પાંદડા જેવા આકારનું આ જીવડું તમે જોયું છે? પાંદડામાં છુપાઈને આ જંતુ લોકોને બનાવે છે ઉલ્લુ! Video થયો Viral
લોકોને વિચારવા પર મજબૂર કરી દે તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પહેલી નજરમાં તમને થશે કે આ પાંદડું છે. પણ તેને આમ ચાલતા જોઈને તમે પણ વિચારમાં પડી જશો કે, પાંદડું કેમ આવી રીતે ચાલી રહ્યું છે. ત્યારે અમે તમને જણાવી દઈએ કે, આ પાંદડું નહીં પણ જીવજંતુ છે. ધ્યાનથી જુઓ આ જીવજંતુને. જે એકદમ પાંદડા જેવા જ આકારનું છે.
- આ પાંદડું છે કે જીવજંતુ?
- પાંદડા જેવા જ આકાર રંગનું જીવજંતુ
- આ છે ફિલિયમ જાયગેન્ટિયમ
- વૃક્ષોના પાંદડામાં છુપાઈને શિકારીને બનાવે છે ઉલ્લુ
Trending Photos
નવી દિલ્લીઃ સોશિયલ મીડિયા પર અવાર નવાર અનોખા વીડિયો વાયરલ થતાં હોય છે. જેને જોઈને કોઈ પણ મંત્રમુગ્ધ થઈ જાય છે. ખાસ કરીને પશુ-પક્ષીના અનેક એવા ફની અને મજેદાર વીડિયો આપણી સામે આવે છે. જેને જોવાની મજા પડી જાય છે. ત્યારે હાલ જે અનોખું જંતુ વાયરલ થયું છે તેને જોઈને તમે પણ વિચારમાં પડી જશો.
લોકોને વિચારવા પર મજબૂર કરી દે તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પહેલી નજરમાં તમને થશે કે આ પાંદડું છે. પણ તેને આમ ચાલતા જોઈને તમે પણ વિચારમાં પડી જશો કે, પાંદડું કેમ આવી રીતે ચાલી રહ્યું છે. ત્યારે અમે તમને જણાવી દઈએ કે, આ પાંદડું નહીં પણ જીવજંતુ છે. ધ્યાનથી જુઓ આ જીવજંતુને. જે એકદમ પાંદડા જેવા જ આકારનું છે.
પાંદડા જેવા દેખાતા આ જીવનું નામ ફિલિયમ જાયગેન્ટિયમ છે. તે એકદમ કોઈ પાંદડા જેવું જ દેખાય છે. આ જીવની ખાસિયત છે કે તે વૃક્ષોના પાંદડામાં છુપાઈને સારા સારા શિકારીઓને ઉલ્લું બનાવી દે છે. કેમ કે, તે જ્યારે પાંદડાઓની વચ્ચે બેસે ત્યારે કોઈ પણ તેને ઓળખી ન શકે. તેના શરીરનો રંગ અને આકાર એકદમ લીલા પાંદડા જેવો જ છે. જેને જોઈને લોકો વિચારમાં પડી ગયા છે.
આ પહેલાં પણ એકદમ પાંદડા જેવા દેખાતા પતંગિયાનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં એક પંખી પોતાનું એવું રુપ બદલી લે છે કે જેને જોઈને તમે પણ વિચારતા થઈ જાવ. વીડિયોમાં એક સુકુ પાંદડું જમીન પર પડ્યું હોય છે. ત્યારે એક શખ્સ પાંદડાને સ્પર્શ કરે છે પણ પાંદડુ હલતું નથી અને જ્યારે શખ્સ પાંદડાને પકડીને ખેંચે છે ત્યારે અચાનક પાંદડા જેવું દેખાતું પતંગિયું તેનું રુપ બદલી લે છે.આ કોઈ જાદુ નહીં પણ સામાન્ય રીતે કેટલાક પતંગિયા પોતાની ઓળખ છુપાવવા માટે આવું કરતા હોય છે. સોશિયલ મીડિયા પર થોડા સમય પહેલાં આ પતંગિયું ખુબ વાયરલ થયું હતું. સોશિયલ મીડિયા પર આ અનોખા જીવજંતુનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે