VIDEO: રિકી પોન્ટિંગે જણાવ્યું, એડિલેડમાં આ બોલરોને સામેલ કરે વિરાટ કોહલી
VIDEO: રિકી પોન્ટિંગે જણાવ્યું, એડિલેડમાં આ બોલરોને સામેલ કરે વિરાટ કોહલી
Trending Photos
એડિલેડઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ કેપ્ટન રિકી પોન્ટિંગે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં 6 ડિસેમ્બરથી શરૂ થનારા પ્રથમ ટેસ્ટ મેચ માટે પોતાના બોલર પસંદ કર્યા છે. પોન્ટિંગ જે ભારતીય બોલરોને પસંદ કર્યા છે તેમાં ચોંકવનારુ નામ કુલદીપ યાદવનું છે. તેણે રવિચંદ્રન અશ્વિનની જગ્યાએ કુલદીપને રમાડવાનું મહત્વ આપ્યું છે.
પોન્ટિંગ પ્રમાણે ઓસ્ટ્રેલિયન પરિસ્થિતિમાં તે કાંડાના સ્પિનરોની સાથે જશે અને તેથી પ્રથમ ટેસ્ટ મેચમાં અશ્વિનની જગ્યા બનશે નહીં. ક્રિકેટ ડોટ કોમ ડોટ એયૂ સાથે વાતચીતમાં પોન્ટિંગે કર્યું કે, હું કુલદીપની સાથે જઈશ. મને ખ્યાલ છે કે અશ્વિન એક બોલર તરીકે શું કરી શકે છે, તે ખૂબ ઓછા રન આપવામાં સક્ષમ છે પરંતુ ઓસ્ટ્રેલિયાની પરિસ્થિતિમાં તે કેટલી વિકેટ ઝડપી શકશે તે કહેવું મુશ્કેલ છે. ખાસ કરીને એડિલેડ અને ત્યારબાદ પર્થમાં જવું. અહીં હું લેગ સ્પિનરને રમાડીશ.
પોન્ટિંગે જે ભારતીય ફાસ્ટ બોલરને પસંદ કર્યાં છે તેમાં ભુવનેશ્વર કુમા, ઉમેશ યાદવ અને મોહમ્મદ શમીનું નામ સામેલ છે. તેમણે ઈશાંત શર્મા અને જસપ્રીત બુમરાહને સામેલ કર્યા નથી. પોન્ટિંગે કહ્યું, શમી રિવર્સ સ્વિંગ સારી કરાવે છે અને ભુવનેશ્વર કુમાર નવા બોલની સાથે શાનદાર બોલિંગ કરે છે અને તેથી મેં તેમને પસંદ કર્યા છે.
Cricket legend Ricky Ponting selects his Aussie XI - and India bowling attack - for the first Test@GilletteAU | #AUSvIND pic.twitter.com/9sYAeprEKH
— cricket.com.au (@cricketcomau) November 27, 2018
ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચોની ટેસ્ટ સિરીઝનો પ્રથમ મેચ 6 ડિસેમ્બરે એડિલેડમાં રમાશે. આ પહેલા 3 મેચોની ટી20 સિરીઝ 1-1થી બરોબર રહી હતી. ભારતીય ટીમ આ વખતે ઓસ્ટ્રેલિયામાં જરૂર ટેસ્ટ સિરીઝ જીતવા ઈચ્છશે અને તે માટે તમામ ખેલાડીઓ તૈયાર છે. હવે જોવાનું છે કે પ્રથમ ટેસ્ટ મેચ માટે અંતિમ ઈલેવનમાં ક્યા ક્યા ખેલાડીઓને સ્થાન મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે