કરતારપુર સાહિબ કોરિડોરઃ 'હિન્દુસ્તાન જીવે, મેરા યાર ઈમરાન જીવે'- સિદ્ધુની વાણી

સિદ્ધુએ જણાવ્યું હતું કે તેઓ પંજાબ મેલ દ્વારા ટ્રેન માર્ગે લાહોર ગયા હતા. મને આશા છે કે, આ યાત્રા પેશાવર અને અફઘાનિસ્તાન સુધી પુરી થશે, આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી હસિમરત કૌર બાદલ પણ હાજર રહ્યાં હતાં 

કરતારપુર સાહિબ કોરિડોરઃ 'હિન્દુસ્તાન જીવે, મેરા યાર ઈમરાન જીવે'- સિદ્ધુની વાણી

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં બુધવારે કરતારપુર સાહિબ કોરિડોરની આધારશિલા મુકવામાં આવી. પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન દ્વારા આ કોરિડોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભારત તરફથી કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર અને હરદીપ પુરી ઉપરાંત પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં હાજર રહેલા પંજાબ સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ જણાવ્યું કે, 'હિન્દુસ્તાન જીવે, પાકિસ્તાન જીવે. મેરા યાર ઈમરાન જીવે.' તેમણે જણાવ્યું કે, હું કોઈનાથી ડરતો નથી. સિદ્ધુએ જણાવ્યું કે, દરેકે પોતાની વિચારધારા બદલવી પડશે. તો જ શાંતિ સ્થપાશે. 

સિદ્ધુએ વધુમાં જણાવ્યું કે, લોહીની હોળીઓ હવે બહુ થઈ, મૈત્રીનો સંદેશો આગળ વધવો જોઈએ. અત્યાર સુધી ઘણું બધું નુકસાન વેઠી ચૂક્યા છીએ. સમાચાર એજન્સી ANI અનુસાર, સિદ્ધુએ જણાવ્યું કે, તેઓ પંજાબ મેલ ટ્રેન દ્વારા લાહોર ગયા હતા. મને આશા છે કે આ યાત્રા પેશાવર અને અફઘાનિસ્તાન સુધી પુરી થશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદ પણ હાજર રહ્યા હતા. 

સિદ્ધુએ આશા વ્યક્ત કરી કે, કરતાપુર કોરિડોરથી બંને દેશ વચ્ચેનો સંપર્ગ વધશે અને અંતર ઘટશે. તેમણે ઈમરાન ખાનની પ્રશંસા કરતા જણાવ્યું કે, જ્યારે પણ કરતારપુર કોરિડોરનો ઈતિહાસ લખાશે તો ઇમરાન ખાનનું નામ પ્રથમ પેજ ઉપર લઘવામાં આવશે. તેમણે જણાવ્યું કે, ભાગલા દરમિયાન બે પંજાબ તુટી ગયા હતા, આજે ઈમરાન જેવી કોઈ ચાવી આવવી જોઈએ કે જેની મદદથી તેમને જોડી શકાય. 

પાકિસ્તાને ફરી દેખાડ્યો આતંકી ચહેરો
એક તરફ પાકિસ્તાને કરતારપુર કોરિડોરનો પાયો નાખ્યો તો બીજી તરફ પોતાનો આતંકી ચહેરો પણ દેખાડતાં ખચકાયો નહીં. આ કાર્યક્રમમાં ખાલિસ્તાની સમર્થક ગોપાલ ચાવલા પણ હાજર રહ્યો હતો તે પાકિસ્તાની સેના પ્રમુખ કમર બાજવાને મળતો દેખાયો હતો. 

કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર પહોંચ્યા 


આ અગાઉ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર અને હરદીપ પુરી બુધવારે અટારી-વાઘા સંયુક્ત ચેકપોસ્ટ દ્વારા કરતાપુર કોરિડોર સમારોહ માટે પાકિસ્તાન ગયા હતા અને આ ઘટનાને તેમણે 'ઐતિહાસિક પગલું' જણાવી હતી. બંનેએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારોહમાં બોલતાં હરસિમરત કૌરે ભાવુક થઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે, જ્યારે બર્લિનની મોટી દિવાલ તુટી ગઈ તો ભારત અને પાકિસ્તાન પણ કરતારપુર કોરિડોર મારફતે એક થઈ શકે છે. બાબા નાનકના નામે આ એક નવી શરૂઆત થઈ શકે છે જેમણે કહ્યું હતું કે, 'ના કોઈ હિન્દુ, ના કોઈ મુસલમાન, લેકિન એક ઓમકાર'.

અમે ભારત સાથે નાગરિકમૈત્રી ઈચ્છીએ છીએઃ ઈમરાન ખાન
આ અગાઉ કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન કરતાં પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને જણાવ્યું કે, "અમે ભારત સાથે નાગરિક મૈત્રી ઈચ્છીએ છીએ. બંને દેશ વચ્ચે કાશ્મીર જ એક મુદ્દો છે. જો શક્તિશાળી અને સમર્થ નેતૃત્વ ભેગા બેસીને આ મુદ્દાનું સમાધાન શોધી શકે છે. જરા કલ્પના કરો તેના થકી આપણે કેટલા મજબૂત થઈ શકીએ છીએ." ઇમરાન ખાને સિદ્ધુ અંગે જણાવ્યું કે, "મારા શપથગ્રહણ સમારોહમાં હાજર રહેલા નવજોત સિંહ સિદ્ધુની હાજરીના મુદ્દે ભારતમાં વિવાદ થયો છે. મને એ નથી સમજાતું કે શા માટે તેમની ટીકા કરવામાં આવી છે. તેઓ તો શાંતિ અને ભાઈચારીની વાત કરી રહ્યા છે. જો તે પાકિસ્તાનના પંજાબમાં ચૂંટણી લડે તો પણ તેઓ જીતી જાય એવા છે." 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news