Savings Schemes: નવા વર્ષે સરકારે આપી ભેટ, સુકન્યા સમૃદ્ધિ સહિત બચત યોજનાઓના વધાર્યા વ્યાજ દર

Government Decision on Savings Schemes: સરકારે નવા વર્ષે લોકોને મોટી ભેટ આપી છે. સુકન્યા સમૃદ્ધિ યોજના સહિત ઘણી સેવિંગ સ્કીમમાં વ્યાજદર વધારી દીધી છે. 

Savings Schemes: નવા વર્ષે સરકારે આપી ભેટ, સુકન્યા સમૃદ્ધિ સહિત બચત યોજનાઓના વધાર્યા વ્યાજ દર

Interest Rates on Savings Schemes: સરકારે નવા વર્ષમાં નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં ફેરફારની જાહેરાત કરી છે. સરકારની જાહેરાત અનુસાર, 3 વર્ષની બચત યોજના પર વ્યાજ દરમાં 0.1%નો વધારો કરવામાં આવ્યો છે. સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi scheme) પર વ્યાજ દરમાં 0.2%નો વધારો કરવામાં આવ્યો છે. હવે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં સુકન્યા સમૃદ્ધિ યોજના પર 8.2% વ્યાજ મળશે.

વિશ્વમાં વધી રહ્યું છે ભારતનું વર્ચસ્વ 
સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ અર્થતંત્રના સંદર્ભમાં ભારતનું ઉજ્જવળ પ્રદર્શન ચાલુ છે. ગયા વર્ષના 5.7 ટકાના વિકાસ દરની સરખામણીએ આ વર્ષે અર્થતંત્રના 8 ક્ષેત્રોમાં 7.8 ટકાનો વૃદ્ધિદર નોંધાયો છે. જે ભારતનો વધતો આત્મવિશ્વાસ અને તેની અર્થવ્યવસ્થાના વિસ્તરણને દર્શાવે છે.

સિમેન્ટ અને ક્રૂડ ઓઈલ સિવાય તમામમાં વધારો
શુક્રવારે જાહેર કરાયેલા અધિકૃત ડેટા અનુસાર, નવેમ્બર 2023માં આઠ કોર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના ઉત્પાદનમાં 7.8 ટકાનો વધારો થયો હતો, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 5.7 ટકાની વૃદ્ધિ સાથે હતો. આ મહિનામાં ક્રૂડ ઓઈલ અને સિમેન્ટ સિવાય તમામ ક્ષેત્રોમાં સારી ઉત્પાદન વૃદ્ધિ નોંધાઈ છે.

કોર સેક્ટરે આપ્યો સારો રિસ્પોન્સ
આ વર્ષે ઓક્ટોબરમાં મુખ્ય ક્ષેત્રો (કોલસો, ક્રૂડ ઓઈલ, નેચરલ ગેસ, રિફાઈનરી ઉત્પાદનો, ખાતર, સ્ટીલ, સિમેન્ટ અને વીજળી) ની વૃદ્ધિ 12 ટકા હતી. કોલસા અને રિફાઈનરી ઉત્પાદનોના ઉત્પાદનમાં બે આંકડામાં વૃદ્ધિ નોંધાઈ હતી. એપ્રિલ-નવેમ્બર 2023-24માં આઠ ક્ષેત્રોની ઉત્પાદન વૃદ્ધિ 8.6 ટકા હતી, જે એક વર્ષ અગાઉના સમયગાળામાં 8.1 ટકા હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news