1971ના યુદ્ધનો અભિનંદન હજી પણ પાકિસ્તાનની જેલમાં, પરિવારને હજી આશા

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન પાકિસ્તાનની ચંગુલમાંથી પરત ફરી ચુક્યા છે. જો કે નાગપુરમાં એક પરિવાર એવો પણ છે જે હજી સુધી પોતાના અભિનંદનની રાહ જોઇ રહ્યો છે. નાગપુરનાં ફ્લાઇટ લેફ્ટિનંટ વિજય તાંબેની વાત પણ કંઇક એવી જ છે. 1971ની ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન વિજયનું વિમાન પાકિસ્તાનમાં તુટી પડ્યું હતું. ત્યારથી તે પાકિસ્તાન યુદ્ધ દરમિયાન વિજયનું વિમાન પાકિસ્તાનમાં તુટી પડ્યું હતું. ત્યારથી તે પાકિસ્તાનનાં કબ્જામાં છે. ત્યારથી જ વિજયનો પરિવાર તેને પરત લાવવાનાં પ્રયાસો કરી રહ્યો છે. 
1971ના યુદ્ધનો અભિનંદન હજી પણ પાકિસ્તાનની જેલમાં, પરિવારને હજી આશા

નાગપુર : ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન પાકિસ્તાનની ચંગુલમાંથી પરત ફરી ચુક્યા છે. જો કે નાગપુરમાં એક પરિવાર એવો પણ છે જે હજી સુધી પોતાના અભિનંદનની રાહ જોઇ રહ્યો છે. નાગપુરનાં ફ્લાઇટ લેફ્ટિનંટ વિજય તાંબેની વાત પણ કંઇક એવી જ છે. 1971ની ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન વિજયનું વિમાન પાકિસ્તાનમાં તુટી પડ્યું હતું. ત્યારથી તે પાકિસ્તાન યુદ્ધ દરમિયાન વિજયનું વિમાન પાકિસ્તાનમાં તુટી પડ્યું હતું. ત્યારથી તે પાકિસ્તાનનાં કબ્જામાં છે. ત્યારથી જ વિજયનો પરિવાર તેને પરત લાવવાનાં પ્રયાસો કરી રહ્યો છે. 

હવે 48 વર્ષ પછી પણ વિજયનાં પરિવારને આશા છે કે તે જીવતો હશે અને તેને પરત લાવવા માટે જ તેનાં 92 વર્ષનાં કાકા પ્રયાસો કરી રહ્યા છે. પાકિસ્તાનની જેલમાં રહેલ ફ્લાઇટ લેફ્ટિનેંટ વિજય તાંબેના કાકા મધુસુદન તે જ આશા સાથે જીવીત છે કે તેમનો ભત્રીજો હજી પણ જીવે છે અને પાકિસ્તાને તેને કેદ રાખ્યા છે. ગત્ત 48 વર્ષોથી તેઓ લગભગ રોજ વિજયને પરત લાવવાનાં પ્રયાસમાં કોઇને કોઇને મળે છે. 5 ડિસેમ્બર, 1971માં પાકિસ્તાનની સાથે યુદ્ધમાં ફ્લાઇટ લેફ્ટિનેંટ વિજયનું વિમાન પાકિસ્તાનમાં તોડી પડાયું હતું. 

જો કે પ્લેન તુટી પડે તે પહેલા તેમણે પાકિસ્તાનની અનેક છાવણીઓ નષ્ટ કરી દીધી હતી. ત્યાર બાદ પાકિસ્તાન તરફતી થયેલા હુમલામાં તેમના વિમાનમાં આગ લાગી ગઇ હતી. જેના કારણે તેઓ પ્લેનમાંથી ઇજેક્ટ તો થયા પરંતુ પાકિસ્તાનમાં જ પેરાશુટ ઉતર્યું હતું. 

વિજયનાં કાકાએ જણાવ્યું કે, વિજયને યુદ્ધ કેદી બનાવવામાં આવ્યો છે. પરંતુ આટલા વર્ષોમાં 1971 યુદ્ધનાં અનેક કેદીઓ છુટી ચુક્યા છે પરંતુ વિજયને નથી છોડવામાં આવી રહ્યો. અમે દરેક શક્ય પ્રયાસો કર્યા છે જેનાથી વિજય જીવીત અને પાકિસ્તાનમાં હોવાનાં પુરાવા મળ્યા છે. જો કે વાત આગળ જ નથી વધતી. 1980 સુધી તેમનાં સમાચાર હતા. તેઓ પરત આવ્યા તેમણે તેને જોયા છે. જો કે પરરાષ્ટ્ર મંત્રાલય અને સંરક્ષણ વિભાગને વારંવાર કહેવા છતા વિજયને પરત લાવવામાં સફળતા નથી મળી.

વિજયનાં પિતા મહારાષ્ટ્ર સરકારમાં મોટા અધિકારી હતા. તેમણે સરકારી સ્તર પર મોટી કાર્યવાહી કરી. પુત્રનાં પાકિસ્તાનમાં પકડાવા અને પરત ન આવી શકે તેવા સમાચાર તેઓ સહી નહોતા શક્યા. તેઓનું અવસાન થયું હતું. 

મધુસુદન આ દાવો કરે છે કે ગત્ત અનેક વર્ષોથી તેમણે તેમનાં જે સુત્ર છે તેમણે વિજયનાં સમાચાર લેવાનો પ્રયાસ કર્યો. મધુસુદને કહ્યું કે, પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતનાં ગવર્નર જે ક્યારે ભારતમાં રહેતા હતા. તેમને સંદેશ મોકલીને વિજયની સમાચાર લેવા માટે જણઆવ્યું હતું. તેમણે પણ વિજયને જીવીત હોવાનું દેખાડ્યું હતું. જો કે પાકિસ્તાન આર્મીએ તેમને વિજયની સાથે વાત કરવા નહોતી આપી. 92 વર્ષીય મધુસુદન કહે છે કે આજે વિજયની ઉંમર 60 વર્ષ કરતા પણ વધારે હશે. જો તે જીવીત છે તો તેને પરત લાવવામાં આવે. અમે સતત વિદેશ મંત્રાલય અને સંરક્ષણ વિભાગના સંપર્કમાં છીએ.

વારંવાર જવાબ મળે છે કે  પાકિસ્તાનને ડોઝીયર મોકલ્યું છે, જો કે વિજયનો કોઇ જ સુરાગ નથી આવતો. લગ્નનું એખ વર્ષ પુર્ણ થતા પહેલા જ વિજયને યુદ્ધ પર જવું પડ્યું. તેની પત્ની દમયંતી તાંબે લગ્ન બાદ દિલ્હી આવ્યા. તેમને દિલ્હીના જેએનયુથી પોતાનો અભ્યાસ કર્યો અને પ્રોફેસર બની ગયા. ગત્ત 48 વર્ષોથી તેઓ પોતાના પતિને પરત લાવવા માટે સતત વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રીને અરજી કરી રહ્યા છે. જો કે હાથમાં આશ્વાસન સિવાય કાંઇ જ નથી મળતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news