ચકચારી બીટોકોઇન કૌભાંડ: ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને મળ્યા જામીન
કરોડો રૂપિયાના બીટકોઈન કૌભાંડમાં સંડોવાયેલા ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાને કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે. છેલ્લા કેટલાક સમયથી નલિન કોટડિયાની માતા બિમાર હોવાથી તેમની સારવાર માટે તેમણે કોર્ટ સમક્ષ જામીન માંગ્યા હતા. અને કોર્ટે તેમને વચગાળના જામીન આપ્યા છે.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ: કરોડો રૂપિયાના બીટકોઈન કૌભાંડમાં સંડોવાયેલા ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાને કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે. છેલ્લા કેટલાક સમયથી નલિન કોટડિયાની માતા બિમાર હોવાથી તેમની સારવાર માટે તેમણે કોર્ટ સમક્ષ જામીન માંગ્યા હતા. અને કોર્ટે તેમને વચગાળના જામીન આપ્યા છે.
મહત્વનું છે, કે ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા હાલમાં કરોડો રૂપિયાના બીટકોઈન તોડ મામલે જેલમાં હતા, આ સમયે તેમણે બીમાર માતાની સારવાર માટે કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેને લઈ આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં કોર્ટે નલિન કોટડીયાના જામીન મંજૂર કર્યા છે.
અમદાવાદ: મહિલાઓ અને પોલીસ વચ્ચે જાહેરમાં થઇ મારામારી, વીડિયો વાયરલ
ઉલ્લેખનીય છે, કે ગુજરાતમાં ચકચારી બનેલા બીટકોઈન તોડ મામલે સીબીઆઇ દ્વારા ધારીના નલિન કોટડિયાની ધરપકડ કરવામાં આવી હતી. હતી કે નલીન કોટડીયા મહારાષ્ટ્રના ધૂલિયા પાસે અંતરિયાળ વિસ્તારમાં છે. આ માહિતીને આધારે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર કિરણ ચૌધરી અને જે એમ ચાવડાને મહારાષ્ટ્ર રવાના કરવામાં આવ્યા હતા. શનિવારની મોડી રાતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચોક્કસ સ્થળે દરોડો પાડતા નલીન કોટડીયા ઉંધતા ઝડપ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે