Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5476 કેસ, 158 લોકોના મૃત્યુ
Coronavirus Cases Today in India: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 5 હજાર 476 નવા કેસ સામે આવ્યા છે અને 158 લોકોના મોત થયા છે. કાલે 5 હજાર 921 નવા કેસ સામે આવ્યા અને 289 લોકોના મોત થયા હતા.
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં જીવલેણ કોરોના વાયરસ મહામારીના કેસમાં આજે સામાન્ય ઘટાડો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 5 હજાર 479 કેસ સામે આવ્યા છે અને 158 લોકોના મૃત્યુ થયા છે. શનિવારે 5 હજાર 921 કેસ સામે આવ્યા હતા અને 289 લોકોના મૃત્યુ થયા હતા. એટલે કે કાલની તુલનામાં આજે કેસ ઘટ્યા છે. જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ શું છે.
એક્ટિવ કેસ ઘટીને 59 હજાર 442 થયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે દેશમાં 13 હજાર 450 લોકો સાજા થયા છે, ત્યારબાદ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 59 હજાર 443 થઈ ગઈ છે. તો આ મહામારીમાં જીવ ગુમાવનારની સંખ્યા વધીને 5 લાખ 15 હજાર 36 થઈ ગઈ છે. આંકડા પ્રમાણે અત્યાર સુધી 4 કરોડ 23 લાખ 88 હજાર 475 લોકો સંક્રમણ મુક્ત થયા છે.
COVID19 | India records 5,476 new cases, 158 deaths and 9,754 recoveries in the last 24 hours; Active cases stand at 59,442 pic.twitter.com/xXECapxU4A
— ANI (@ANI) March 6, 2022
દિલ્હીમાં 274 નવા કેસ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શનિવારે કોરોનાના 274 નવા કેસ સામે આવ્યા, જ્યારે સંક્રમણ દર 0.58 ટકા રહ્યો. રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રમણને કારણે કોઈ દર્દીનું મોત થયું નથી. દિલ્હીમાં મૃત્યુ આંક 26134 પર સ્થિર છે. દિલ્હીમાં કોવિડ-19ના 274 કેસ સામે આવ્યા બાદ અહીં સંક્રમિતોની સંખ્યા વધીને 18,61,463 થઈ ગઈ. બુલેટિનમાં કહેવામાં આવ્યું કે, એક દિવસ પહેલા કોવિડના 47652 સેમ્પલની તપાસ કરવામાં આવી. દિલ્હીની હોસ્પિટલોમાં કોવિડ દર્દીઓ માટે 10747 બેડ છે અને તેમાં 120 દર્દી દાખલ છે.
આ પણ વાંચોઃ આજે પુણેમાં મેટ્રો રેલ પરિયોજનાનું ઉદ્ઘાટન કરશે પીએમ મોદી, અનેક પરિયોજનાને આપશે લીલી ઝંડી
અત્યાર સુધી આશરે 178 કરોડ રસીના ડોઝ અપાયા
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી કોરોના વાયરસની રસીના આશરે 178 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. કાલે 26 લાખ 19 હજાર 778 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધી વેક્સીનના 178 કરોડ 83 લાખ 79 હજાર 249 ડોઝ આપવામાં આવી ચુક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે સ્વાસ્થ્યકર્મીઓ, કોરોના યોદ્ધાઓ અને 60 વર્ષથી વધુ ઉંમરના બીમારી ગ્રસ્ત લોકોને 2 કરોડથી વધુ પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે