કાશ્મીર: ગાંદરબલમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી, એન્કાઉન્ટરમાં 3 આતંકીઓનો ખાતમો
આતંકવાદ (Terrorism) વિરુદ્ધની લડતમાં ભારતીય સુરક્ષાદળો (Indian Security Forces)ને આજે મોટી સફળતા મળી છે. મધ્ય કાશ્મીર (Kashmir)ના ગાંદરબલમાં સુરક્ષાદળોએ અથડામણ દરમિયાન 3 આતંકીઓને ઠાર કર્યાં.
Trending Photos
નવી દિલ્હી/શ્રીનગર: આતંકવાદ (Terrorism) વિરુદ્ધની લડતમાં ભારતીય સુરક્ષાદળો (Indian Security Forces)ને આજે મોટી સફળતા મળી છે. મધ્ય કાશ્મીર (Kashmir)ના ગાંદરબલમાં સુરક્ષાદળોએ અથડામણ દરમિયાન 3 આતંકીઓને ઠાર કર્યાં. આ અથડામણ નારાનાગ વિસ્તારના જંગલોમાં થઈ. જ્યાં સુરક્ષાદળોએ 3 આતંકીઓનો સફાયો કરવામાં સફળતા મેળવી.
મળતી માહિતી મુજબ ત્રણેય આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં ગોળા બારૂદ મળી આવ્યો છે. કહેવાય છે કે આ ત્રણ આતંકીઓ વિદેશી હતાં. જો કે સુરક્ષાદળો હજુ પણ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહી છે.
જુઓ VIDEO
ઉલ્લેખનીય છે કે આજે સવારે જ ડોડાના બટોત વિસ્તારમાં સેનાના કાફલા પર આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. આ ઘટના બાદ સુરક્ષાદળોએ આતંકીઓની શોધ માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકી હુમલા બાદ ડોડામાં સુરક્ષા ચુસ્ત બનાવવામાં આવી હતી અને આતંકીઓની શોધ કરાઈ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે