રોહિત શર્માની ઓપનર તરીકે ખરાબ શરૂઆત, આફ્રિકા સામે શૂન્ય રને થયો આઉટ


Rohit Sharma: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચમાં રોહિત શર્મા માત્ર બે બોલ રમીને આઉટ થઈ ગયો હતો. 


 

રોહિત શર્માની ઓપનર તરીકે ખરાબ શરૂઆત, આફ્રિકા સામે શૂન્ય રને થયો આઉટ

નવી દિલ્હીઃ ભારતીય ટીમના (Indian cricket team) વિસ્ફોટક ઓપનર રોહિત શર્માની  (Rohit Sharma) ટેસ્ટમાં ઓપનર તરીકે ખરાબ શરૂઆત થઈ છે. સાઉથ આફ્રિકા વિરુદ્ધ પ્રેક્ટિસ મેચમાં ઓપનિંગ કરવા આવેલ રોહિત શૂન્ય રને આઉટ થયો હતો. માત્ર બે બોલનો સામનો કર્યા બાદ તેણે વર્નોન ફિલાન્ડરના બોલ પર આઉટ થઈને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. 

બર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન અને સાઉથ આફ્રિકા વિરુદ્ધ (Board President XI vs South Africa) ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ રમાઇ રહી છે. આફ્રિકાની ટીમે મેચના ત્રીજા દિવસે પોતાની ઈનિંગ 6 વિકેટ પર 279 રન બનાવી ડિકલેટ કરી હતી. રોહિત આ મેચમાં પ્રેસિડેન્ટ ઇલેવનની આગેવાની કરી રહ્યો છે. 

વિજયનગરમમાં આફ્રિકા વિરુદ્ધ ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચમાં રોહિતની બેટિંગ પર તમામની નજર હતી. આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝની શરૂઆત પહેલા આ રોહિત માટે અભ્યાસ કરવાની સારી તક હતી. આ મેચમાં રોહિત માત્ર બે બોલ ટકી શક્યો હતો. ફિલાન્ડરની ઓવરમાં રોહિત હેનરીક ક્લાસેનને કેચ આપી બેઠો હતો. 

આ પ્રથમ વખત છે જ્યારે રોહિત શર્માને કોઈ ટેસ્ટ સિરીઝ માટે ઓપનર તરીકે સામેલ કરવામાં આવ્યો છે. રોહિત 2 ઓક્ટોબરથી આફ્રિકા વિરુદ્ધ શરૂ થઈ રહેલી ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝમાં ઓપનિંગ કરવાનો છે. તે આ પહેલા ટેસ્ટમાં મોટા ભાગે નંબર-6 પર બેટિંગ કરતો હતો. 

સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ 2થી 6 ઓક્ટોબર વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાવાની છે. બીજો મુકાબલો 10થી 14 ઓક્ટોબર વચ્ચે પુણેમાં રમાશે. તો અંતિમ મેચ રાંચીમાં 19થી 23 ઓક્ટોબર વચ્ચે રમાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news