RUBLE Vs RUPEE: પ્રતિબંધોથી નબળું પડ્યું રશિયાનું ચલણ, જાણો તેની અર્થવ્યવસ્થા પર શું થશે અસર?

 યુરોપિય સંઘ, સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા અને યૂનાઈટેડ કિંગડમે રશિયા પર કડક આર્થિક પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો, રશિયાના રાજનેતા, બેંક અને વ્યાપારને ટાર્ગેટ કરવામાં આવ્યા. આ નિર્ણયનો દેશની અર્થવ્યવસ્થા પર ગંભીર પ્રભાવ પડ્યો.

RUBLE Vs RUPEE: પ્રતિબંધોથી નબળું પડ્યું રશિયાનું ચલણ, જાણો તેની અર્થવ્યવસ્થા પર શું થશે અસર?

નવી દિલ્હી: યુક્રેન અને રશિયા વચ્ચેનો વિવાદ રોજે રોજ વધી રહ્યો છે જેના કારણે બંને દેશોની અર્થવ્યવસ્થા પર વ્યાપક અસર પડી રહી છે. 10 દિવસ પહેલાં રશિયાની સેનાએ યુક્રેન બોર્ડર પાર કરી, પશ્ચિમનાં દેશોએ દેશની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડીને જવાબી કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ યુરોપિય સંઘ, સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા અને યૂનાઈટેડ કિંગડમે રશિયા પર કડક આર્થિક પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો, રશિયાના રાજનેતા, બેંક અને વ્યાપારને ટાર્ગેટ કરવામાં આવ્યા. આ નિર્ણયનો દેશની અર્થવ્યવસ્થા પર ગંભીર પ્રભાવ પડ્યો.

ઘટી રહ્યું છે રશિયાનું ચલણ:
રશિયાની અર્થવ્યવસ્થા પર યુદ્ધના પ્રભાવથી રશિયન મુદ્રા, એટલે કે રૂબલમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. રિપોર્ટ અનુસાર અમેરિકી ડૉલર અને ભારતીય રૂપિયાના મુકાબલે રશિયન રૂબલ ગત અઠવાડિયાના મુકાબલે લગભગ 30 ટકા નબળું થયું છે.

રશિયાનું ચલણ ઘટવાનું કારણ શું?
દેશ પર લગાવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોમાં વેપારમાં એક મોટી સમસ્યા છે. સ્વિફ્ટ આંતરરાષ્ટ્રીય પ્રણાલીથી રશિયન બેંકોની બાદબાકી પણ એક મોટું કારણ છે. રશિયાને પોતાના વિશાળ વિદેશી ભંડારનો ઉપયોગ કરવાનો પણ પ્રતિબંધ છે.

હાલ રૂબલની સ્થિતિ શું છે?
એક રશિયન રુબલ વર્તમાનમાં 0.70 ભારતીય રૂપિયા અથવા 70 પૈસા બરાબર છે.. 2 માર્ચના રોજ રુબલની કિંમત 0.84 રૂપિયા હતી પરંતુ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.. યૂક્રેન સંકટ પહેલાં રશિયન રુબલ અને ભારતીય રૂપિયાનું મૂલ્ય સમાન હતું. આ ઉપરાંત અમેરિકી ડૉલરના મુકાબલે પણ રુબલમાં ઝડપથી ઘટાડો આવ્યો છે. હાલ એક રુબલ 0.0088 અમેરિકી ડૉલર બરાબર છે, જે તેની અર્થવ્યવસ્થાને ગંભીર રૂપથી પ્રભાવિત કરે છે.

પરિણામ શું આવશે?
હવે આ સમયમાં રશિયા સામે મોંઘવારી પણ સૌથી મોટો મુદ્દો હશે. મોંઘવારીનો મતલબ એ પણ હશે કે સામાન્ય લોકોના બજેટને વધારતા રોજીંદી જરૂરિયાતની વસ્તુઓની કિંમતોમાં વધારો થશે. આ ઉપરાંત દેશમાં આયાત અને નિકાસમાં પણ સમસ્યા આવી શકે છે, જેનાથી આપૂર્તિ શ્રૃંખલાની સમસ્યા થઈ શકે છે. આર્થિક વિશેષજ્ઞો અનુસાર વિદેશયાત્રા ઘણી મોંઘી થઈ શકે છે અને દરેક રશિયન વ્યક્તિનાં જીવનની ગુણવત્તામાં ઘટાડો નોંધાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news