એક્શનથી ભરપૂર છે 2.0 Trailer, બાહુબલીનો પણ રેકોર્ડ તોડશે રજનીકાંત-અક્ષયની આ ફિલ્મ

આ ફિલ્મને દેશભરની 7000 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવશે. જે રીતે આ ફિલ્મની ચર્ચા ચાલે છે, તે જોતા તે ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની શકે છે અને બાહુબલી-2ની કમાણીનો રેકોર્ડ તોડી શકે છે. 
 

એક્શનથી ભરપૂર છે 2.0 Trailer, બાહુબલીનો પણ રેકોર્ડ તોડશે રજનીકાંત-અક્ષયની આ ફિલ્મ

નવી દિલ્હી : સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના સુપરસ્ટાર રજનીકાંત અને બોલિવુડના મિસ્ટર ફીટ અક્ષય કુમાર પહેલીવાર સ્ક્રીન પર સાથે નજર આવશે. દર્શકો લાંબા સમયથી તેમની આ ફિલ્મની રાહ જોઈને બેસ્યા હાત. આખરે અક્ષય અને રજનીકાંતની બહુપ્રતીક્ષિત ફિલ્મ 2.0નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. રજનીકાંતની સુપરહીટ ફિલ્મ રોબોટની આ સિક્વલમાં એકવાર ફરીથી ચિટ્ટી રોબોટના અવતારમાં રજનીકાંત દેખાઈ રહ્યાં છે. જ્યારે કે, પહેલીવાર આ ફિલ્માં અક્ષય કુમાર નજર આવશે. અક્ષયની આ ફિલ્મમાં વિલનના રૂપમાં દેખાશે. 

ટ્રેલરમાં અક્ષય કુમાર ધમાકેદાર અંદાજમાં દેખાઈ રહ્યો છે. આ ફિલ્મ સાયન્સ ફિક્શન છે અને તેના સીન્સમાં તમને એવો જ અંદાજ જોવા મળશે. ટ્રેલરમાં જબરદસ્ત વીએફએક્સ જોવા મળી રહ્યું છે. દેશભરમાં અચાનક બધાના મોબાઈલ ફોન અચાનક ઉડીને ગાયબ થઈ જાય છે. આ મુસીબથી બચાવવા આવે છે ચિટ્ટી રોબોટ, જે ચિટ્ટીનું નવુ વર્ઝન છે. 

આ ફિલ્મને એસ.શંકરે નિર્દેશિત કરી છે. તે સાયન્સ-ફિક્શન થ્રિલર ફિલ્મ 2010માં આવેલી એથિરનની સિક્વલ છે. એથિરનને હિન્દીમાં રોબોટના નામથી રિલીઝ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 2.0 અક્ષયની પહેલી તમિલ ફિલ્મ છે. ફિલ્મના ગીતોને એ.આર રહેમાને કમ્પોઝ કર્યા છે. 2.0ના હિન્દી વર્ઝનનું ડિસ્ટ્રીબ્યુશન કરણ જોહરની ધર્મા પ્રોડક્શન કરી રહી છે. તો તમિલ વર્ઝનનું ડિસ્ટ્રીબ્યુશન લાયક પ્રોડક્શન પાસે છે. 

બાહુબલીનો રેકોર્ડ તૂટશે 
2.0ને ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ માનવામાં આવી રહી છે. ફિલ્મનું અંદાજિત બજેટ 543 કરોડ છે. આ ફિલ્મને દેશભરની 7000 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવશે. જે રીતે આ ફિલ્મની ચર્ચા ચાલે છે, તે જોતા તે ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની શકે છે અને બાહુબલી-2ની કમાણીનો રેકોર્ડ તોડી શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news