Corona Update: રાહતના સમાચાર! એક્ટિવ કેસમાં સતત થઈ રહ્યો છે નોંધપાત્ર ઘટાડો, જાણો લેટેસ્ટ અપડેટ

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર સતત કાબૂમાં જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 67 હજાર કેસ નોંધાયા છે.

Corona Update: રાહતના સમાચાર! એક્ટિવ કેસમાં સતત થઈ રહ્યો છે નોંધપાત્ર ઘટાડો, જાણો લેટેસ્ટ અપડેટ

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેર સતત કાબૂમાં જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 67 હજાર કેસ નોંધાયા છે. જ્યારે 2330 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. ગઈ કાલે કોરોનાના એક દિવસમાં 62,224 નવા કેસ નોંધાયા હતા જ્યારે 2542 લોકોના કોરોનાથી મોત થયા હતા. 

એક દિવસમાં 67 હજારથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 67,208 દર્દીઓ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,97,00,313 થઈ ગઈ છે. જ્યારે એક દિવસમાં 1,03,570 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 2,84,91,670 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. મોતના આંકડામાં પણ હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. 

Total cases: 2,97,00,313
Total discharges: 2,84,91,670
Death toll: 3,81,903
Active cases: 8,26,740 (lowest after 71 days)

Total Vaccination: 26,55,19,251 pic.twitter.com/ImnmFjsAc7

— ANI (@ANI) June 17, 2021

એક દિવસમાં 2,330 લોકોના મોત
સરકારી આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 2,330 લોકોના મોત થયા છે. આ સાથે અત્યાર સુધીમાં થયેલા કુલ મોતનો આંકડો હવે 3,81,903 પર પહોંચી ગયો છે. જો કે રાહતની વાત એ છે કે હવે દેશમાં સતત એક્ટિવ કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. 71 દિવસ બાદ હવે એક્ટિવ કેસ 8,26,740 પર પહોંચ્યા છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 26,55,19,251 ડોઝ આપવામાં આવ્યા છે. 

24 કલાકમાં કોરોનાના 19 લાખથી વધુ ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના જણાવ્યાં મુજબ ગઈ કાલે દેશભરમાંથી કોરોનાના કુલ 19,31,249 ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં કરાયેલા કુલ ટેસ્ટનો આંકડો હવે 38,52,38,220 થઈ ગયો છે. 

— ANI (@ANI) June 17, 2021

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર સંપૂર્ણ કાબૂમાં 
ગુજરાતમાં હવે કોરોનાની બીજી લહેર સંપૂર્ણ કાબૂમાં જોવા મળી રહી છે. ગઈ કાલે રાજ્યમાં એક દિવસમાં 298 નવા કેસ નોંધાયા જ્યારે 5 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા. રાજ્યમાં 935 દર્દી એક દિવસમાં રિકવર થયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news