એસ. ધામી બની દેશની પ્રથમ મહિલા ફ્લાઈંગ યુનિટ કમાન્ડર, બનાવ્યો ઈતિહાસ

એસ. ધામીને દેશની પ્રથમ મહિલા વાયુસેના અધિકારી બની છે અને તેમણે હિન્ડોન એરબેઝ ખાતે ચેરક હેલિકોપ્ટર યુનિટના ફ્લાઈટ કમાન્ડરનો પદભાર સંભાળ્યો છે 
 

એસ. ધામી બની દેશની પ્રથમ મહિલા ફ્લાઈંગ યુનિટ કમાન્ડર, બનાવ્યો ઈતિહાસ

નવી દિલ્હીઃ દેશની દિકરીઓ દરેક ક્ષેત્રમાં પોતાનું નામ રોશન કરી રહી છે. હવે ભારતીય સેનામાં યુવતીઓ પણ ખભે-ખભા મિલાવીને દુશ્મનનો સામનો કરવા તૈયાર થઈ રહી છે. ભારતીય વાયુસેનાની વિંગ કમાન્ડર એસ. ધામી દેશની પ્રથમ મહિલા અધિકારી બની છે. એસ. ધામી ફ્લાઈંગ યુનિટની ફ્લાઈટ કમાન્ડર બની છે અને તેમણે હિન્ડોન એરબેઝ ખાતે ચેતક હેલિકોપ્ટર યુનિટના ફ્લાઈટ કમાન્ડરનો પદભાર સંભાળ્યો છે. ફ્લાઈટ કમાન્ડર યુનિટની કમાન્ડમાં બીજા નંબરનું પદ છે. 

પંજાબના લુધિયાણામાં ભણેલી એસ. ધામી શાળાના દિવસોથી જ પાઈલટ બનવા માગતી હતી. કરિયરમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચેલી ધામી 9 વર્ષના એક બાળકની માતા છે. ભારતીય વાયુસેનામાં 15 વર્ષની કારકિર્દી દરમિયાન એસ. ધામીએ ચેતક અને ચીતા હેલિકોપ્ટર ઉડાવતી હતી. વિંગ કમાન્ડર ધામી ચેત અને ચીતા હેલિકોપ્ટર માટે ભારતીય વાયુસેનાની પ્રથમ મહિલા ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર પણ છે. 

— ANI (@ANI) August 27, 2019

વિંગ કમાન્ડર ભારતીય વાયુસેનાની પ્રથમ મહિલા અધિકારી પણ છે, જેણે લાંબા કાર્યકાળ માટે સ્થાયી કમિશન આપવામાં આવશે. આ માટે તેમણે દિલ્હી હાઈકોર્ટમાં એક અઘરી કાયદાકીય લડાઈ  લડી છે. આ સાથે જ તેમણે મહિલા અધિકારીઓને પણ પુરુષ સમકક્ષ સ્થાયી કમિશનનો વિચાર કરવાનો અધિકાર મળ્યો છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news