Maharashtra govt formation: શું અજિત પવારનું ભાજપને સમર્થન એક 'ચાલ' હતી? હવે તેને 'મોટો દગો' ગણી રહી છે BJP

અજિત પવાર (Ajit Pawar) ને બુધવારે સવારે મહારાષ્ટ્ર વિધાનમંડળમાં પોતાની પિતરાઇ બહેન સુપ્રિયા સુલેને ગળે મળતા જોવા મળ્યા હતા. ત્યારબાદ તેમણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ની ધારાસભ્ય દળની બેઠકમાં ભાગ લીધો અને ધારાસભ્યોને સંબોધિત કરતાં કહ્યું કે તેમણે ક્યારેય પાર્ટી છોડી નથી. સૂત્રોનું કહેવું છે કે તેમણે નિયત સમયમાં ફરીથી ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવશે. 
Maharashtra govt formation: શું અજિત પવારનું ભાજપને સમર્થન એક 'ચાલ' હતી? હવે તેને 'મોટો દગો' ગણી રહી છે BJP

મુંબઇ: અજિત પવાર (Ajit Pawar) ને બુધવારે સવારે મહારાષ્ટ્ર વિધાનમંડળમાં પોતાની પિતરાઇ બહેન સુપ્રિયા સુલેને ગળે મળતા જોવા મળ્યા હતા. ત્યારબાદ તેમણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ની ધારાસભ્ય દળની બેઠકમાં ભાગ લીધો અને ધારાસભ્યોને સંબોધિત કરતાં કહ્યું કે તેમણે ક્યારેય પાર્ટી છોડી નથી. સૂત્રોનું કહેવું છે કે તેમણે નિયત સમયમાં ફરીથી ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવશે. 

તેમાં અચાનક આ પ્રકારે આવેલો ફેરફાર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ એકનાથ ખડસેને ગમ્યું નહી. એટલા માટે તેમણે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)પર કથિત રીતે અજિત પવાર (Ajit Pawar) સાથે ગઠબંધન કરવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યો છે. હવે ભાજપની અંદર સવાલ ઉઠી રહ્યા છે કે શું અજિત પવારની દલદલનો મતલબ સરકાર બનાવવામાં ભાજપને લાલચ આપવાનો હતો. 

આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર એનસીપી સુપ્રીમો શરદ પવાર(sharad pawar) ની ચાલથી ભાજપ અજાણ રહી અને જૂનિયર પવારે દબાણમાં આવીને આ કામ કર્યું. એક નેતાએ કહ્યું કે ભાજપ એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે શું સત્તાપલટનો પ્રયત્ન શરદ પવાર દ્વારા લખવામાં આવેલી એક પટકથા છે, જેનું પાર્ટી અનુમાન લગાવી ન શકાય.

શરદ પવારને સૌથી વધુ ફાયદો
એનસીપી પ્રમુખે તેનાથી વધુ ફાયદો પહોંચ્યો. કારણ કે અજિત પવારને એન્ટી કરપ્શન બ્યુરોથી ક્લીન ચિટ મળી ગઇ અને તેમની પુત્રી સુપ્રિયા સુલે આગામી પેઢીની નેતા તરીકે પણ સામે આવી. સુપ્રીયો સુલેને વિધાનસભામાં બધા ધારાસભ્યોનું સ્વાગત કરતાં પણ જોવા મળ્યા હતા.  

બારામતીથી લોકસભા સાંસદ, જે પોતાના પિતા અને પિતરાઇ ભાઇ છત્રછાયામાં નેતા તરીકે ઉભરી છે, હવે તે એનસીપી સંરક્ષકના નિર્વિવાદ ઉત્તરાધિકારીના રૂપમાં ઉભરી છે. જૂનિયર પવારના વિદ્વોહ સાથે એનસીપીએ ગઠબંધન સહયોગીઓને એક સંદેશ આપ્યો છે કે તેમના વિના સરકાર કોઇપણ દિવસે ઢળી પડી શકે છે. 

પરંતુ અજિત પવાર (Ajit Pawar) એ પણ સાબિત કરી દીધું છે કે તે પોતાની પાર્ટીમાં સામેલ છે. મંગળવારે હોટલ ટ્રાઇડેન્ટમાં, જ્યાં ગઠબંધન સહયોગી શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સંયુક્ત ધારાસભ્ય દળની બેઠક થઇ રહી હતી, ત્યાં લોકો તખ્તીઓ લઇને ઉભા હતા, જેના પર લખ્યું હતું કે 'અમે તમને પ્રેમ કરીએ છીએ અજિત દાદા પવાર.'

રાજકીય ચેસબોર્ડમાં માત ખાઇ ગઇ ભાજપ
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) નેતા અજિત પવાર સાથે હાથ મિલાવીને રાતોરાત સરકાર બનાવવાને ભાજપની સાથે થયેલો 'મોટો દગો' ગણી રહી છે. ભાજપને લાગી રહ્યું હતું કે તેણે એનસીપીમાં શરદ પવારના ભત્રીજા અજિત પવાર (Ajit Pawar)ની હેસિયતનું મુલ્યાંકન કરવામાં ભારે ભૂલ કરી, જેથી લેવાના દેવા થઇ ગયા. મહારાષ્ટ્રના નેતા હવે આ મુદ્દે ખુલીને પોતાના મંતવ્યો વ્યક્ત કરવા લાગ્યા છે, તો બીજી તરફ રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પણ મનોમન સ્વિકારી રહ્યા છે. બે તૃતિયાંશ ધારાસભ્ય પોતાની સાથે હોવાનો દાવો કરી અચાનક અજિત પવાર સાથે હાથ મિલાવવા પાછળ કોની ચાલથી ભાજપના નેતા ના પાડી શક્યા નહી. 

ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે 'અજિત પવારના હાવભાવ જુઓ, તો બધુ ખબર પડી જશે. પહેલા બગાવત કરી ભાજપની સરકાર બનાવી અને પછી રાજીનામું આપીને પાર્ટી અને પરિવારમાં સહજતાથી જતા રહ્યા, જેમ કે કંઇ થયું જ નહી. પરિવારનું વલણ અજિત પવાર(Ajit Pawar) ને લઇને હંમેશા નરમ રહ્યું છે. 

ભાજપના નેતાએ કહ્યું કે ભાજપને હાસ્યાપદ સ્થિતિમાં લાવીને અજિત પવાર (Ajit Pawar) હવે પરિવારમાં જઇને ગળે મળવા લાગ્યા છે. વાતોથી એવું લાગે છે કે જેમ કે રમત રમવા માટે આવ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમથી ભાજપને ચોતરફ નુકસાન થયું છે. શિવસેનાની દગાબાજીથી જનતાની આટલા દિવસોથી ઉપજેલી ભાજપ પ્રત્યે સહાનુભૂતિ એક ઝટકામાં ખતમ થઇ ગઇ. રાતોરાત સરકાર બનાવવા પર સંવૈધાનિક ખુરશીઓ પર બેઠેલા વ્યક્તિઓ પર પણ હુમલો કરવાનો વિપક્ષને મદ્દો મળી ગયો. આગામી ચૂંટણી પર અસર પડી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news