સંધ્યા દેવનાથન બની Meta ની નવી ઇન્ડીયા હેડ, જાણો તેના વિશે આ મોટી વાતો

Meta India: ફેસબુકની મૂળ કંપની મેટાએ સંધ્યા દેવનાથનને પોતાના ભારતીય બિઝનેસના નવા પ્રમુખ નિયુક્ત કર્યા છે. દેવનાથનને 20 વર્ષનો અનુભવ છે અને તેના લીધે તેમને આ મોટી પોસ્ટ ઓફર કરવામાં આવી છે. 

સંધ્યા દેવનાથન બની Meta ની નવી ઇન્ડીયા હેડ, જાણો તેના વિશે આ મોટી વાતો

Meta India Head: અજીત મોહનના ઇન્ડીયા હેડના રૂપમાં મેટામાંથી રાજીનામું આપ્યાના થોડા દિવસો બાદ જ, સોશિયલ મીડિયાની લીડિંગ કંપની મેટાએ સંધ્યા દેવનાથનને મેટાના ઇન્ડીયા હેડ પસંદ કર્યા છે. મેટા ફેસબુક, ઇંસ્ટાગ્રામ અને વોટ્સએપની માલિક છે. ઇન્ડીયા હેડના રૂપમાં તેમનું સ્વાગત કરતાં, મેટાના મુખ્ય બિઝનેસ ઓફિસર્સ માર્ને લેવાઇને એક નિવેદનમાં કહ્યું કે તેમને 'ભારતમાં મેટાની નિરંતર વૃદ્ધિ' ના રૂપમાં સંધ્યા દેવનાથનનું સ્વાગત કરતાં ખુશી થઇ રહી છે. 

તેમણે કહ્યું કે ''મને ભારત માટે અમારા નવા નેતાના રૂપમાં સંધ્યાનું સ્વાગત કરતાં ખુશી થઇ રહી છે. સંધ્યાના વ્યવસાયોને વધારવા, અસાધારણ અને સમાવેશી ટીમોનું નિર્માણ કરવા, ઉત્પાદનમાં ઇનોવેશન અને મજબૂત ભાગીદારી બનાવવાનો એક જૂનો ટ્રેક રેકોર્ડ છે. અમે તેમના નેતૃત્વમાં મેટાની નિરંતર વૃદ્ધિને લઇને ઉત્સાહિત છીએ.''

તમને જણાવી દઇએ કે દેવનાથન 22 વર્ષોનો અનુભવ અને બેકિંગ, પેમેન્ટ અને ટેક્નોલોજી સેક્ટરમાં કામ કરી ચૂકી છે અને એક ગ્લોબલ બિઝનેસ લીડર છે. તેમણે વર્ષ 2000 માં દિલ્હી યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી એમબીએ પુરૂ કર્યું, જેમ કે તેમના લિંક્ડઇન પ્રોફાઇલમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

આ વાતો પણ જાણવી જરૂરી
દેવનાથને કંપનીના ઉતાર-ચઢાવવાળા સમયમાં મેટાના ભારતીય બિઝનેસના પ્રમુખના રૂપમાં પદભાર ગ્રહણ કર્યો, જેને તાજેતરમાં જ 11,000 થી વધુ કર્મચારીઓ અથવા પોતાની ટીમના 13 ટકા સ્ટાફને હટાવી દીધો. તમને જણાવી દઇએ કે મેટાના પ્રમુખ માર્ક જુકરબર્ગના મેટાવર્સ પ્રોજેક્ટ પર મોંઘા દવે કંપનીની કુલ લાગતની થર્ડ ક્વાર્ટરમાં પાંચમા સ્થાને પહોંચાડી દીધી. 

તેના લીધે રોકાણકારોએ મેટાના શેરોને ડંપ કરી દીધા, તેના 20 ટકા નીચે ધકેલી દીધી અને કંપનીના બજાર મૂલ્યમાં લગભગ 67 બિલિયન ડોલરનો સફાયો કરી દીધો, જેને ત્રિમાસિક લાભમાં ચોથો સીધો ઘટાડો નોંધાયો છે. 

આ પણ વાંચો: 7 Seater Car ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 3 ગાડીના ગ્રાહકો છે દીવાના
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news