દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 58 હજારથી વધુ કેસ નોંધાયા, 657 લોકોના મૃત્યુ
Coronavirus Cases Today in India: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 57 હજાર 77 નવા કેસ સામે આવ્યા છે. ગુરૂવારની તુલનામાં આજે નવા કેસમાં 13.4 ટકાનો ઘટાડો થયો છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં જીવલેણ કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 58 હજાર 77 નવા કેસ સામે આવ્યા છે અને 657 લોકોના મૃત્યુ થયા છે. ગુરૂવારની તુલનામાં આજે 13.4 ટકા ઓછા કેસ નોંધાયા છે. જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ શું છે.
એક્ટિવ કેસમાં થયો ઘટાડો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આપેલી માહિતી પ્રમાણે દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 6 લાખ 97 હજાર 802 થઈ ગઈ છે. તો આ મહામારીથી જીવ ગુમાવનારની સંખ્યા વધીને 5 લાખ 7 હજાર 177 થઈ ગઈ છે. આંકડા પ્રમાણે અત્યાર સુધી 4 કરોડ 13 લાખ 31 હજાર 158 લોકો સંક્રમણથી મુક્ત થઈ ગયા છે.
કેરલમાં કોવિડ-19ના 18420 નવા કેસ સામે આવ્યા છે, ત્યારબાદ સંક્રમિતોની સંખ્યા વધીને 63,65,051 થઈ ગઈ છે. આ પહેલાં કેરલમાં બુધવારે કોરોના વાયરસના 23253 કેસ સામે આવ્યા હતા. કેરલના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં 341 દર્દીના મૃત્યુ થયા છે. ત્યારબાદ મૃત્યુઆંક વધીને 61134 થઈ ગયો છે.
India reports 58,077 fresh #COVID19 cases, 1,50,407 recoveries and 657 deaths in the last 24 hours.
Active cases: 6,97,802 (1.64%)
Death toll: 5,07,177
Daily positivity rate: 3.89%
Total vaccination: 1,71,79,51,432 pic.twitter.com/A7TQYl7hKF
— ANI (@ANI) February 11, 2022
અત્યાર સુધી રસીના 172 કરોડ ડોઝ આપવામાં આવ્યા
રાષ્ટ્રવ્યાપી રસીકરણ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી કોરોના વાયરસ વિરોધી રસીના આશરે 172 કરોડ ડોઝ આપવામાં આવી ચુક્યા છે. કાલે 48 લાખ 18 હજાર 867 ડોઝ આપવામાં આવ્યા છે, ત્યારબાદ દેશમાં અત્યાર સુધી 172 કરોડ 79 લાખ 51 હજાર 432 રસીના ડોઝ આપવામાં આવી ચુક્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે સ્વાસ્થ્ય કર્મીઓ, કોરોના યોદ્ધાઓ અને 60 વર્ષથી મોટી ઉંમરના 1.64 કરોડથી વધુ લોકોને (1,64,61,231) પ્રિકોશન ડોઝ લગાવવામાં આવ્યો છે. ભારતમાં સ્વાસ્થ્યકર્મીઓ, કોરોના યોદ્ધાઓ અને વરિષ્ઠ નાગરિકોને બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત 10 જાન્યુઆરીથી થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે