લોકસભા 2019: પશ્ચિમ બંગાળમાં આ રણનીતિ સાથે ચૂંટણી મેદાને ઉતરશે વામદળ-કોંગ્રેસ

ઉત્તરપ્રદેશમાં સપા અને બસપાએ લોકસભા ચૂંટણી 2010 માટે આતરિક રીતે ગઠબંધન કરી લીધું છે, આ ગઠબંધનમાં બંન્ને પાર્ટીઓએ કોંગ્રેસને સ્થાન નથી આપ્યુ

લોકસભા 2019: પશ્ચિમ બંગાળમાં આ રણનીતિ સાથે ચૂંટણી મેદાને ઉતરશે વામદળ-કોંગ્રેસ

નવી દિલ્હી : આગામી લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) પહેલા વિપક્ષી દળોએ મહાગઠબંધન મુદ્દે રુપરેખા તૈયાર કરવાની ચાલુ કરી દીધી છે. જો કે મહાગઠબંધનમાં હજી પણ અનેક સમસ્યાઓ છે. આ તમામ વચ્ચે સીપીઆઇ (એમ)ના મહાસચિવ અને પૂર્વ રાજ્યસભા સાંસદ સીતારામ યેચુરીએ સોમવારે કહ્યું કે, કેન્દ્રીય સમિતીએ નિર્ણય લીધો છે કે પશ્ચિમ બંગાળની 6 લોકસભા સીટો પર  જેમાંથી 4 પર કોંગ્રેસ અને 2 પર સીપીઆઇ(એમ)નો કબ્જો છે. આ સીટો પર કોંગ્રેસ અને વામદળ વચ્ચે આંતરિક લડાઇ ન થવી જોઇએ. 
ઇમરાને આલાપ્યો કાશ્મીર રાગ: ઉકેલ લાવશે તે નોબેલ શાંતિ પુરસ્કારનો હકદાર

સીતારામ યેચુરીએ કહ્યું કે, આ 6 સીટો પર ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી)નાં ઉમેદવારને કોંગ્રેસ અને સીપીઆઇ(એમ)ના સંયુક્ત ઉમેદવારને ટક્કર આપશે.જો કે યેચુરીએ આ ફોર્મ્યુલા પર કોંગ્રેસ તરફથી હજી સુધી કોઇ જ પ્રતિક્રિયા નથી આવી. પાર્ટી સુત્રોનું કહેવું છે કે, પાર્ટી સીપીઆઇએમની આ ફોર્મ્યુલા પર પક્ષ તૈયાર છે. સુત્રો અનુસાર કોંગ્રેસ કોઇ પણ પ્રકારે 2019માં નબળી નથી પડવા માંગતી. કોંગ્રેસે પોતાની આ રણનીતિના કારણે સૌથી વધારે લોકસભા સીટોવાળા રાજ્ય ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા ગાંધી વાડ્રાને મહાસચિવ અને પૂર્વ યૂપીના પ્રભારી બનાવવામાં આવ્યા છે. 
દેશની સંપ્રભુતા માટે જરૂર પડી તો અંતિમ શ્વાસ સુધી લડી લઇશું: રાષ્ટ્રપતિ કોવિંદ

ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજવાદી પાર્ટી (બસપા)એ લોકસભા ચૂંટણી 2019 માટે આંતરિક ગઠબંધન કરી લીધું છે. આ ગઠબંધનમાં બંન્ને પાર્ટીઓએ કોંગ્રેસને સ્થાન નથી આપ્યું. ત્યાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પાર્ટી ઉત્તરપ્રદેશમાં પોતાના દમ પર જ ચૂંટણી લડશે. યુપીમાં કોંગ્રેસ પાર્ટીનો જુનો જનાધાર છે અને તે લોકો કુશાસનને ફગાવીને ફરી કોંગ્રેસની સરકાર બનાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news