સરહદ વિવાદ: ડ્રેગનના તેવર ઢીલા પડ્યા, કમાન્ડર લેવલની મીટિંગમાં શું થઈ હતી વાતચીત? જાણો
સરહદ પર કારણ વગરનો તણાવ પેદા કરી રહેલા ચીનને હવે શાંતિની ભાષા સમજમા આવવા લાગી છે. શનિવારે લદાખમાં થયેલી મિલેટ્રી કમાન્ડર લેવલની મીટિંગની અસર જોવા મળી રહી છે. હવે ચીન શાંતિપૂર્ણ રીતે વિવાદનો ઉકેલ લાવવા માટે તૈયાર છે. વિદેશ મંત્રાલય (MEA)એ આજે કહ્યું કે બંને પક્ષ 'દ્વિપક્ષીય કરાર મુજબ સરહદી વિસ્તારોમાં શાંતિપૂર્ણ સમાધાન પર સહમત' છે.
Trending Photos
નવી દિલ્હી: સરહદ પર કારણ વગરનો તણાવ પેદા કરી રહેલા ચીન (China) ને હવે શાંતિની ભાષા સમજમા આવવા લાગી છે. શનિવારે લદાખમાં થયેલી મિલેટ્રી કમાન્ડર લેવલની મીટિંગની અસર જોવા મળી રહી છે. હવે ચીન શાંતિપૂર્ણ રીતે વિવાદનો ઉકેલ લાવવા માટે તૈયાર છે. વિદેશ મંત્રાલય (MEA)એ આજે કહ્યું કે બંને પક્ષ 'દ્વિપક્ષીય કરાર મુજબ સરહદી વિસ્તારોમાં શાંતિપૂર્ણ સમાધાન પર સહમત' છે. MEA મુજબ બંને દેશો વચ્ચે મિલેટ્રી કમાન્ડર લેવલની વાતચીત ખુબ જ શાંતિપૂર્ણ અને ઉષ્માભર્યા માહોલમાં થઈ. ચીને લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ગત કેટલાક અઠવાડિયાઓથી આક્રમક વલણ અપનાવેલુ હતું. અનેક દોરની વાતચીતથી પણ કોઈ પરિણામ આવ્યું નહતું.
વિદેશ મંત્રાલયનું નિવેદન
એક નાનકડું નિવેદન બહાર પાડીને MEAએ કહ્યું કે બંને દેશોના મિલેટ્રી કમાન્ડર્સ એ વાત પર સહમત થયા છે કે પૂર્વ લદાખમાં ચાલી રહેલા સરહદ વિવાદનો ઉકેલ શાંતિપૂર્વક, દ્વિપક્ષીય કરારના આધારે લાવવામાં આવશે. દ્વિપક્ષીય સંબંધોના સંપૂર્ણ વિકાસ માટે ભારત-ચીન સરહદ વિસ્તારમાં શાંતિ જરૂરી છે. મંત્રાલયે કહ્યું કે બંને પક્ષોએ ડિપ્લોમેટિક સંબંધોની 70મી વર્ષગાઠને પણ યાદ કરી. બંને દેશો એ વાત પર સહમત થયા કે આ મુદ્દાનો જલદી ઉકેલ લાવવાથી સંબંધો આગળ વધશે.
હજુ પણ ચાલુ રહેશે વાતચીત
વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે ચીન સાથે મિલેટ્રી અને ડિપ્લોમેટિક લેવલ પર વાતચીત ચાલતી રહેશે. લદાખમાં સરહદ પર બંને દેશો તરફથી ભારે સંખ્યામાં સૈનિકોનો જમાવડો થયો છે. તેમને પાછા બોલાવવા પર નિર્ણય લેવાયો છે કે નહીં તેના પર જો કે વિદેશ મંત્રાલયે કઈ કહ્યું નથી. માનવામાં આવી રહ્યું છે કે આગામી દોરની વાતચીતમાં તણઆવ ઓછો કરવાની એક રૂપરેખા તૈયાર થઈ શકે છે.
જુઓ LIVE TV
અનેક દોરની વાતચીત બાદ શાંતિ પર સહમતિ
બંને દેશો વચ્ચે ગત મહિને ગતિરોધની શરૂઆત થઈ હતી. પૂર્વ લદાખમાં 5 અને 6 મેના રોજ બંને દેશોના લગભગ 250 સૈનિકો વચ્ચે હિંસક ઝડપ થઈ હતી. 9 મેના રોજ ઉત્તર સિક્કિમ માં પણ આ જ રીતે ઘટના ઘટી હતી. ચીનના સૈનિકોએ લદાખમાં અનેક પોઈન્ટ્સ પર આક્રમક વલણ અપનાવ્યું જેનો જવાબ ભારતે આપવો પડ્યો. ત્યારબાદ ભારતે નિર્ણય લીધો કે પેંગોંગ સો, ગલવાન ઘાટી, ડેમચોક અને દૌલત બેગ ઓલ્ડી જેવા તમામ વિવાદાસ્પદ વિસા્તારો પર ચીનની આક્રમકતાને પહોંચી વળવા માટે ભારતી સૈનિકો મજબુત વલણ અપનાવશે. સેટેલાઈટ તસવીરોથી પણ જાણવા મળ્યું છે કે ચીને એલએસીના વિસ્તારોમાં મોટા પાયે ડિફેન્સ સ્ટ્રેક્ચર વધાર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે