દીકરાના ડિવોર્સના સમાચાર સાંભળી લાલુ પ્રસાદ યાદવની તબિયત વધુ બગડી

 આરજેડી સુપ્રીમો લાલુ યાદવના દીકરા તેજ પ્રતાપ યાદવે પોતાની પત્ની ઐશ્વર્યાને તલાક આપવાનો નિર્ણય લીધો છે અને તેના માટે તેમણે શુક્રવારે પટનાની સિવિલ કોર્ટમાં અરજી પણ આપી છે. તેજ પ્રતાપ યાદવના આ નિર્ણયથી તેના પિતા લાલુ યાદવને મોટો ઝાટકો લાગ્યો છે. ત્યારે વચ્ચે જ સમાચાર મળ્યા છે કે, લાલુ યાદવની તબિયત વધુ બગડી છે. 

દીકરાના ડિવોર્સના સમાચાર સાંભળી લાલુ પ્રસાદ યાદવની તબિયત વધુ બગડી

રાંચી : આરજેડી સુપ્રીમો લાલુ યાદવના દીકરા તેજ પ્રતાપ યાદવે પોતાની પત્ની ઐશ્વર્યાને તલાક આપવાનો નિર્ણય લીધો છે અને તેના માટે તેમણે શુક્રવારે પટનાની સિવિલ કોર્ટમાં અરજી પણ આપી છે. તેજ પ્રતાપ યાદવના આ નિર્ણયથી તેના પિતા લાલુ યાદવને મોટો ઝાટકો લાગ્યો છે. ત્યારે વચ્ચે જ સમાચાર મળ્યા છે કે, લાલુ યાદવની તબિયત વધુ બગડી છે. 

ઘાસચારા કૌભાંડ મામલે દોષિત આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ હાલ રિમ્સના પેઈંગ વોર્ડમાં દાખલ છે. દીકરાના તલાકના સમાચાર સાંભળીને લાલુ યાદવનું બીપી અને શુગર બંને વધી ગયું છે અને રિમ્સમાં હાલ તેઓ ડોક્ટર્સની ટીમની દેખરેખમાં છે. આજે સવારે લાલુ યાદવ સતત આરામ કરી રહ્યાં છે. 

ઉલ્લેખનીય છે કે, આજે તેજ પ્રતાપ યાદવ તેના પિતા લાલુ યાદવને મળવા માટે રાંચી જવા નીકળી ચૂક્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બંને વચ્ચે આજે રિમ્સમાં મુલાકાત થઈ શકે છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, તેજપ્રતાપના નામથી રાંચીની એક હોટલમાં ત્રણ રૂમ બૂક કરાયા છે. નિયમ અનુસાર, એક વખતે ત્રણ લોકો લાલુ યાદવ સાથે મુલાકાત કરી શકે છે અને મુલાકાત કરનારાઓનું નામ ખુદ લાલુ યાદવ નક્કી કરે છે.  

तेज प्रताप बोले, 'हां मैंने तलाक की अर्जी दी है, घुट-घुटकर जीने से कोई फायदा नहीं'

તો બીજી તરફ, લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં મચેલ ધમાસાણ બાદ પિતા-પુત્ર વચ્ચેની આજની મુલાકાત બહુ જ મહત્વની સાબિત થઈ શકે છે. લાલુ યાદવ સાથેની મુલાકાત બાદ અનેક નવી તસવીરો સામે આવી શકે છે. તો, તેજપ્રતાપ યાદવે પણ આજે મીડિયા સાથે વાતચીત કરી અને ડિવોર્સ વિશે નિવેદન આપતા કહ્યું કે, હું સંકોચાયેલા મનથી જીવી રહ્યો હતો, આવી રીતે જીવવાનો કોઈ ફાયદો નથી. અમે ન્યાયની લડાઈ લડી રહ્યાં છે.

સાથે જ તેમણે કહ્યું કે, આવી રીતે જીવવા કરતા તો સારું છે કે અમારા રસ્તા અલગ થઈ જાય. ઉલ્લેખનીય છે કે, લાલુ યાદવના દીકરા તેજપ્રતાપ યાદવ અને ચંદ્રિકા રાયની દીકરી ઐશ્વર્યાના લગ્ન 5 મહિના પહેલા પટનામાં થયા હતા. 12 મેના રોજ પટનામાં ધામધૂમથી લગ્ન લેવાયા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news