Karnataka Election result 2023: કોંગ્રેસે જીત્યો કર્ણાટકનો કિલ્લો, બોમ્માઇ સરકારના 12 મંત્રી હાર્યા

Karnataka Assembly Election Results: ટ્રેન્ડમાં કોંગ્રેસને બહુમતી મળતી જોવા મળી રહી છે. પાર્ટી 130થી વધુ સીટો પર આગળ છે. જ્યારે ભાજપ 63 સીટો પર આગળ છે. જ્યારે જેડીએસ ત્રીજા નંબર પર છે. કોંગ્રેસે બેંગલુરુની 5 સ્ટાર હિલ્ટન હોટલમાં 50 રૂમ બુક કરાવ્યા છે. વિજેતા ધારાસભ્યોને રાત્રે 8 વાગ્યા સુધીમાં હોટલ પહોંચી જવા માટે કહેવામાં આવ્યું છે. આવતીકાલે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક મળશે.

Karnataka Election result 2023: કોંગ્રેસે જીત્યો કર્ણાટકનો કિલ્લો, બોમ્માઇ સરકારના 12 મંત્રી હાર્યા

Karnataka Election Result 2023: કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. ટ્રેન્ડમાં કોંગ્રેસને બહુમતી મળતી જોવા મળી રહી છે. પાર્ટી 130થી વધુ સીટો પર આગળ છે. જ્યારે ભાજપ 63 સીટો પર આગળ છે. જ્યારે જેડીએસ ત્રીજા નંબર પર છે. કોંગ્રેસે બેંગલુરુની 5 સ્ટાર હિલ્ટન હોટલમાં 50 રૂમ બુક કરાવ્યા છે. વિજેતા ધારાસભ્યોને રાત્રે 8 વાગ્યા સુધીમાં હોટલ પહોંચી જવા માટે કહેવામાં આવ્યું છે. આવતીકાલે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક મળશે.

કર્ણાટકમાં કયા મુદ્દે કર્યો કમાલ, કયા મુદ્દે થયા ફેલ; કોંગ્રેસને મળ્યો બહુમત
Karnataka : કોંગ્રેસ સામે ભાજપે સ્વિકારી હાર! જાણો સીએમ બસવરાજ બોમ્મઇએ શું કહ્યું
કર્ણાટકમાં બહુમત નહીં મળે તો પણ હાર નહીં માને ભાજપ, સરકાર બનાવવા માટેનો આ છે પ્લાન
કોંગ્રેસની બઢત 30થી વધુ! ભાજપના 6 દમદાર મંત્રી પાછળ, પાર્ટીને લાગ્યો મોટો ઝટકો

10 મેના રોજ કર્ણાટકમાં 224 સીટો પર મતદાન થયું હતું.  કોંગ્રેસને સંપૂર્ણ બહુમતી મળવાની અપેક્ષા હતી, જે હવે સાચી સાબિત થઈ રહી છે.

સીએમ બસવરાજ બોમાઈએ કહ્યું- આંતરિક લડાઈ અને અન્ય કારણોસર હાર્યા
કર્ણાટક ચૂંટણીમાં હાર બાદ સીએમ બસવરાજ બોમ્માઇનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે હું પાર્ટીની હારની જવાબદારી લઉં છું. બોમ્માઇએ કહ્યું કે પાર્ટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે કે શું તે અમારી વિરુદ્ધમાં ગયું છે. બોમ્માઇએ કહ્યું કે આંતરિક લડાઈ સિવાય અન્ય કારણો પણ હતા જેના કારણે આવું થયું. બોમ્માઇએ વધુમાં કહ્યું કે પાર્ટી હવે લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરશે. શિગાંવ વિધાનસભા બેઠક પરથી પોતાની જીત પર બોમ્માઈએ કહ્યું, "મને ચોથી વખત જીત અપાવવા માટે શિગાંવના લોકોનો આભાર."

ભાજપના 12 મંત્રી હાર્યા
 કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપના 12 મંત્રી હારી ગયા. જેની યાદી નીચે પ્રમાણે છે.

1. મુધોલા વિધાનસભા
ગોવિંદા કરજોલા હારી ગયા, આરબી થિમ્માપુરા જીત્યા

2. બેલ્લારી ગ્રામ્ય બેઠક
શ્રીરામુલુ હારી ગયા, બી નાગેન્દ્ર જીત્યા

3. વરુણા સીટ
વી સોમન્ના હાર્યા, સિદ્ધારમૈયા જીત્યા

3.1 ચામરાજનગર
વી સોમન્ના હાર્યા, પુત્રરંગશેટ્ટી જીત્યા

4. ચિક્કનાયકનહલ્લી
જેસી મધુસ્વામી હારી ગયા, સુરેશ બાબુ જીત્યા

5. બાઇલાગી
મુરુગેશ નિરાની હારી ગયા, જેટી પાટીલ જીત્યા

6. હિરેકેરુરુ બેઠક
બીસી પાટીલ હારી ગયા, યુબી બનકર જીત્યા

7. ચિક્કાબલ્લાપુર
ડૉ. સુધાકર હારી ગયા, પ્રદીપ ઈશ્વર જીત્યા

8. હોસકોટે
MTB નાગરાજ હારી ગયા, શરથ બચેગૌડા જીત્યા

9. કેઆર પેટ
નારાયણ ગૌડા હારી ગયા, એચટી મંજુ જીતી ગયા

10. તિપાતુર
બીસી નાગેશ હારી ગયા, કે શદક્ષરી જીત્યા

11. યેલબુર્ગા
 હલપ્પા અચાર હાર્યા, બસવરાજ રાયારેડ્ડી જીત્યા

12. નવલગુંડા
શંકર મુનેકોપ્પા હારી ગયા, એનએચ કોનરેડી જીત્યા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news