Corona Update: સાવધાન...કોરોનાના નવા કેસ ફરી વધવા લાગ્યા, 24 કલાકમાં આટલા લોકોએ જીવ ગુમાવ્યા

દેશમાં જે રીતે છૂટછાટો વધી રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે કોરોના (Coronavirus) ના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.

Corona Update: સાવધાન...કોરોનાના નવા કેસ ફરી વધવા લાગ્યા, 24 કલાકમાં આટલા લોકોએ જીવ ગુમાવ્યા

નવી દિલ્હી: દેશમાં જે રીતે છૂટછાટો વધી રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે કોરોના (Coronavirus) ના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 45 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે 817 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે. ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ એક દિવસમાં કોરોનાના 43,733 નવા કેસ નોંધાયા હતા જ્યારે 930 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. 

કોરોનાના નવા કેસમાં થયો વધારો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા તાજા આંકડા મુજબ દેશભરમાં કોરોનાના નવા 45,892 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 3,07,09,557 પર પહોંચી છે. એક દિવસમાં 44,291 કોરોના દર્દીઓ રિકવર થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 2,98,43,825 થઈ છે. 

મૃત્યુમાં થયો ઘટાડો
ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ એક દિવસમાં કોરોનાથી 930 મૃત્યુ નોંધાયા હતા. જ્યારે આજે જાહેર થયેલા સરકારી આંકડા મુજબ કોરોનાથી 24 કલાકમાં 817 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુઆંક હવે 4,05,028 પર પહોંચી ગયો છે. 

— ANI (@ANI) July 8, 2021

રસીના કુલ 36,48,47,549 ડોઝ અપાયા
રસીકરણ કોરોના વિરુદ્ધ અત્યંત પ્રભાવી હથિયાર મનાય છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં રસીના કુલ 36,48,47,549 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 33,81,671 ડોઝ ગઈ કાલે અપાયા. 

રિકવરી રેટ 97.18% થયો
દેશમાં કોરોનાથી રિકવરી રેટ હાલ 97.18% પર પહોંચી ગયો છે. વીકલી પોઝિટિવિટી રેટ 5 ટકા નીચે છે. હાલ 2.37% છે. ડેઈલી પોઝિટિવિટી રેટ 2.42% છે જે છેલ્લા 17 દિવસથી સતત 3 ટકા નીચે નોંધાઈ રહ્યો છે. 

— ANI (@ANI) July 8, 2021

એક દિવસમાં કોરોનાના 18 લાખથી વધુ ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ દેશભરમાંથી ગઈ કાલે કોરોનાના 18,93,800 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં થયેલા કોરોનાના કુલ ટેસ્ટની સંખ્યા 42,52,25,897 થઈ ગઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news