અપાયો અગ્નિદાહ
ભાનુશાળીના પુત્રી અને પત્ની સહિતના પરિજનો નરોડા સ્મશાન ગૃહ ખાતે હાજર છે. વાતાવરણ  ખુબ જ ગમગીન બન્યું છે. પરિવારના સભ્યો દ્વારા અંતિમ વિધિ કરવામાં આવી. જયંતિ ભાનુશાળીની પુત્રી ખુશાલીએ પાર્થિવ દેહને અગ્નિદાહ આપ્યો. પુત્રીએ મુખાગ્નિ આપતા વાતવારણ એકદમ ગમગીન બની ગયું. મુખાગ્નિ આપ્યા બાદ ખુશાલી તરત બેભાન થઈ ગઈ અને તેને સારવાર માટે ખસેડવામાં આવી. 

જયંતિ ભાનુશાળીના અંતિમ સંસ્કાર: પુત્રીએ આપ્યો મુખાગ્નિ, પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન

અંતિમ યાત્રા નિવાસ સ્થાન ખાતેથી નીકળી
પાર્થિવ દેહની અંતિમ યાત્રા નીકળી જેમાં અનેક લોકો સામેલ થયા છે. જયંતિ ભાનુશાળીના મૃતદેહના નરોડા સ્મશાનગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 

અમદાવાદના મેયર બીજલ પટેલે આપી શ્રદ્ધાંજલિ
જયંતિ ભાનુશાળીના અંતિમ દર્શન માટે અમદાવાદના મેયર બીજલ પટેલ પણ ભાનુશાળીના ઘરે પહોંચ્યા હતાં. અન્ય રાજકીય નેતાઓમાં વાસણ આહીર, અબડાસાના પૂર્વ એમએલએ તારાચંદ છેડા, એમએલએ જગદીશ પંચાલ, રમણલાલ વોરા પણ પહોંચ્યા હતાં. 

ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ આ દરમિયાન કહ્યું કે જયંતિભાઈ હાર્યા કે જીત્યા પાર્ટીના કર્મસિષ્ઠ વ્યક્તિ હતાં. તેમના આત્માને શાંતિ મળે. સીએમની સૂચના મુજબ હું અને આર સી ફળદુ અહીં આવ્યાં, પરિવારની મુલાકાત લીધી અને સાંત્વના આપી. 

અંતિમ દર્શન માટે રખાયો પાર્થિવ દેહ
જયંતિ ભાનુશાળીના મૃતદેહને લોકો અંતિમ દર્શન કરી શકે તે માટે તેમના નિવાસ સ્થાન ખાતે રખાયો. જ્યાં મોટી સંખ્યામાં લોકોએ તેમના અંતિમ દર્શન કર્યાં. અનેક રાજકીય હસ્તીઓએ પણ હાજરી આપી. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને આર સી ફળદુ સહિત અનેક રાજકીય નેતાઓએ અંતિમ દર્શન કર્યાં અને પરિવારને સાંત્વના પાઠવી.

Image may contain: 1 person, sitting

આ અગાઉ જયંતિભાઈનો પરિવાર મૃતદેહ સ્વીકારવા અંગે અસમંજસમાં હતો અને કહ્યું હતું કે સમાજના આગેવાનો અને વડીલો સાથે ચર્ચા કર્યા બાદ મૃતદેહ સ્વીકારવામાં આવશે. જો કે ત્યારબાદ હવે મૃતદેહ નરોડા ખાતેના ઘરે લાવવામાં આવ્યો છે. નરોડા પોલીસે પુરતો પોલીસ બંદોબસ્ત પણ કર્યો છે. ભાનુશાળીના નરોડા ખાતેના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં સગા સંબંધીઓ હાજર છે. છેલ્લે મળતી માહિતી મુજબ જયંતી ભાનુશાળીના પાર્થિવ દેહના સવારે 10 વાગ્યા બાદ નરોડા સ્મશાન ખાતે અંતિમ વિધિ કરવામાં આવશે. 

Image may contain: 4 people

અત્રે જણાવવાનું કે ભાજપના એક નેતાનો આરોપ બીજા નેતા છબીલ પટેલ પર લાગ્યો છે. છબીલ પટેલ સાથેના વિવાદ અને ત્યારપછી સેક્સકાંડના મામલે થોડા સમય પહેલા જ જયંતિ ભાનુશાળી ખુબ વિવાદમાં હતાં. ભાનુશાળી સોમવારે સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં એસી ફર્સ્ટ ક્લાસ કોચમાં સવાર હતાં અને ભૂજથી અમદાવાદ આવી રહ્યાં હતાં. મોડી રાતે કેટલાક અજાણ્ય શખ્સોએ તેમના પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું જેમાં એક  ગોળી આંખમાં અને બીજી છાતીમાં વાગી હતી. 

Image may contain: 5 people

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news