કર્ણાટકામાં કોંગ્રેસી ધારાસભ્યો વચ્ચે મારામારી, MLA આનંદ સિંહ થયા ઇજાગ્રસ્ત: સૂત્ર
કોંગ્રેસ ધારાસભ્ય આનંદ સિંહને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ મીડિયામાં સૂત્રોના હવાલે મારામારીના સમાચાર સામે આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બેંગલુરૂના ઈગલટન રિસોર્ટમાં રાખવામાં આવ્યા કોંગ્રેસના ધારાસભ્યની વચ્ચે મારામારી થઇ હતી.
Trending Photos
બેંગલુરૂ: કર્ણાટકામાં વર્તમાન રાજકીય ઉથલપાથલની વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યની વચ્ચે મારામારીના સમાચાર મળી રહ્યાં છે. કોંગ્રેસ ધારાસભ્ય આનંદ સિંહને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ મીડિયામાં સૂત્રોના હવાલે મારામારીના સમાચાર સામે આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બેંગલુરૂના ઈગલટન રિસોર્ટમાં રાખવામાં આવ્યા કોંગ્રેસના ધારાસભ્યની વચ્ચે મારામારી થઇ હતી. તે દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય આનંદ સિંહ ઇજાગ્રસ્ત થયા છે. સ્થાનીક મીડિયાના જણાવ્યા અનુસાર બેંગલુરૂના રિસોર્ટમાં જેએન ગણેશે આનંદ સિંહના માથા પર બોટલ મારી હતી. જો કે, કોંગ્રેસે આ સમાચારોને નકાર્યા છે. કોંગ્રેસ નેતા ડી.કે સુરેશે કહ્યું કે ધારાસભ્ય આનંદ સિંહ અને જે.એન ગણેશ વચ્ચે મારામારી થઇ નથી. તેમણે કહ્યું કે આનંદ સિંહને છાતીમાં દર્દની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.
ત્યારે, કર્નાટકમાં કોંગ્રેસે તેમની વિધાનસભા પક્ષની બેઠકમાં ગેરહાજર રહેનાર ચાર ધારાસભ્યોને રવિવારે નોટિસ આપી તેમને સ્પષ્ટતા માટે પૂછવામાં આવ્યું છે કે એન્ટિ-ડિફેન્સ કાયદો હેઠળ તેમની સામે પગલાં લેવાય નહીં. કોંગ્રેસ સૂત્રોએ જણાવ્યું કે જે લોકોને નોટિસ મોકલવામાં આવી છે તેમાં રમેશ જારકીહોલી, બી નાગેન્દ્ર, ઉમેશ જાધવ અને મહેશ કુમાકાહલ્લી છે. જારકીહોલીને હાલમાં જ મંત્રીમંડળ ફેરબદલમાં મંત્રી પદથી હટાવ્યા હતા અને તેઓ તેને લઇને અત્યંત નાખુશ હતા.
ચારેય ધારાસભ્યને શુક્રવારે કોંગ્રેસ વિધાનસભા પક્ષ (સીએલપી)ની બેઠકમાં સામેલ નહીં થવાથી પાર્ટીમાં દરરા સામે આવી છે. રાજ્યમાં જેડીએસની સાથે પાર્ટીની ગઠબંધન સરકારને હટાવવા માટે ભાજપના કથિત પ્રયત્ન સામે શક્તિ પ્રદર્શન કરવા પર આ બેઠક બોલાવવામાં આવી હતી.
આ ચારેય ધારાસભ્યોની ગેરહાજરીથી સાત મહીના જૂની કોંગ્રેસ-જેડીએસ સરકાર પર અત્યારે કોઇ ખતરો નથી પરંતુ સાથે જ આ સંકેત આપવામાં આવ્યો કે કોંગ્રેસમાં બધું સારું નથી અને તેઓ અત્યારે પણ અસંતોષનો સામનો કરી રહ્યાં છે.
કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેત સિદ્ધરમૈયાએ જારકીહોલીથી તે મીડિયા રિપોર્ટ્સ પર સ્પષ્ટીકરણ માગ્યું છે કે તેઓ ભાજપમાં સામેલ થઇ રહ્યા છે અને સાથે જ દિલ્હી તથા મુંબઇમાં ભગવા પાર્ટીના નેતાઓ સાથ મુલાકાતને લઇને તેમનું સ્પષ્ટીકરણ માગ્યું છે.
તેને પુછવામાં આવ્યું કે, તેમણે આ સમાચારોને નકારવા માટે હજુ સુધી કોઇ નિવેદન આપ્યું નથી. સિદ્ધરમૈયાએ કહ્યું કે, તમારા વ્યવહારથી લાગી રહ્યું છે કે તમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સદસ્યતા સ્વેચ્છાથી છોડી દેશે. તમે કોંગ્રેસના ચૂંટણી ચિન્હ પર ધારાસભ્ય ચૂંટાયા છે અને બંધારણ હેઠળ, પક્ષ સભ્યપદ છોડી શકતા નથી.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે