Gujarat Election 2022: 2017ની ચૂંટણીમાં 17 સીટો પર જોવા મળ્યો હતો રોમાંચક જંગ, 2 હજાર કરતા ઓછા મતે નક્કી થઈ હતી હાર-જીત
Gujarat Election 2022: દરેક ચૂંટણીમાં 1 મતની કિંમત પણ બહુમૂલ્ય હોય છે. ક્યારેક એક મત ઉમેદવારની હાર-જીત નક્કી કરતો હોય છે. ગુજરાતમાં 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 17 બેઠકો એવી હતી જ્યાં 2000 કરતા ઓછા મતે ઉમેદવારની હાર-જીત નક્કી થઈ હતી.
Trending Photos
અમદાવાદઃ ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) 2022 યોજાવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે થશે. તો બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. જ્યારે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. આ વખતે ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી મેદાનમાં છે. એટલે કે આ વખતે ત્રણેય પાર્ટીઓ વચ્ચે રોમાંચક જંગ રહેવાની સંભાવના છે.
2017ની ચૂંટણીમાં આ બેઠકો રહી હતી ચર્ચામાં
દરેક ચૂંટણીમાં 1 મતની કિંમત પણ ખુબ વધુ હોય છે. ક્યારેક એક મત ઉમેદવારની હાર-જીત નક્કી કરતો હોય છે. ગુજરાતમાં 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 અને કોંગ્રેસે 77 સીટો જીતી હતી. આ ચૂંટણીમાં કેટલીક બેઠકો પર રોમાંચક ટક્કર જોવા મળી હતી. જ્યાં ખુબ ઓછા મતે હાર-જીતનો નિર્ણય થયો હતો.
2 હજાર કરતા ઓછા મતે આ બેઠકો પર થયો હતો હાર-જીતનો નિર્ણય
ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં 17 બેઠક એવી હતી જ્યાં બે હજાર કરતા ઓછા મતે ઉમેદવારની હાર-જીતનો નિર્ણય થયો હતો. કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરીનો કપરાડા બેઠક પર સૌથી ઓછા એટલે કે માત્ર 170 મતે વિજય થયો હતો. તો ગોધરાની સીટ પર ભાજપના સીકે રાઉલજીએ 258 મતે જીત મેળવી હતી. 1000 કરતા ઓછા મતે ઉમેદવારની જીત થઈ હોય તેવી 7 બેઠકો હતો. તો ત્રણ બેઠકો એવી હતી જેમાં હાર-જીતનું અંતર 1500 કરતા ઓછું હતું. જ્યારે 7 બેઠક પર હાર-જીતનું અંતર 2000 જેટલું હતું.
2017ની ચૂંટણીમાં આ બેઠક પર હતું હાર-જીતનું સૌથી ઓછું અંતર
ક્રમ બેઠક વિજેતા માર્જીન પક્ષ
1 કપરાડા જીતુ ચૌધરી 170 કોંગ્રેસ
2 ગોધરા સી. કે. રાઉલજી 258 ભાજપ
3 ધોળકા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા 327 ભાજપ
4 માણસા સુરેશ પટેલ 524 કોંગ્રેસ
5 ડાંગ-ST મંગળ ગાવીત 768 કોંગ્રેસ
6 બોટાદ સૌરભ પટેલ 906 ભાજપ
7 દિયોદર શિવાભાઈ ભૂરિયા 972 કોંગ્રેસ
8 છોટાઉદેપુર-ST મોહનસિંહ રાઠવા 1093 કોંગ્રેસ
9 વિજાપુર રમણ પટેલ 1164 ભાજપ
10 વાંકાનેર જાવેદ પીરઝાદા 1361 કોંગ્રેસ
11 મોડાસા રાજેન્દ્ર ઠાકોર 1640 કોંગ્રેસ
12 હિંમતનગર રાજેન્દ્રસિંહ ચાવડા 1712 ભાજપ
13 તળાજા કનુભાઈ બારૈયા 1779 કોંગ્રેસ
14 પોરબંદર બાબુ બોખીરિયા 1855 ભાજપ
15 ગારિયાધાર કેશુભાઈ નાકરાણી 1876 ભાજપ
16 ઉમરેઠ ગોવિંદ પરમાર 1883 ભાજપ
17 ધાનેરા નથાભાઈ પટેલ 2093 કોંગ્રેસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે